Abtak Media Google News

પાકિસ્તાને જાધવની માતા અને પત્નીને વિધવાની જેમ પ્રસ્તુત કરી નાપાક હરકત આચરી

પાક.ની જેલમાં બંધ કુલભુષણ જાધવની માતા અને પત્ની સાથે ઈસ્લામાબાદમાં થયેલા ગેરવર્તન બાદ સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ ઉઠયો છે. સંસદના બન્ને ગૃહોએ આકરા શબ્દોમાં પાકિસ્તાનની નાપાક હરકતની નિંદા કરી છે અને તમામ પક્ષોએ પાકિસ્તાન સામે આકરા પગલા લેવા માંગ કરી છે.

બીજી તરફ ભારતે કુલભુષણ જાધવ મામલે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય અદાલતમાં ભીડવવાનું શ‚ કરી દીધું છે. જાધવની ધરપકડ ઈરાકમાંથી થઈ હોવાનું કહેવાય છે. ઈરાકમાંથી પાકિસ્તાનના તંત્રએ જાધવની ધરપકડ કેવી રીતે કરી તેવા સવાલો ઉઠી રહ્યાં છે. પાકિસ્તાન પણ આ મામલે ફસાયું છે. જાધવ પાસે ઓઈલ ડિલરોની છુપી વિગતો હોવાનું કહેવાય છે. માટે જો પાકિસ્તાન જાધવને છોડી મુકે તો પણ ખતરો છે અને ફાંસી આપે તો પણ આંતરરાષ્ટ્રીય દબાણનો ભયપાકને છે. પરિણામે પાક સલવાઈ ગયું છે. ભારત પાસે પણ અફઘાનિસ્તાનમાંથી આઈ એસ આઈનો ઝડપાયેલો એજન્ટ મોહરા સ્વરૂ પે છે તેવું ચર્ચાય છે. ગઈકાલે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે બન્ને ગૃહોને જણાવ્યું હતું કે, બે સુહાગણોને વિધ્વાના સ્વરૂપમાં જાધવ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. માતાનું સુનુ ગળુ અને માથુ જોઈને જાધવને પિતા વિશે કંઈક અસુભ થયું હોવાની શંકા થઈ હતી. કુલભુષણની માતા અને પત્ની સાથેના વર્તન ખુબજ અસભ્ય હતું. પાકિસ્તાને માનવ અધિકારનો ભંગ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.