Abtak Media Google News

દેશના ગોડાઉનો ૫.૬ કરોડ ટન અનાજથી છલકું છલકું: નિકાસ સબસીડી લંબાવાય તો શ્રીલંકા બાંગ્લાદેશ અને સાઉથ-ઇસ્ટ એશિયાના દેશોમાં અનાજની નિકાસ વધશે

ખેત ઉત્પાદનોમાં સબસીડીને લઈને ભારત અને વિશ્વ વ્યાપાર સંગઠન વચ્ચે ઘણા સમયથી ખેંચાખેંચી ચાલી રહી છે. વિશ્વ વેપાર સંગઠનના ટોચના દેશો ભારતની સબસીડી યોજનાઓનો વિરોધ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય વેપાર માળખાનું સંતુલન ભારતની કૃષિ સેકટરની સબસિડીના કારણે પડશે તેવું વિશ્વ વ્યાપાર સંગઠનનું માનવું છે. આવી સ્થિતિમાં જો અનાજની નિકાસ સબસિડી અપાશે તો ભારત પાડોશીના પેટમાં ૪૦ લાખ ટન અનાજ જ આવશે તેવું નિષ્ણાતોનું માનવું છે.

એશિયન દેશોમાં આગામી માર્ચ મહિના સુધીમાં ભારત ચાર મિલિયન ટન એટલે કે અંદાજિત ૪૦ લાખ ટન અનાજ મળશે. સરકારે માર્ચ સુધીમાં પડોશી દક્ષિણ પૂર્વ એશિયન અને પશ્ચિમ એશિયન દેશોમાં ૪૦ લાખ ટન ઘઉંની નિકાસ કરવાની તૈયારી છે, જો સરકાર નિકાસ સબસિડી લંબાવે તો આ નિકાસ થશે.

એક અંદાજ મુજબ ભારતીય નિકાસકારોએ મધ્ય-પૂર્વ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને દક્ષિણ પૂર્વ એશિયાના ગ્રાહકો સાથે આ સીઝનમાં ૨૯ લાખ ટન ઘઉંનો કરાર કર્યો હતો. જોકે, ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ પૂર્વના બજારોમાં ૨.૨ મિલિયન ટન ઘઉંનો પાક લેવાની અપેક્ષા રાખી છે. એશિયા અને મધ્ય પૂર્વએ જાન્યુઆરી-માર્ચ ૨૦૨૧માં ઓસ્ટ્રેલિયાની આવશ્યકતાને આવરી લેવાનું શરૂ કર્યું છે, ભારતીય ઘઉં અન્ય મોટા નિકાસ બજારોમાં અસરકારક રીતે સ્પર્ધા કરવા માટે એફઓબી મૂલ્યો પર લગભગ ૭ થી ૮% ની નિકાસ પ્રોત્સાહનની જરૂર પડશે. જો આવી સહાય ટૂંક સમયમાં લંબાવવામાં આવે તો ભારત આગામી ૪ થી ૫ મહિનામાં ૩૦ લાખ ટન વધારાની નિકાસ કરી શકે છે.

યુક્રેન અને રશિયા સહિતના દેશોમાં ઉત્પાદન ઓછું આવ્યું છે. બીજી તરફ ચીન સહિતના દેશો વૈશ્વિક બજારમાં ખરીદી વધારી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતમાં ઉત્પાદન વધુ થયું હોવાથી નિકાસ માટે ઉજળી તકોનું નિર્માણ થયું છે. તાજેતરમાં જ અનાજના વિકાસ બાબતે મહત્વના કરારો કરવામાં આવ્યા હતા, અત્યાર સુધી બાંગ્લાદેશ ભારતનું સૌથી મોટું ગરાગ રહ્યું છેમ આ ઉપરાંત ઇન્ડોનેશિયા, વિયેતનામ સહિતના દેશો પણ અનાજ ખરીદવા કતારમાં ઉભા છે.ઘણા સમયથી ભારતે ખેતીમાં સબસીડી આપવાની પરંપરા જાળવ્યા બાદ વિશ્વ વેપાર સંગઠનના ટોચના દેશો ભારત સામે વિરોધ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.