Abtak Media Google News

ભારત-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધઅભ્યાસને ચાઈનાએ દ્વિપક્ષીય કરારનું ઉલ્લંઘન ગણાવ્યું !!

ઉત્તરાખંડમાં ભારત અને અમેરીકાની સેના વચ્ચે યુદ્ધ અભ્યાસની લશ્કરી કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે ભારત અને અમેરિકા વચ્ચે લાઇન ઓફ એક્ચ્યુલ ક્ધટ્રોલ(એલએસી) પાસે ચાલી રહેલા યુદ્ધઅભ્યાસમાં લીધે ચાઈનાના પેટમાં તેલ રેડાયું છે. ચાઈનાએ આ યુદ્ધઅભ્યાસને ભારત અને ચાઈના વચ્ચે સુલેહ અને શાંતિ માટે થયેલા દ્વિપક્ષીય કરારનું ઉલ્લંઘન ગણાવ્યું છે.ત્યારે ચાઈનાના આ નિવેદનનો વળતો જવાબ આપીને ભારતે ચાઈનાને ભારતીય બાબતોમાં ચંચુપાત નહિ કરવા તાકીદ કરી છે.

ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા (લાઇન ઓફ એક્ચ્યુલ ક્ધટ્રોલ) પાસેની કવાયતને પણ અમેરિકા દ્વારા ભારત-ચીન સરહદ મામલામાં દખલ કરવાના પ્રયાસ તરીકે ચાઈના જુએ છે. ચીન દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓના જવાબમાં વિદેશ મંત્રાલયએ કહ્યું કે ભારતે કોઈ ત્રીજા દેશને “વીટોપાવર” આપ્યો નથી કે કોની સાથે લશ્કરી કવાયત કરવી અને કોની સાથે ન કરવી.  સરકારે કહ્યું કે આ કવાયતને દ્વિપક્ષીય કરારો સાથે કોઈ લેવાદેવા નથી.પરંતુ આ ચીની પક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યા હોવાથી મારે એ વાત પર ભાર મૂકવો જોઈએ કે ચીની પક્ષે 1993 અને 1996 ના કરારોના પોતાના ભંગ વિશે ચિંતન અને વિચારવાની જરૂર છે, તેવું વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું. ભારત જેની પસંદ કરે તેની સાથે કવાયત કરે છે અને તે આ મુદ્દાઓ પર ત્રીજા દેશોને વીટો આપતું નથી તેવું પણ પ્રવકતાએ જણાવ્યું છે.

બેઇજિંગે અગાઉ નવી દિલ્હી સાથે આ મુદ્દો ઉઠાવ્યો હતો કે એલએસી નજીક ભારત અને યુએસ દ્વારા યોજાયેલી સંયુક્ત સૈન્ય કવાયત 1993 અને 1996 માં ચીન અને ભારત દ્વારા હસ્તાક્ષર કરાયેલ “સંબંધિત કરારોની ભાવના” નું ઉલ્લંઘન કરે છે અને દ્વિપક્ષીય વિશ્વાસ બનાવવામાં મદદ કરતું નથી. 1993નો કરાર એલએસી સાથે શાંતિ અને સુલેહ-શાંતિ જાળવવા સાથે સંબંધિત છે, જ્યારે 1996નો કરાર ’ભારત-ચીન બોર્ડર એરિયા’માં ચીન સાથે એલએસી સાથે લશ્કરી ક્ષેત્રમાં આત્મવિશ્વાસ નિર્માણના પગલાં વિશે હતો.લાંબા સમય સુધી લોકડાઉન સામે ચીનના ભાગોમાં વિરોધ વિશે પૂછવામાં આવતા, બાગચીએ કહ્યું કે તે કોઈપણ દેશ દ્વારા અનુસરવામાં આવતી ચોક્કસ રોગચાળાની વ્યૂહરચના પર ટિપ્પણી કરશે નહીં. અમે આશા રાખીએ છીએ કે સમગ્ર માનવતા વહેલી તકે કોવિડમાંથી સંપૂર્ણ રીતે બહાર આવી શકે છે. પરંતુ જ્યાં સુધી ચોક્કસ કોવિડ વ્યૂહરચના છે કે દરેક દેશ અનુસરી શકે છે, મને કદાચ તેમાં પ્રવેશવું ગમશે નહીં. બસ… આશા છે કે અમે  કોવિડમાંથી બહાર આવવા વિશ્વ આખું સક્ષમ બને તેવું તેમણે ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.