Abtak Media Google News

મોદી સરકારની ૩૦મીએતાજપોશી: દેશવિદેશના મહાનુભાવો બનશે સાક્ષી

૧૭મી લોકસભાની ચૂંટણીના તાજેતરમાં આવેલા પરિણામોમાં દેશભરમાં ‘મોદી સુનામી’ જોવા મળી હતી. મતદારોએ આપેલા પ્રચંડ જનાદેશ બાદ વડાપ્રધાન મોદી સૌ પ્રથમ પોતાના ગૃહરાજય ગુજરાતનાં આગેવાનો, કાર્યકરોનો આભાર માનવા એક દિવસની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદમાં યોજાયેલા એક અભિવાદન સભામાં મોદીએ આવતા પાંચ વર્ષમાં ભારત ‘વિશ્વગુરૂ’ હશે તેવો દ્દઢ સંકલ્પ વ્યકત કર્યો હતો. બીજી તરફ આગામી ૩૦મીની સાંજે ૭ વાગ્યે વડાપ્રધાન મોદીની બીજી વખત થનારી શપથવિધિની તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ શપથવિધિમાં દેશ-વિદેશનાં સેંકડો મહાનુભાવો ઉપસ્થિત રહેનારા છે.

દેશમાં મળેલા પ્રચંડ જનાદેશ બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌ પ્રથમ તેના ગૃહરાજય ગુજરાતની ટુંકી મુલાકાતે આવ્યા હતા. અમદાવાદના ખાનપૂરમાં આવેલા ભાજપ કાર્યાલય પાસે એક વિશાળ અભિવાદન સભા યોજાઈ હતી. આ અભિવાદન સભામાં પોતાને પ્રચંડ વિજય અપાવનારા ભાજપી આગેવાનો-કાર્યકરોનો આભાર માનતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતુ કે આ વિશાળ વિજયથી આપણા પર મોટી જવાબદારી આવી છે. આ જવાબદારીને પૂર્ણ કરીને દેશમા ચાલી રહેલી વિકાસ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવામાં આવશે આ વિકાસગાથા દ્વારા આગામી પાંચ વર્ષમાં ભારત ફરીથી ‘વિશ્વગુરૂ’ બની જશે તેવો સંકલ્પ વ્યકત કર્યો હતો.

આ વિજય હાંસલ કર્યા બાદ આપણે નમ્રતા, શિસ્ત અને વિનમ્રતાથી લોક કાર્યો કરીને વિકાસ ઝડપી બનાવવાનો છષ તેમ જણાવીને મોદીએ આગામી પાંચ વર્ષ માત્ર ગુજરાત જ નહી પણ સમગ્ર વિશ્વ માટે નિર્ણાયક બને મહત્વપૂર્ણ બની રહેશે તેમ ઉમેર્યું હતુ મોદીએ સુરતમાં બનેલી આગ દુઘર્ટનામાં મૃત્યુને ભેટેલા વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનૂભૂતિ વ્યકત કરીને આવા બનાવો ફરીથી ન બને તે માટે રાજય સરકારે ડીઝાસ્ટર ઓડીટ શરૂ કર્યું હોવાનું જણાવ્યું હતુ આ અભિવાદનસભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતુ આ સભામાં કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી વગેરે ભાજપી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વની સૌથી મોટી લોકશાહીના માનાયક નરેન્દ્ર મોદી ૨૦૧૪થી પણ વધુ જનાધાર મેળવીને પ્રચંડ બહુમતી સાથે ભારતના ઈતિહાસમાં પોતાના નામે એક આગવો ઈતિહાસ રચ્યો છે. જવાહરલાલ નહેરૂઈન્દિરા ગાંધી પછી એવા ત્રીજા અને પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન બન્યા છે કે જેણે પાંચ વર્ષ શાસન કર્યા બાદ પૂન: કાર્યકાળ શરૂ કરવા જઈ રહ્યા છે. ભારતના રાજદ્વારી ઈતિહાસમાં આલેકનારી આ ઐતિહાસીક ઘટનામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ ભવન ખાતે ૩૦મી મેએ શપથ લેવડાવશે સાથે સાથે મંત્રી મંડળના અનેક સભ્યો પણ શપથ લેનાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં રચાનારી દેશની ૧૭મી લોકસભાની સરકારમાં કોને કોને મંત્રી તરીકે સામેલ કરવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ભાજપને પ્રથમવાર પ્રચંડ જનાધશર અપાવનાર પશ્ર્ચિમ બંગાળનાં કોઈ સાંસદને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવે તેવું નિશ્ર્ચિત માનવામાં આવે છે. નવી સરકારની રચના માટેની કવાયત પરિણામની જાહેરાત સાથે જ થઈ ગઈ હતી.

૨૩મી મેએ જ ૩૦૦થી વધુનો આંકડો પાર કરનારા એનડીએને પૂન: સત્તા પ્રાપ્ત નિશ્ચિત બની હતી નરેન્દ્ર મોદીએ એનડીએના નેતા તરીકે ચૂંટાયા બાદ શનિવારે જ સરકાર રચવાનો દાવો કરી દીધો હતો. એનહીએના સાથી સભ્યોએ ભાજપને બિન શરતી ટેકો આપ્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતુ કે રાષ્ટ્રએ ખૂબજ મોટી જવાબદારી અને લક્ષ્ય આપ્યું છે. સરકારને સૌને સાથે રાખીને પ્રજાની અપેક્ષાઓને ન્યાય આપવા કામ કરવાનું છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા વડાપ્રધાન અને સાથી મંત્રીઓને ૩૦મે ના રોજ સાંજે સાત વાગ્યે શપથ માટેની જાહેરાતથી તૈયારીઓ આરંભી દેવામાં અવી છે.

૧૭મી લોકસભાનાં ગઠન અને વડાપ્રધાન અને મંત્રીઓનાં શપથવિધિના કાર્યક્રમમાં વડાપ્રધાનના ૨૦૧૪ના શપથવિધિ સમારંભની જેમ જ આંતરાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહે તેવી શકયતાઓ સેવાય રહી છે. ગયા વખતે વડાપ્રધાનની શપથવિધિમાં અનેક વિદેશી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતુ જોકે આ વખતે નરેન્દ્ર મોદીના કયા વિદેશી મહાનુભાવ મિત્રોને આમંત્રીત કરાય છે.

તે હજુ નકકી નથી. આ વખતના જનાધારમા એનડીએનાં ૫૪૩માંથી ૩૫૩ બેઠકો મળી છે. જેમાં ૩૦૩ તો ભાજપની જ છે. નવી સરકારમાં રાજનાથસિંગ, નિતિન ગડકરી, નિર્મલા સિતારામન રવિશંકર પ્રસાદ, પિયુષ ગોયેલ, નરેન્દ્ર સિંહ તોમર, પ્રકાશ જાવડેકર, રાહુલને પરાજીત કરીને જાયન્ટ કિલર બનેલા સ્મૃતિ ઈરાનીને પક્ષને સારો જનાધાર આપનાર પશ્ર્ચિમ બંગાળના કોઈ સાંસદને વડાપ્રધાન મોદી સાથે મંત્રીપદના શપથ લેવડાવવામાં આવે તેવી સંભાવના સેવાયહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પૂન: સત્તા પ્રાપ્તીએ દક્ષિણ એશિયા સહિત સમગ્ર વિશ્વના રાજકીય ક્ષેત્રે ભારતની વ્યુહાત્મક જવાબદારી અને પ્રભાવનો એક નવો માહોલ ઉભો થયો છે. પાકિસ્તાન સહિતના પાડોશી અને માલદીવ જેવા વિકસી રહેલા રાષ્ટ્રો માટે શાંતિના હિમાયતી અને વિશ્વની સૌથી મોટી ત્રીજા નંબરની સૈન્ય શકિત ધરાવતા ભારત સાથે દોસ્તીના વ્યવહારોની અપેક્ષાઓ ઉજાગર થાય છે. વડાપ્રધાન મોદીને વિજય બદલ અભિનંદન અંગેના પાક. વડાપ્રધાન ઈમરાનખાન સાથેની ટેલીફોનીક વાતચીતમાં વડાપ્રધાને વિશ્વ શાંતિ માટે ભારત વિશ્વાસ અને આતંક મુકત વાતાવરણના હિમાયતી હોવાની ખાતરી આપી હતી.

પાક વડાપ્રધાન ઈમરાન ખાને ૨૩મી મેનાભવ્ય વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેલીફોન પર વિજયના વધામણા આપી દક્ષિણ એશિયા પ્રદેશમાં શાંતિની અપેક્ષા સેવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મત વ્યકત કર્યો હતો કે ભારત વિશ્વ શાંતિ માયે આતંકવાદ અને હિંસામુકત વાતાવરણનાં હિમાયતી છે. અને પ્રદેશની શાંતિ અને સમૃધ્ધિ માટે હંમેશા તત્પર રહેશે. તેમણે પોતાની બીજી ટર્મમાં નવી દિલ્હી અને ઈસ્લામાબાદ વચ્ચે સોહાદપૂર્ણ સંબંધની હિમાયત કરી હતી બાલકોટમાં જૈસે મોહમ્મદના ખાતમાં બાદ પ્રથમવાર નરેન્દ્ર મોદી અને ઈમરાન ખાન વચ્ચે સીધી ટેલીફોનીક વાત થઈ હતી.

૨૦૧૪ની જેમ પાડોશી સાથેનો નાતો મજબૂત  કરવા ‘માલદીવ’ની યાત્રા શરૂ કરશે મોદી

૩૦મીએ બીજી ટર્મ માટે વડાપ્રધાન બનીને નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસનો પ્રારંભ માલદીવથી કરશે. માલદીવ એક એવું મિત્ર પાડોશી રાષ્ટ્ર છે કે જયાં વડાપ્રધાન મોદીએ તેનાં પ્રથમ ટર્મનાં પાંચ વર્ષ દરમિયાન પ્રવાસ કર્યો નથી. વડાપ્રધાન આવતા જુન મહિનામાં માલદિવની મુલાકાત લે તેવી સંભાવના સેવાઈ રહી છે. જોકે નવીદિલ્હીએ હજુ આ પ્રવાસ અંગેની કોઈ પુષ્ટિ કરી નથી પરંતુ સંભવિત રીતે આવતા અઠવાડિયે આ જાહેરાત થાય તેવી શકયતા વ્યકત કરી છે.

૨૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા, બ્રિટન, ચીન જેવા મોટા રાષ્ટ્રોની મુલાકાતથી પોતાનાં વિદેશ પ્રવાસનો પ્રારંભ કરવાના બદલે હિમાલયની ગોદમાં વસેલા ટચુકડા એવા મિત્ર રાષ્ટ્રભુતાનની મુલાકાત લઈ પ્રથમ સગો પાડોશીની નીતિને ઉજાગર કરી હતી. વડાપ્રધાન જુનમાં કઝાકિસ્તાનમાં યોજાનારી શિખર બેઠકમાં ભાગ લેવા જનારા છે. વડાપ્રધાને માલદિવની મુલાકાતની તૈયારીઓ સાથે ભારતની સમૃદ્ધિક રણનીતિને અગ્રતા આપવાના સંકેતો આપ્યા છે. દેશની સુરક્ષા માટે જળસીમાની સજાગતા પર ભારત ગંભીર છે. માલદિવમાં સરકારની મદદથી દરિયાકાંઠા પર સતત નજર રાખવા માટે કોસ્ટલ રડારની સ્થાપના કરી દરિયાઈ સીમા સુરક્ષા ક્ષેત્રને ચીનની સામે સતર્ક કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

માલદિવની મુલાકાતની પ્રથમ પસંદગી ભારતની દરિયાઈ સુરક્ષા માટે મહત્વની માનવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ભારત માલદિવ સંબંધે વધુ ધનિષ્ઠ બનાવાયા છે. ચીનનાં વધતા જતા પ્રભુત્વ સામે ભારત તરફ માલદિવના વડાપ્રધાન અબ્દુલ્લા યામિનનો ઝુકાવ વઘ્યો છે. માલદિવ અને શ્રીલંકા ભારત સાથેની મૈત્રી મુજબ બનાવવા માટે ઉત્સુક બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈસ્ટર હુમલાનો ભોગ બનેલા શ્રીલંકાની દિલસોજી માટે પણ મુલાકાત લે એવું જાણવા મળ્યું છે.

માલદિવના સૌથી મોટા મુસ્લિમ સંગઠન જમીયતે ઉલમાએ હિન્દએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભવ્ય વિજય બદલ શુભકામનાઓ પાઠવીને લઘુમતિનાં હિતોને વધુ ઉજાગર કરવાની આશા સેવી હતી. જમીયતનાં મુખ્ય સચિવ મૌલાના મદનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારી લઘુમતિઓનાં શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રને સુદ્રઢ બનાવવાની દિશામાં સરકાર ધ્યાન આપશે તેવી આશા સેવી છે. વડાપ્રધાનનાં વિદેશ પ્રવાસનો પ્રારંભ માલદિવથી થઈ રહ્યો છે ત્યારે ભારત હવે દરિયાઈ સીમા સુરક્ષા અને ખાસ કરીને ચીનનાં વિસ્તાર બાદ સામે સચોટ બન્યાનાં અણસાર મળ્યા છે.

પ્રજાના પ્રચંડ વિશ્વાસની ‘શક્તિ’ પૂરવા ‘માઁ’ના આશિર્વાદ લીધા!

Pm Modi Meets Mother In Gandhinagar Seeks

‘ચાય પે ચર્ચા!’ પક્ષની નાની ઓરડીથી લઇ વડાપ્રધાન  સુધીની સફર: મોદી જૂની યાદોથી ભાવુક બન્યાModi Visits Party Office From Where He Operated Initially And Learnt A Lot

તાજેતરમાં દેશભરમાંથી મળેલા પ્રચંડ જનાદેશ બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગઈકાલે સૌ પ્રથમ પોતાના ગુહરાજય ગુજરાતની ટુંકી મુલાકાતે આવ્યા હતા. અમદાવાદના ખાનપૂરમાં અભિવાદન સભાને સંબોધ્યા બાદ મોદીએ ભાજપના ખાનપૂર કાર્યાલયની મુલાકાત લીધી હતી. કાર્યાલયની મુલાકાત દરમ્યાન પાર્ટીના ઉચ્ચ આગેવાનો સાથે ‘ચાય -પે ચર્ચા’ કરતા મોદીએ આ કાર્યાલય સાથેના પોતાના જૂના સંસ્મરણોને યાદ કરીને ભાવુક બની ગયા હતા. મોદીએ કાર્યાલયમાં લગભગ ૨૦ મીનીટ જેવો સમય આપ્યો હતો.

ખાનપૂરમાં આવેલા ભાજપના જૂના પ્રદેશ કાર્યાલયની વડાપ્રધાન મોદીએ મુલાકાત દરમ્યાન પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પૂર્વ પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ પરસોતમ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ સાથે નિરાંતની પળો માણી હતી. આ આગેવાનો સાથે ‘ચાય-પે-ચર્ચા’ કરતા નરેન્દ્રભાઈએ કાર્યાલય સાથે જોડાયેલી પોતાની જૂની યાદોને તાજી કરી હતી તેમણે ભાવુક થઈને જણાવ્યું હતુકે કાર્યાલયના એક નાનકડા રૂમમાં રહીને સંગઠ્ઠનનું કામ કરતા કરતા ઘણુ શીખ્યા છે. આ કાર્યાલયમાંથી મળેલી રાજકીય શીખોને કારણે તેઓ મોટી જવાબદારી સ્વીકારતા થયાનું મોદીએ જણાવ્યું હતુ.

મારી યુવાનીના મોટાભાગના દિવસો આ કાર્યાલયમાં વિતાવ્યા છે. દરરોજ સાંજે ભાજપના પીઢ નેતા સ્વ. અશોકભાઈ ભટ્ટ માટે ‘દાળવડા’ લેવા માટે પણ હું જતો હતો. મારા ટેબલમાં હંમેશા સીંગ દાળીયા રહેતા હતા. વિવિધ અખબારો અને ટીવી ચેનલના પત્રકારો સમાચાર માટે મને મળતા ત્યારે અમો નિયમિત સાથે ચા પીતા હતા તેમ જણાવીને મોદીએ ઉમેર્યું હતુ કે અહીથી મને સંગઠ્ઠનના સંસ્કાર મળ્યા છે. અહીના નાના ઓરડામાથી પ્રાપ્ત થયેલી આ સંગઠનાત્મક કુશળતાના કારણે જ મોટી જવાબદારી ઉપાડીને વડાપ્રધાન પદ સુધી પહોચ્યો છું.

રાજયનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ ચર્ચા દરમ્યાન પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ ૧૯૮૭માં અમદાવાદ મહાનગરપાલીકાની ચૂંટણીમાં પાર્ટીને વિજય અપાવવા માટે કરેલી ભગીરથ કામગીરીને યાદ અપાવી હતી મોદીએ એકલે હાથે આ ચૂંટણીનું સંચાલન કરીને ભાજપને મહાનગરપાલીકા ચૂંટણીમાં વિજય અપાવ્યાની જૂની યાદોને તાજી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી લાંબા સમય સુધી ખાનપૂર કાર્યાલયના એક નાના ઓરડામાં રહેતા હતા. આ પહેલા અભિવાદન સભાને સંબોધતા મોદીએ જણાવ્યું હતુ કે મને યાદ છે કે ૨૦૧૨માં વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ વિજય રેલી માટે ખાનપૂર કાર્યાલયે આવ્યો હતો. જેના સાત વર્ષ બાદ આજે કાર્યાલયની મુલાકાતે આવ્યો છું.

ઇમરાન સામેશરતીદોસ્તીનો હાથ લંબાવતા મોદી

Pm Imran Khan

ઇમરાન ખાને વડાપ્રધાન સાથે વાત કરીને બન્ને દેશો વચ્ચે પરસ્પરના સંવાદથી અનેક ચાવીરુપ મુદ્દાઓની મંત્રાણા માટે આશા સેવી હતી. પોતાનો મત સ્પષ્ટ કરતાં આતંકવાદના આત્મા અને હિંસાના માહોલના અંત માટે સંવાદના દરવાજા ખુલ્લા હોવાનું જણાવીને આતંકવાદ અને ખાસ કરીને કાશ્મીર ખીણમાં પાક પ્રેરિત તત્વોની હિંસા અટકાવવા માટે તમામ પ્રયત્નો માટે તૈયારી દર્શાવી છે.

પાકિસ્તાન વિદેશી મંત્રાલયના પ્રવકતાએ દક્ષિણ એશીયાની શાંત માટે ઇમરાન ખાનની નરેન્દ્ર મોદીની સાથેની વાતચીતને ટાંકતા જણાવ્યું હતું કે બન્ને નેતાઓ વચ્ચે મોદીના ર૩મીનો મહાવિજય અંગે ઉમળકા ભરી વાતચિંત થઇ હતી. નરેન્દ્ર મોદી અને ઇમરાન ખાન સંભવિત રીતે બિસ્કેકમાં યોજાનારી બેઠકમાં પરસ્પરને મળશે. પાકિસ્તાન વિદેશ મંત્રી શાહ મેહમુદે જણાવ્યું હતું કે તેમણે અગાઉ સુષ્મા સ્વરાજને ગયા વર્ષે જ આતંકવાદ જેવા મુદ્દાઓ સહીત મહત્વના વિષયો પર બન્ને દેશો વચ્ચે વિદેશમંત્રી સ્તરની બેઠક માટે વાતચીત કરી હતી.

ભારત સરકાર આ વર્ષે યોજાનારા જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચુંટણી પર પુરતુ ઘ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. વડાપ્રધાનની શપથ વિધી ૩૦મી મેના બાદ ભારતનું સૈન્ય આતંકવાદ સામે નવેસરથી કાર્યવાહી માટે મેદાનમાં આવશે. રવિવારે  માલદીવ પ્રમુખ મોહમ્મદ નશીદ, નેપાલના પૂર્વ વડાપ્રધાન માધવ, સાઉદીના પાટલી મોહમ્મદ બીન સલમાન, કતારના શેખ તમામ બીન એહમદ, જર્મનીના સાંસદ એન્જેલા મરકલ: બ્રિટીશ વડાપ્રધાન અને શ્રીલંકાના પૂર્વ પ્રમુખએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવી. ભારતની શાંતિ પ્રક્રિયા દક્ષિણ એશીયામાં ફળદાયી નીવડે એવી શુભેચ્છા પાઠવી છે. નરેન્દ્ર મોદીએ પણ ભારતના વિશ્વશાંતિના પ્રયાસો અને ખાસ કરીને આતંકવાદના ખાત્મો માટેની પ્રતિબઘ્ધતા વ્યકત કરી પાકિસ્તાન સહીતની દેશોને ભારત તરફથી વિશ્ર્વાસ અને આતંકવાદ મુકત વાતાવરણ માટે તમામ પ્રકારનો સહયોગ આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.