Abtak Media Google News

ઉત્તરાખંડમાં એલએસી ઉપર ચાલી રહેલા ભારત-યુએસ સૈન્ય અભ્યાસ સામે ચીને વાંધો ઉઠાવતા કહ્યું કે તે સરહદી શાંતિ માટે દ્વિપક્ષીય સમજૂતીનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.  ભારત-અમેરિકા સંયુક્ત સૈન્ય યુદ્ધ અભ્યાસની 18મી આવૃત્તિ ઉત્તરાખંડમાં ચાલી રહી છે, જે ભારત-ચીન સરહદ એલએસીથી લગભગ 100 કિલોમીટર દૂર છે. આનાથી ચીન બોખલાયુ હોય તેવો ઘાટ સર્જાયો છે. આ કવાયત એક દ્વિપક્ષીય તાલીમ કવાયત છે, જે 2004 થી દર વર્ષે હાથ ધરવામાં આવે છે.

તેનો ઉદ્દેશ્ય “ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પરંપરાગત, જટિલ અને ભાવિ આકસ્મિક પરિસ્થિતિઓ” માટે ભાગીદારી ક્ષમતાને વધારવા માટે ભારતીય અને યુએસ સૈનિકોની આંતરપ્રક્રિયાને સુધારવાનો છે.બેઇજિંગમાં પાકિસ્તાની સમાચાર એજન્સીના એક પ્રશ્નના જવાબમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, ભારત અને અમેરિકા દ્વારા વાસ્તવિક નિયંત્રણ રેખા પર આયોજિત સંયુક્ત સૈન્ય યુદ્ધ અભ્યાસ 1993માં ચીન અને ભારત વચ્ચે થયેલા કરારનું ઉલ્લંઘન છે. ચીને સૈન્ય અભ્યાસ અંગે ભારતસામે ચિંતા વ્યક્ત કરી છે.

અગાઉ ચીનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે બેઇજિંગ આ કવાયતને ભારત-ચીન સરહદ બાબતોમાં દખલ કરવાના “તૃતીય પક્ષ” દ્વારા પ્રયાસ તરીકે જુએ છે. તેના જવાબમાં, ભારતીય વિદેશ મંત્રાલયે એમ કહીને પ્રતિક્રિયા આપી છે કે તે આ મામલામાં “તૃતીય પક્ષ” નો સંદર્ભ સમજી શકાતો નથી. એમઇએએ કહ્યું કે પૂર્વી લદ્દાખમાં મડાગાંઠના સંદર્ભમાં ચીને દ્વિપક્ષીય કરારોને વળગી રહેવાની જરૂર છે.એમએ પ્રવક્તાએ કહ્યું, ભારત-યુએસ સૈન્ય અભ્યાસ સંપૂર્ણપણે અલગ છે, અને મને ખબર નથી કે ત્યાં કયો રંગ આપવામાં આવ્યો છે જે બંને દેશોને નિશાન બનાવી રહ્યો છે અથવા હાલના કરારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. મારી પાસે આવી કોઈ માહિતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.