Abtak Media Google News

બીજી વન-ડેમાં પણ કોહલી રમશે કે કેમ તે અનિશ્ચિત: સાંજે 5:30થી મેચનો પ્રારંભ

આજે ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે બીજી વન-ડે મેચ રમાશે. મેચ ભારતીય સમયાનુસાર સાંજે સાડા પાંચ વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વનડે જીતીને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આવી સ્થિતિમાં બીજી મેચ જીતીને ટીમ ઈન્ડિયાની નજર સીરીઝ પર કબ્જો કરવા પર રહેશે. ભારત પાસે ઘણા મેચ વિનર ખેલાડીઓ છે. કેપ્ટન રોહિત શર્મા બીજી T20 મેચ જીતવા માટે ટીમમાં મોટા ફેરફાર કરી શકે છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં 10 વિકેટે ધમાકેદાર જીત મેળવી હતી. નોંધનીય છે કે આજની મેચમાં વિરાટ કોહલીનું રમવાનું અનિશ્વિત છે. કોહલી ઇજાના કારણે પ્રથમ વન-ડે રમી શક્યો નહોતો.

જોકે કોહલી આજની મેચ રમશે કે નહી તેને લઇને કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.ઈંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં રોહિત શર્મા અને શિખર ધવને શાનદાર રમત બતાવી હતી. આવી સ્થિતિમાં તેઓ ઓપનિંગ કરશે. પ્રથમ મેચમાં બંનેએ સદીની ભાગીદારી નોંધાવી હતી. જો વિરાટ કોહલી ફિટ થશે તો તે ત્રીજા નંબર પર ઉતરશે. અન્યથા સૂર્યકુમાર યાદવને તક આપવામાં આવી શકે છે.

વિરાટ કોહલી લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી તે ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં સદી ફટકારી શક્યો નથી.ઋષભ પંત વિકેટકીપરની જવાબદારી નિભાવતો જોવા મળશે. હાલમાં, પંત ત્રણેય ફોર્મેટમાં ભારતનો નંબર વન વિકેટ કીપર બેટ્સમેન છે. સૂર્યકુમાર યાદવને પાંચમા નંબર પર તક મળી શકે છે. સૂર્યકુમાર યાદવે ટી20 મેચમાં તોફાની બેટિંગ કરી હતી.

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છઠ્ઠા નંબર પર ઉતરશે તે નિશ્ચિત છે. હાર્દિકે પ્રથમ મેચમાં સારી બોલિંગ કરી હતી.આજે ટિમ ઇન્ડિયા સંભવિત રોહિત શર્મા, શિખર ધવન, સૂર્યકુમાર યાદવ/ વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ શમી અને યુઝર્વેન્દ્ર ચહલ આ ખેલાડીઓ સાથે શ્રેણી કબ્જે કરવા રમશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.