Abtak Media Google News

આજના 21મી સદીના આધુનિક યુગમાં હરીફાઈ પણ ડીજીટલી રીતે વધુ તીવ્ર બની છે. તેમજ વૈશ્વિક હરીફાઈમાં ટકવું પણ અઘરું બન્યું છે. આગામી સમયમાં હવે જે દેશ પાસે બૌદ્ધિક ક્ષમતા અને ટેક્નિકલ શક્તિ જેમ વધુ તે દેશ મહાસત્તા ગણાશે. ત્યારે આ મોટી ઉપ્લબ્ધીઓને ધ્યાને રાખી દરેક દેશ આગળ ધપી રહ્યો છે. અત્યાધુનિક ઇલેક્ટ્રિનિક ઉપકરણો વિકસાવી આત્મનિર્ભર બનવા ભારતે પણ હરણફાળ ભરી છે. ભારતને ટેક્નોલોજી ક્ષેત્રે સ્વાવલંબી બનાવવા તેમજ વૈશ્વિક હબ બનાવવા મોદી સરકારે લક્ષ્યાંક સેવ્યો છે પણ અમેરિકા,ચીન, જાપાન અને રશિયા જેવા વિકસિત દેશોની વચ્ચે આ લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવો કપરો છે પરંતુ હાલ અમેરિકા અને ચીન વચ્ચે વેપારને લઈ જે શીત યુદ્ધ ફરી શરૂ થયું છે તે ભારતને પ્રત્યક્ષ કે પરોક્ષપણે આ મુદ્દે ઘણો ફાયદો કરાવશે તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં એશિયાના હિનરીચ ફાઉન્ડેશનએ એક અહેવાલ જારી કરી જણાવ્યું છે કે, ભારતને વિશ્વના એક મોટા ટેકનોલોજી હબ બનવા માટે મહત્વની અને ઐતિહાસિક તક અમેરિકા-ચીનની તણાવભરી સ્થિતિ પુરી પાડશે.

હિનરીચના અહેવાલમાં જણાવ્યા મુજબ પ્રથમ ભારતમાં સ્થાનિક ઉત્પાદન ક્ષમતાને વધારવાનો લક્ષ્યાંક સેવાયો છે તેનાથી સ્માર્ટફોન અને અન્ય ડિજિટલ હાર્ડવેર વિકસાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરાઈ રહ્યું છે. આ ઉપરાંત, તે રાષ્ટ્રીય યુનિકોર્નના નવા ફેરફાર માટે પણ વિચારે છે. આ બધા પગલાં ભારતને ટેક્નોલોજી એક્સપોર્ટ હબમાં પરિવર્તિત કરશે.

ભારતને ટેક્નોલોજી હબ બનાવવાના પક્ષમાં કામ કરતા કેટલાક પરિબળો

1. અમેરિકા-ચીનનું વેપાર યુદ્ધ

US-China રિપોર્ટ અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ) અને ચીન વચ્ચેના ઘર્ષણથી ભારતને ગ્લોબલ ટેક હબ બનવાની તક વધશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા હસ્તાક્ષર કરાયેલા તાજેતરના એક્ઝિકયુટિવ ઓર્ડરમાં ફાર્માસ્યુટિકલ અને બાયો-ફાર્મા ઉત્પાદનો, બેટરીઓ અને સેમિકન્ડક્ટર્સ જેવા ઉદ્યોગોમાં “China Free” સપ્લાય ચેન બનાવવાની હાકલ કરવામાં આવી છે. ચીન વિરોધી આ બિલને કારણે ડ્રેગનને આર્થિક પછડાટ સહન કરવી પડશે તો આ બંને વચ્ચેના વેપાર યુદ્ધનો લાભ ભારતને મળશે. યુ.એસ.એ., યુરોપિયન દેશો, તાઇવાન, દક્ષિણ કોરિયા અને જાપાનની ઘણી કંપનીઓ ચીનમાં હાલ કાર્યરત છે પરંતુ અહીં અમેરિકા સાથેની સંઘર્ષભરી સ્થિતિને કારણે તેઓ એશિયામાં હવે ભારત તરફી વલણ દાખવી રહ્યા છે. તેઓ હવે પોતાની કંપનીઓને ભારત લાવવા માંગે છે. જેની પાછળ ઝડપથી વિકસિ રહેલું ભારતનું અર્થતંત્ર અને સૌથી વધુ યુવાધન જવાબદાર પરિબળ છે.એપલ, એમેઝોન અને સેમસંગ જેવા ટેક જાયન્ટ્સ પણ ભારત અને દક્ષિણપૂર્વ એશિયામાં ઉત્પાદન માટે સ્થળાંતર કરી રહ્યાં છે. વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચેના વધતા જતા તણાવને કારણે તેઓ આ પગલું ભરી રહ્યા છે.

2.ક્વાડ મેમ્બરશીપ

Quadrilateral Security Dialogue (Quad)માં સભ્ય તરીકે ભારતનું મહત્વ વધ્યું છે, સાથે યુએસ, ઓસ્ટ્રેલિયા અને જાપાન જેવા દેશો સાથે જૂથબંધી પણ નોંધપાત્ર છે.

Screenshot 1 1
3. ઓછામાં ઓછા ખર્ચ સાથે ઇન્ટરનેટ સેવા

દેશમાં ઇન્ટરનેટ વપરાશકારો વિશ્વની સૌથી ઓછી ખર્ચાળ ઇન્ટરનેટ સેવા ભારતમાં મળે છે. 2016માં, રિલાયન્સ જિઓએ તેના બધા વપરાશકર્તાઓ માટે મફત 4G ઇન્ટરનેટ સેવા શરૂ કરી. આનાથી મોબાઈલ ગ્રાહકોની સંખ્યા અને વપરાશ બેગણો થયો. ઇન્ટરનેટનો વપરાશ વધ્યો. વર્ષ 2020 સુધીમાં લગભગ 50% વસ્તી ઇન્ટરનેટ વાપરતી થઈ ગઈ જે 2010માં આંકડો 10%એ હતો. ત્યારબાદ, ઇ-કોમર્સ માર્કેટમાં પણ વપરાશકર્તાઓમાં ઉછાળો જોવા મળ્યો. વર્ષ 2027 સુધીમાં આ ઉધોગની કુલ કિમંત વધીને 200 અબજ ડોલર થવાની અપેક્ષા છે, જે હાલ 64 અબજ ડોલર છે.

4 ટેક્નોલોજી ક્ષેત્રમાં મોટાં રોકાણ

હિનરીચના એક રિપોર્ટ મુજબ, યુએસ, યુરોપિયન યુનિયન (ઇયુ), તાઇવાન અને જાપાન ટેક્નોલોજી ક્ષેત્રમાં ભારતના સૌથી મોટા વિદેશી રોકાણકારો છે.
ભારત ઈ-કોમેર્સ સેવાઓ, કમ્પ્યુટર હાર્ડવેર, સોફ્ટવેર અને ટેલિકોમ્યુનિકેશન, જેવા સેક્ટરોમાં રોકાણની બાબતે ટોચની કક્ષાનું પ્રતિનિધિત્વ કરે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે વિશ્વની મોટાભાગની ટેકનોલોજી કંપનીઓ ભારતમાં પહેલેથી જ નોંધપાત્ર હાજરી ધરાવે છે.
સ્થાનિક બજારમાં ઉત્પાદન ક્ષમતા વધારવાનું સરકારનું લક્ષ્ય છે જેને પૂરું પાડવા અને વ્યૂહાત્મક રીતે દેશમાં સીધું વિદેશી મૂડી રોકાણ(એફડીઆઈ) અને વૈશ્વિક કંપનીઓ પોતાની ટેકનોલોજી સાથે ભારતમાં સ્થાનાંતરણ કરે એવી આશા છે.

Screenshot 2
5. સ્માર્ટફોન: ટેકનોલોજી મેન્યુફેક્ચરિંગની એક મહત્વની યોજના

પ્રોડક્શન-લાઇન પ્રોત્સાહન યોજના હેઠળ, સરકારે 2025 સુધીમાં દેશમાં એક અબજ સ્માર્ટફોન બનાવવાનું લક્ષ્ય સેવ્યું છે. ભારતે તાજેતરમાં જ વિયેટનામને પાછળ છોડી વિશ્વમાં સ્માર્ટફોનનું સૌથી મોટો ઉત્પાદક દેશ બન્યો છે. જો કે, હાલ ચીન આ બાબતે વિશ્વમાં મોખરે છે.

Screenshot 3
ટેકનોલોજી મેન્યુફેક્ચરિંગથી ભારતીય કંપનીઓ પોતાની સ્વદેશી બ્રાન્ડ બનાવી વિશ્વભરમાં સપ્લાય કરશે અને દેશ-વિદેશમાં ચાઇનીઝ માર્કેટ સાથે સીધી હરીફાઈમાં સક્ષમ બનશે.

6. ડિજિટલ લેન્ડસ્કેપ

ભારતે ટેકનોલોજીની પરાક્રમતાનું વલણ આધાર કાર્ડ લાવી રજૂ કર્યું છે. વિશ્વની સૌથી મોટી બાયમેટ્રિક આઈડી સિસ્ટમ -આધારને અમલમાં મૂકી પોતાની ડિજિટલ તાકાત વિશ્વ સમક્ષ મૂકી છે. આ ઉપરાંત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત વિશ્વની સૌથી મોટી ફિનટેક તેજીની શરૂઆત કરી રહ્યું છે. ફિનટેક એટલે કે ફિનાન્શિયલ ટેકનોલોજી. નાણાંકીય વ્યવહારોમાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ થશે. McKinseyના મતે, ફીનટેચ સંચાલિત સેવાઓ વર્ષ 2025 સુધીમાં 170 અબજ ડોલરની થઈ શકે છે.

7. નવા ઉત્પાદને પ્રોત્સાહનો

પાછલા કેટલાક વર્ષોમાં, કેન્દ્રએ દેશના વ્યવસાયિક લેન્ડસ્કેપને સુધારવા અને તેને મજબૂત બનાવવા માટે ઘણા નીતિ-આધારિત ફેરફારો રજૂ કર્યા છે. છેલ્લા 3 વર્ષમાં, ભારતની Eassy Of Doing પદ્ધતિથી બિઝનેસ રેન્કિંગમાં 100મા સ્થાનેથી 63માં સ્થાને પોહ્ચ્યો છે.

Screenshot 4

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.