Abtak Media Google News

અબતક, નવી દિલ્હી

ચીન પછી સૌથી વધુ કોલસનો ઉપયોગ ભારત કરી રહ્યો છે. ભારતને હજી પણ કોલસામાં કાળા હાથ કરવા પડે તેમ છે કારણ કે ઉદ્યોગો અને વીજ ઉત્પાદન માટે ભારતને હજુ વર્ષો સુધી ના છૂટકે કોલસાનો ઉપયોગ કરવાની મજબૂરીનો સામનો કરવો જ પડશે તેમાં કોઇ મત નથી. માટે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્બન ઉત્સર્જનમાં નેટ ઝીરો લક્ષ્યાંકને સિદ્વ કરવાનો સમય 2070 સુધીનો નક્કી કર્યો છે.

ચીન પછી સૌથી વધુ કોલસાનો ઉપયોગ કરતું ભારત 

જળવાયુ સંમેલનમાં ભારતે કોલસાનો ઉપયોગ ટાળવાની બદલે ઘટાડવાનો પ્રસ્તાવ મુક્યો હતો. આ પ્રસ્તાવને ચીને પણ સમર્થન આપ્યું છે. ચીને જાહેર કર્યુ છે કે પહેલા વિકસિત દેશો કોલસાનો ઉપયોગ સદ્ંતર બંધ કરી દે કારણ કે તેઓએ કોલસાનો ભરપૂર ઉપયોગ કરીને વિકાસ સાધી લીધો છે. હવે વિકાસશીલ દેશો પાસે પર્યાત સાધનોના અભાવે કોલસાનો ઉપયોગ કર્યા સિવાય બીજો કોઇ છૂટકો નથી.

ભારત અને ચીન બંને કોલસાના ઉપયોગમાં મોખરે છે. પ્રથમે નંબરે ચીન છે તો ભારત બીજા નંબરે છે. ભારતની સ્થિતિ જોઇએ તો ભારત કોલસાનો ઉપયોગ કરીને પ્રદૂષણ ફેલવવાનું ઇચ્છતું નથી પણ ભારત પાસે ઉદ્યોગો અને વીજ ઉત્પાદનની જરૂરીયાતો પૂર્ણ કરવા માટે બીજો કોઇ વિકલ્પ છે જ નહીં માટે જ આ વાતને બરાબર રીતે સમજતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્બન ઉત્સર્જનમાં નેટ ઝીરો હાંસલ કરવાનો લક્ષ્યાંક સિદ્વ કરવાનો સમય 2070 રાખ્યો છે. જો કે, આ સુધીમાં સરકાર દ્વારા કોલસાનો ઓછામાં ઓછા ઉપયોગ થાય તેવા ભરપૂર પ્રયાસો કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.