Abtak Media Google News

આત્મનિર્ભર ભારતની દેન  સ્વદેશી કોવેક્સિન રસી રેસમાં અવ્વલ, રોગ પ્રતિકારક શક્તિ વધારનાર આ રસી ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના હરીફોની ‘તાકાત’માંપી લેશે

કોરોના મહામારીથી મૂંઝાયેલા વિશ્વને  રસીના આધારની ઉતાવળ છે ત્યારે ભારતની કોવેક્સીન પ્રથમ પરીક્ષામાં સફળ અને અસરકારક સલામત હોવાના અભિપ્રાયો એ ભારત તરફ વિશ્વનું ધ્યાન દોર્યું…

વૈશ્વિક મહામારીનું રૂપ ધારણ કરી લેનાર કોરોના સંક્રમણ થી દુનિયા માં કોઈ પણ વ્યક્તિ બાકી રહેવાની નથી તેવી આશંકા વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ વ્યક્ત કરી છે ત્યારેકોરોના ના ઈલાજ માટે રસી ની શોધ થઈ ચૂકી હોવાના વૈજ્ઞાનિકોના દાવાબાદ ટૂંક સમયમાં રસીઆવશે તેવા આશાવાદ વચ્ચે દુનિયામાં સૌને કોરોના રસી થી સુરક્ષિત થવા માટે “અધીરાઈ જાગી છે

દવા બનાવતી કંપનીઓ વચ્ચે રસી ની માંગ પૂરી પાડવા કરતા અબજોના કારોબારનો વધુમાં વધુ હીસ્સો પોતાને મળે તેવી હરીફાઇ ચાલી રહી છે લાભખાંટવા માટે ગીધળાઓ કાંઈ કાંઈ ના બદલે કોવીડ કોવીડ રહ્યા છે તેમાં પણ દુનિયાભરની કંપનીઓ ભારતની વિશાળ જનસંખ્યા અને ગ્રાહક બનાવી માલદાર થવાના ખ્વાબ જોઈ રહી છે ત્યાં ભારતની પ્રથમ સ્વદેશી રસી મેદાનમાં આવી છે કોઈકસીન વિશ્વની અન્ય રસી કરતા ઉત્પાદન અને પરિણામમાં અત્યારે પાછળ ચાલી રહી છે પણ અસરકારક અને કોરોના ને મહાત કરવાની શક્તિ માં સૌથી વધુ બાહુબલી ગણાય છે ભારતની બાયો ટ્રેન નિષ્ક્રિય સાર્થ બેક્ટેરિયાની મદદથી બનાવવામાં આવી છે જે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારી કોરોના વાયરસને નાશ કરી દેવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અત્યારે વિશ્વભરની કંપનીઓ પોતાનો માલ વેચવા માટે પુરજોશમાં પ્રચાર અને ધંધાની તૈયારી કરી રહી છે ત્યારે આત્મનિર્ભર ભારતના પરિણામ રૂપે ભારતમાં સંપૂર્ણપણે સ્વદેશી રીતે તૈયાર થયેલી રસી ભારતમાં સરળતાથી ઘર ઘર અને જન જન સુધી પહોંચાડી શકાય તે માટે આંતરમાળખાકીય સુવિધાઓ ઉભી કરી સંગ્રહ અને પરિવહન ની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે, શરૂઆતમાં રશિયાની સ્પુટનિક વી ના નિર્માણ અને તેના વિતરણ માટે રશિયાએ ભારતનો સાથ લેવાનું નક્કી કર્યું હતું જાન્યુઆરી સુધીમાં રસી નું આગમન થાય તેવા સંજોગો વચ્ચે ભારતની સ્વદેશી ની તૈયારી થઈ ચૂકી છે ત્યારે રસી ની રસાખેચ માં કો વિકસી ન મેદાન મારી જશે તેવું વાતાવરણ ઊભું થતાં ભારત વધુ એકવાર વૈશ્વિક સ્તરે મેદાન મારી જાય તેવા સંજોગો ઊભા થયા છે જે ખરેખર ભારત માટે ગૌરવની વાત ગણાય અલબત્ત કોરોના ની રસી આવી ગઈ આ બીમારીથી છુટકારો મળી જશે તેવું માનવાનું અત્યારેકોઈ કારણ નથી  કેમ કે કોઈપણ રસી ની સફળતા પરિણામ મળે પછી જ ગણાય, વળી કોરોનાવાયરસ સમય અને વાતાવરણ મુજબ તેની લાક્ષણિકતાઓ બદલી રહ્યું છે ત્યારે  રસીના અસરકારક ઈલાજ ની આશા સે વવી સ્વાભાવિક છે પરંતુ આ રસી  સો ટકા પરિણામ આપશે તે માની લેવું એ જરા વધારે અતિશયોક્તિ ભર્યું ગણાશે, અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના ની રસી માટે રસ્સાખેંચ શરૂ થઈ છે ત્યારે ભારતની સ્વદેશી કોવીકઝિન મેદાન મારી જાય તેવા સંજોગો ઊભા થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.