Abtak Media Google News

લઘુ ઉદ્યોગ ભારતી અને નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુક્ત ઉપક્રમે શુક્રવારે એન્જીનીયરીંગ હોલમાં જાણવા અને માણવા લાયક સેમિનાર કમ વેબિનાર

હંસરાજભાઇ ગજેરા, કર્નલ આનંદ (પૂર્વ આર્મી મેન), ધવલ રાવલ (એરોસ્પેસ નેશનલ કાઉન્સીલ), મોહિત શ્રીવાસ્તવ (અભ્યુદય ભારત ડિફેન્સ ક્લસ્ટર) દ્વારા માર્ગદર્શન

આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત દેશભરમાં અનેક ક્ષેત્રમાં અવનવી પહેલ સો કાર્યો ઇ રહ્યા છે. નવા-નવા  પ્રોજેક્ટનો પણ શુભારંભ ઇ રહ્યો છે. આ માહોલમાં આપણું રાજકોટ પાછળ રહે ખરું ? રાજકોટનાં આંગણે તા. ૨૫ને શુક્રવારે સવારે ૧૦.૩૦ી ૧૨.૩૦ સુધી અલગ અને રોમાંચક વિષય સો સેમિનાર કમ વેબિનાર યોજાશે.

લઘુ ઉદ્યોગ ભારતી અને નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુક્ત ઉપક્રમે ‘સંરક્ષણમાં આત્મનિર્ભર ભારત: રાજકોટ બનશે સંરક્ષણનું હબ’ વિષયક આ સેમિનાર કમ વેબિનારમાં હંસરાજભાઇ ગજેરા (ઉપપ્રમુખ, લઘુ ઉદ્યોગ ભારતી-ગુજરાત), કર્નલ આનંદ (પૂર્વ આર્મીમેન), ધવલ રાવલ (મેન્ટર, ડિફેન્સ-એરોસ્પેસ નેશનલ કાઉન્સીલ), મોહિત શ્રીવાસ્તવ (અભ્યુદય ભારત ડિફેન્સ કલસ્ટર) વગેરે મહાનુભાવો જાણવા અને માણવા જેવું માર્ગદર્શન આપશે. આ સેમિનાર કમ વેબિનારમાં અભ્યુદય જ્ઞાન ભાગીદાર તરીકે જોડાયેલ છે. સેમિનારનો શુભારંભ રેમ્યા મોહન (કલેકટર રાજકોટ)ના હસ્તે શે.લશ્કરી આધુનિકીકરણ ઉપર ભાર મુકતા ભારત, રશિયા, અમેરિકા, ફ્રાન્સ અને ઇઝરાઇલ જેવા અનેક દેશો પાસેી વર્ષોી સંરક્ષણ ઉપકરણો અને ટેકનીક પ્રાપ્ત કરી રહ્યું છે. આ સંજોગોમાં સંરક્ષણ પ્રાપ્તિ માટેના બાહ્ય અવલંબન ઘટાડવા, ભારત સરકારે સનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને સાચા ર્અમાં દેશનો ‘આત્મનિર્ભર’ બનાવવા નિર્ણય લીધો છે. આ પગલે-પગલે ગુજરાત સરકાર પણ વિશેષ ધ્યાન આપીને સનિક ઉત્પાદકોને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે પ્રવેશ માટે પ્રોત્સાહિત કરે છે. આ તકે ભારતીય મશીન ટુલ્સ ઉદ્યોગ સંરક્ષણ ઉદ્યોગ માટે વ્યૂહાત્મક‚પે મહત્વપૂર્ણ છે. કારણ કે આ ઉદ્યોગ વેચાણ પછીના સપોર્ટના ક્ષેત્રમાં અને દર વર્ષે ટેકનીકઅપગ્રેડને કારણે તેની ક્ષમતામાં કુશળતા પ્રદાન કરે છે. આ તકે સંસ દ્વારા જાહેર અનુરોધ કરાયેલ છે કે કોરોનાની વર્તમાન પરિસ્તિીની અનુલક્ષીને ગાઇડ લાઇન મુજબ કાર્ય કરતાં હોલ ઉપર ભાગ લેવા માટે અગાઉી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે લઘુ ઉદ્યોગ ભારતી, અમૃતભાઇ ગઢીયા, ૯૪૨૬૧૬૫૧૬૬નો સંપર્ક કરવા જણાવાયું છે.

૧૫ હજારથી પણ વધુ એમએસએમઈ એકમો

રાજકોટમાં અંદાજે ૧૫ હજારી પણ વધારે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ (એમએસએમઇ) એકમો કાર્યરત છે. જેમાં મોટાભાગનાં ફાઉન્ડ્રી, ફોર્જીંગ અને એન્જીનીયરીંગ યુનિટ છે. સરકારનું વધતું ધ્યાન અને બજેટ ફાળવણી સંરક્ષણ ક્ષેત્રમાં વિશિષ્ટ ટેકનીક અને નવીનતા લાવવા સંયુક્ત સાહસો અને તકનીકી સનાંતરણને પ્રોત્સાહન આપશે. આમ શો અને લશ્કરી હાર્ડવેરના ઉત્પાદનમાં ઘરેલું ઉત્પાદકો માટે તકોની શ્રેણી ખોલી દેશે.

એન્જીનીયરમાં ઉદ્યોગ માટે અપાર તક

એરોસ્પેસ અને સંરક્ષણ એવા બે નિર્ણાયકક્ષેત્રમાં સામેલ છે, જેના વિકાસ માટે ભારત સરકાર દ્વારા વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. આ બંને ક્ષેત્રે ખાસ કરીને, રાજકોટ માટે એન્જીનીયરીંગ ઉદ્યોગ માટે અપાર તકો જોવા મળે છે. રાજકોટ તો આમ પણ દેશભરમાં એન્જીનીયરીંગ મેન્યુફેકચીંગ સેકટરનાં મુખ્ય હબ તરીકે જાણીતું છે અને રાજકોટી દેશભરમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ મટીરીયલ્સ સપ્લાય કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે વિશ્ર્વભરમાં ભારતની નામના વધારનાર મંગળ યાનમાંપણ રાજકોટમાં બનેલ પાર્ટસનો ઉપયોગ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.