- જમ્મુ અને કાશ્મીરથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સુધી પાણી વાળવા નવી 113 કિમિ કેનાલનું નેટવર્ક સ્થપાશે
- ત્રણ વર્ષમાં નહેરો દ્વારા રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં સિંધુનું પાણી લઈ જવાશે, પાકિસ્તાનને પાણીના એક ટીપા માટે તડપવું પડશે : અમિત શાહ
પાકિસ્તાન સાથેના તણાવ બાદ ભારતે સિંધુ નદીનું પાણી પાકિસ્તાન જતું અટકાવ્યું છે. હવે આ પાણીનો યોગ્ય ઉપયોગ થાય તે માટે સરકારે કામ શરૂ કરી દીધું છે. જેમાં 113 કિલોમીટર લાંબી નહેર માટે અભ્યાસ ચાલી રહ્યો છે, જે જમ્મુ અને કાશ્મીરથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાન તરફના વધારાના પ્રવાહને વાળશે. આ નહેર ચેનાબને રાવી-બિયાસ-સતલજ પ્રણાલી સાથે જોડશે.
આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સિંધુ જળ સંધિ હેઠળ ભારતના હિસ્સાને શ્રેષ્ઠ બનાવવાનો છે, જેથી પૂર્વીય (રાવી, બિયાસ, સતલજ) અને પશ્ચિમી (સિંધુ, ઝેલમ, ચેનાબ) નદીઓનો વધુ સારો ઉપયોગ સુનિશ્ચિત કરી શકાય અને પાકિસ્તાનમાં વધારાના પ્રવાહને અટકાવી શકાય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે પચમઢીમાં ભાજપ પ્રશિક્ષણ સત્ર દરમિયાન આ મોટી યોજનાનો સંકેત આપ્યો હતો. “ત્રણ વર્ષમાં નહેરો દ્વારા રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં સિંધુનું પાણી લઈ જવામાં આવશે,” તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાનને “પાણીના દરેક ટીપા માટે તડપવું પડશે.”
સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રસ્તાવિત નહેર નેટવર્ક જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં 13 હાલના નહેર માળખાને જોડશે, જે આખરે ઇન્દિરા ગાંધી નહેર પ્રણાલીમાં પાણી ભરશે. “જમ્મુ અને કાશ્મીરથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાન તરફ વધારાના પ્રવાહને પુન:દિશામાન કરવાથી પ્રાદેશિક પાણીની ઉપલબ્ધતાને સંતુલિત કરવામાં મદદ મળી શકે છે,” તેમ ઉત્તમ સિંહાએ જણાવ્યું હતું. કઠુઆ જિલ્લામાં વર્ષોથી પડતર બહુહેતુક પ્રોજેક્ટ પણ પુનજીર્વિત થઈ રહ્યો છે. ઉઝ નીચે બીજી રાવી-બિયાસ લિંક, જે અગાઉ વધારાનું રાવી પાણી પાકિસ્તાનમાં વહેતું અટકાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું, તે હવે મોટી નહેર પહેલનો ભાગ હશે. તેમાં બિયાસ બેસિનમાં પાણી ટ્રાન્સફર કરવા માટે બેરેજ અને ટનલનો સમાવેશ થશે. ઉઝ એ રાવીની ઉપનદી છે.
આને સરળ બનાવવા માટે, કેન્દ્ર રણબીર નહેરની લંબાઈ 60 કિમીથી વધારીને 120 કિમી કરવા અને શક્યતા મૂલ્યાંકનના આધારે પ્રતાપ નહેરનો સંપૂર્ણ ઉપયોગ કરવાનું પણ વિચારી રહ્યું છે.સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રસ્તાવિત નહેર નેટવર્ક જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં 13 હાલના નહેર માળખાને જોડશે, જે આખરે ઇન્દિરા ગાંધી નહેર પ્રણાલીમાં પ્રવેશ કરશે. “જમ્મુ અને કાશ્મીરથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાન તરફ વધારાના પ્રવાહને પુન:દિશામાન કરવાથી પ્રાદેશિક પાણીની ઉપલબ્ધતાને સંતુલિત કરવામાં મદદ મળી શકે છે,” મનોહર પારિકર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસના સિનિયર ફેલો ઉત્તમ સિંહાએ જણાવ્યું હતું. “આ આંતરિક પુન:વિતરણ આબોહવા પરિવર્તનશીલતા અને બદલાતા વરસાદના પેટર્નનો સામનો કરવા માટે ભારતની પાણીની સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવશે.”
આ પહેલો ચેનાબ પર બગલીહાર અને સલાલ હાઇડ્રો પ્રોજેક્ટ્સમાં જળાશયોની સફાઈ જેવા ચાલુ ટૂંકા ગાળાના પગલાંમાં ઉમેરો કરે છે. અહેવાલ મુજબ, ભારત સિંધુ પ્રણાલીમાં તેના હિસ્સાનો વધુ સારી રીતે ઉપયોગ કરવા માટે પાકલ દુલ (1,000 મેગાવોટ), રાતલે (850 મેગાવોટ), કિરુ (624 મેગાવોટ) અને ક્વાર (540 મેગાવોટ) – જેવા અનેક હાઇડ્રોપાવર પ્લાન્ટ્સ પર કામ ઝડપી બનાવી રહ્યું છે.