Abtak Media Google News

આઠ દાયકા પહેલા જેમને ભારતીયો સલામ કરતા હતા ઐ આજે આપણી સાથે દોસ્તીનો હાથ મિલાવવા માટે ઉત્સુક છે, જે આપણું ધન અને બહુમુલ્ય વારસો લૂંટીને ગયા હતા તેઓ આજે આપણી સાથે વ્યવસાયિક સંબંધોને મજબુત કરવા તત્પર છે..! હા, એ અંગ્રેજો છે.

સંબંધ તો ભારતના યુ.કે સાથે ત્યારે પણ હતા અને આજે પણ છે, પણ હવે બ્રેકસીટની ઝંઝીરો માથી મુક્ત થયા બાદ યુ.કે હવે ભારત સાથે  પોતાની રીતે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ કરવા સ્વતંત્ર છે. આજે યુ.કે ને ભારત સાથે આવા એગ્રિમેન્ટની જરૂર પણ છે.

એ વાત પાણ સાચી છે કે એક હાથે તાલી ન વાગે. તેથી ભારત પોતાની જરૂરીયાત પ્રમાણે યુ.કે સાથે ચર્ચા કરીને ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટનો મુસદ્દો તૈયાર કરી રહ્યું છે અને ટૂંક સમયમાં કાંઇક સારા સમાચાર મળે તેવી આશા છે.

આમ તો ભારતના યુ.કે સાથેના વ્યવસાયિક સંબંધો છે જ. આજે પણ યુ.કે માં 850 જેટલી ભારતીય કંપનીઓનાં આશરે સવા લાખ કર્મચારીઓ ત્યાં સ્થાયી થયા છે. યુ.કે માં ભારત બીજા નંબરનું FDI રોકાણકાર છે. તથા યુ.કે ભારતમાં જી-20 દેશોના સમુહમાં સૌથી વધારે મુડીરોકાણ કરનાર દેશ છે.

બન્ને દેશો વચ્ચે વાર્ષક 21 અબજ પાઉન્ડનો કારોબાર થાય છે જે જેનાથી આશરે 20 લાખ ભારતીયો સપ્લાય ચેઇનનો હિસ્સો બનવાની તક મળતા રોજગાર મળી રહ્યા છે.

હાલમાં તો બન્ને દેશો WTO નાં નિયમો અંતર્ગત કારોબાર કરી રહ્યા છે.  આમ તો છેલ્લા એક દાયકાથી યુરોપિયન યુનિયન ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટના પ્રયાસો કરી રહ્યું હતું. પરંતુ સફળતા મળતી નહોતી. હવે યુ.કે. પોતાની રીતે નિર્ણય કરવા સ્વતંત્ર હોવાથી કાંઇક નક્કર પરિણામ આવવાની આશા જાગી છે. હાલમાં બન્ને દેશો વચ્ચે થઇ રહેલી વાટાઘાટોમાં એવા મુદ્દાઓ ચર્ચાઇ રહ્યા છે જેના કારણે યુરોપિયન યુનિયન સાથે એગ્રિમેન્ટ થઇ શકતો નહતો. હવે આ મુદ્દાઓનું નિરાકરણ લાવીને કરાર થાય તેવી સંભાવના છે.

આમ તો ચર્ચા હતી કે આગામી જી-7 બેઠકાં મોદીજીને ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મળ્યું ત્યારે જ એવી વાતો વહેતી થઇ હતી કે આ બેઠકમાં જ કાંઇક નિર્ણય આવશે. પરંતુ કોવિ-19 ની મહામારીનાં કારણે મોદીજીનું યુ.કે. જવાનું કેન્સલ થયું છે.

કોવિડ-19 ની મહામારી, છાશવારે આવતા લોકડાઉન, વૈશ્વિક મંદી અને ચીન તથા પાકિસ્તાન સાથે વનસેલા સંબંધોના કારણે ભારતને પણ આર્થિક વિકાસ તથા નિકાસ વેપારની નવી તકો શોધવાની જરૂર છે. એમ તો યુ.કે યુરોપિયન યુનિયનમાંથી અલગ થયા બાદ પણ 35 દેશો સાથે ટ્રેડ એગ્રિમેન્ટ ધરાવે છે. જે યુરોપમાં યુરોપિયન યુનિયન બાદ બીજા નંબરે છૈ. ત્યારબાદ આઇસલેન્ડ તથા સ્વીટઝર્લેન્ડ 32 ટ્રેડ એગ્રિમેન્ટ, નોર્વે 31 તથા ચીલી 30 ટ્રેડ એગ્રિમેન્ટ ધરાવે છે.

એશિયન ડેવલપમેન્ટ બેંક ઇન્સ્ટીટ્યુટાં આંકડા પ્રમાણે ભારતનાં ટ્રેડ એગ્રિમેન્ટ મોટા ભાગે એશિયાનાં પોતાના પાડોશી દેશો સાથે છે. હાલમાં કુલ 42 જેટલા ટ્રેડ એગ્રિમેન્ટ ઉપર કામ ચાલી રહ્યું છે. જેમાંથી 13 નો અમલ શરૂ થઇ ગયો છે. એક ઉપર બન્ને દેશોના હસ્તાક્ષર થઇ ગયા છે પરંતુ અમલ બાકી છે.

16 એગ્રિમેન્ટ ઉપર હજુ બન્ને દેશો વચ્ચે વાટાઘાટો ચાલુ છે, જ્યારે 12 ઉપર અભ્યાસ ચાલી રહ્યો છે. હાલનાં મોટાભાગનાં ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ એશિયન દેશો સાથે છે અને દરેકની રૂપરેખા જેતે દેશના આર્થિક વિકાસને અનુરૂપ અલગ-અલગ છે.

એવું કહેવાય છે કે યુ.કે સાથેના સુચિત ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટથી યુકે-ઇન્ડિયા યુકેની આસપાસનાં વિસ્તારોમાં એક અબજ પાઉન્ડનું મુડીરોકાણ કરી શકશૈ જેનાથી 6500 જેટલી નવી રોજગારીની તકો ઉભી થશે.

એક વાત ખાસ નોંધનીય છે કે ભારત તથા યુ.કે વચ્ચે થનારા ફ્રી ટ્રેડ અગ્રિમેન્ટમાં માલની આયાત-નિકાસ તો થશે જ સાથે સર્વિસ સેક્ટર, તથા ડિજીટલ બિઝનેસને પણ આવરી લેવામાં આવશે. આ ઉપરાંત ભારતને પોતાનો ફાર્માસ્યુટિકલ, ફુડ પ્રોસેસિંગ, કૄષિપેદાશો વગેરે વ્યવસાયમાં પ્રગતિ સાધવાનો મોકો શોધવાનો છે.

અંતે તો વ્યવસાયની નવી દિશા શોધવાથી કે નવા દ્વાર ખોલવાથી જ નવા રોજગાર ઉભા થઇ શકે છે! નઇ દિશાએ.. નઇ હવાંઐ.. હિન્દુસ્તાં બોલ રહા હૈ..!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.