- લિથિયમ સહિતના દુર્લભ ખનીજોની વધતી જતી માંગ વચ્ચે ભારત હવે દુર્લભ ખનીજોના ખનનમાં આત્મનિર્ભર બનવા સજજ
- ભારત સરકાર દ્વારા સૌપ્રથમવાર દરિયાના પેટાળમાંથી કીમતી ખનીજો ના ખનન માટે પીપીપી ધોરણે 13જેટલા બ્લોક ની હરાજી કરી લિથિયમ સહિતના કિંમતી ખનીજ બહાર લઈ આવવાની કવાયત હાથ ધરી છે.
કેન્દ્ર સરકારના કોલસા અને આ મંત્રાલય દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ હાઇટેક એનર્જી ટ્રાન્ઝિસ્ટન્ટ સાથે ઊંડા પાણીના ખનન માટેની સવલત ધરાવતી કંપનીઓ પાસેથી પીપીપી ધોરણે ખનન માટે ની ઓફરો મંગાવી છે, અત્યારે વિશ્વ સ્તરે દરિયાના પેટાળમાંથી ખનીજ ખનન માટે ચીન, જાપાન, નોર્વે, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, પપુવા,ન્યુગીની, નામીબીયા જેવા દેશો મોખરે છે. આ દિવસોની હરોળમાં આવે ભારત પણ આવી જશે ,અને પ્રથમ તબક્કામાં દરિયાના પેટાળમાં 13બ્લોકમાંથી લિથિયમ જેવા દુર્લભ ખનીજો સહિતના ખનીજો નું ખનન કરવામાં આવશે, ભારતમાં દુર્લભ ખનીજોની માંગ દિવસે દિવસે વધી રહી છે ત્યારે આવા ખનીજો માટે ભારત હવે આત્મનિર્ભર બનવા કવાયતમાં લાગી ગયું છે,
પૃથ્વીનાઅપતટીય વિસ્તારોમાં પ્રાદેશિક પાણી, ખંડીય છાજલી વિસ્તારના દરિયાના પેટાળમાં કીમતી ખનીજ ધરબાયેલું તે વિસ્તારમાં ભારતનો સમાવેશ થાય છે હવે ભારતને દરિયાના પેટાળમાં ધરબાયેલા ખનીજ નો લાભ મળશે,
ખાણ સચિવ વીએલકાંથા રાવે જણાવ્યું હતું કે સરકાર આ દરિયાના પેટાળમાંથી ખનીજ ખનન માટે ખાનગી ભાગીદારોને તક આપીને બ્લોક પીપીપી ધોરણે શરૂ કરવામાં આવશે, આવનાર દિવસોમાં દરિયાના પેટાળમાંથી નીકળતા લિથિયમ સહિતના ખનીજ ખનનમાં ભારત ચીન અને નોર્વે સહિતના દેશો ની બરાબરી કરતું થઈ જશે