Abtak Media Google News

કોપ-26ની ક્લાઈમેટ સમિટમાં વડાપ્રધાન મોદીની જાહેરાત

મોદીની સોલાર પાવર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની વાતમાં બ્રિટિશ વડાપ્રધાને પણ પુરાવ્યો સુર

 

અબતક, નવી દિલ્હી

કોપ 26ની ક્લાઈમેટ સમીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોલાર પાવર ઉપર ભાર મુક્યો હતો. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને પણ મોદીની આ વાતમાં રાગ પુરાવ્યો હતો. મોદીએ જાહેર કર્યું હતું કે  2030 સુધીમાં ભારત સૌર અને અન્ય રિન્યુએબલ એનર્જી દ્વારા વધુ ઉર્જાનું ઉત્પાદન કરશે. પ્રથમ, ભારત તેની બિન-અશ્મિભૂત ઊર્જા ક્ષમતાને 500 જીડબ્લ્યુ સુધી વધારશે અને આપણી ઉર્જાની જરૂરિયાતોના 50 ટકા રિન્યુએબલ સ્ત્રોતોમાંથી પ્રાપ્ત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટોકલેન્ડમાં આયોજિત કોપ-26 ક્લાઈમેટ સમિટમાં સૌર ઊર્જાના ફાયદા અને તેની સાથે સંકળાયેલા પડકારોનો સામનો કરવાની રીતો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે સૌર ઉર્જા સંપૂર્ણપણે સ્વચ્છ અને ટકાઉ છે. પડકાર એ છે કે આ ઉર્જા માત્ર દિવસ દરમિયાન જ મળે છે અને તે મોસમ પર આધાર રાખે છે. આ રીતે, એક વિશ્વ, એક સૂર્ય, એક ગ્રીડ માત્ર એક દિવસમાં સૌર ઊર્જાની ઉપલબ્ધતાના પડકારનો સામનો કરી શકે છે. આનાથી સૌર ઊર્જાની કાર્યક્ષમતા વધી શકે છે.

તેમણે કહ્યું કે વિશ્વવ્યાપી ગ્રીડ દ્વારા સ્વચ્છ ઉર્જા ગમે ત્યાં અને ગમે ત્યારે પ્રસારિત કરી શકાય છે. વડાપ્રધાને સૂર્ય ઉપનિષદને ટાંકીને કહ્યું, દરેક વસ્તુનો જન્મ સૂર્યમાંથી થયો છે, સૂર્ય એ ઊર્જાનો એકમાત્ર સ્ત્રોત છે અને સૌર ઉર્જા દરેક વસ્તુનું ધ્યાન રાખી શકે છે. તેમણે કહ્યું, ઇસરો ટૂંક સમયમાં વિશ્વને સૌર ઉર્જા કેલ્ક્યુલેટર પ્રદાન કરશે, જે વિશ્વના કોઈપણ ક્ષેત્રની સૌર ઉર્જા ક્ષમતાને માપી શકે છે. આ એપ્લીકેશન સૌર પ્રોજેક્ટ શોધવામાં અને ‘વન સન, વન વર્લ્ડ એન્ડ વન ગ્રીડ’ને મજબૂત કરવામાં ઉપયોગી થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, અશ્મિભૂત ઇંધણે ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન ઘણા દેશોને સમૃદ્ધ બનવાની પ્રેરણા આપી હતી, પરંતુ તેનાથી આપણી પૃથ્વી, આપણું પર્યાવરણ બગડ્યું છે. અશ્મિભૂત ઇંધણ એકત્રિત કરવાની સ્પર્ધાએ ભૌગોલિક રાજકીય તણાવ પેદા કર્યો, પરંતુ તકનીકી પ્રગતિએ આજે સૌર ઊર્જાના રૂપમાં એક મહાન વિકલ્પ રજૂ કર્યો છે. મને આશા છે કે ‘વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડ’ અને ‘ગ્રીન ગ્રીડ’ બંને પહેલ વચ્ચેનો સહયોગ એક વહેંચાયેલ અને મજબૂત વૈશ્વિક ગ્રીડ વિકસાવવામાં મદદ કરી શકે છે. આ રચનાત્મક પહેલ માત્ર કાર્બન ઉત્સર્જન અને ઉર્જા ખર્ચમાં ઘટાડો નહીં કરે, પરંતુ વિવિધ દેશો અને પ્રદેશો વચ્ચે સહકાર માટે એક નવો માર્ગ પણ ખોલશે.

પીએમ મોદીએ કોન્ફરન્સમાં સંકલ્પ કર્યો કે 2030 સુધીમાં ભારત સૌર અને અન્ય રિન્યુએબલ એનર્જી દ્વારા વધુ ઉર્જાનું ઉત્પાદન કરશે. પ્રથમ, ભારત તેની બિન-અશ્મિભૂત ઊર્જા ક્ષમતાને 500 જીડબ્લ્યુ સુધી વધારશે, એમ તેમણે જણાવ્યું હતું. બીજું, 2030 સુધીમાં, આપણી ઉર્જાની જરૂરિયાતોના 50 ટકા રિન્યુએબલ સ્ત્રોતોમાંથી આવશે.આ કોન્ફરન્સમાં બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન પણ સામેલ થયા છે. તેમણે કહ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા નેતાઓમાંના એક છે જેઓ સારી રીતે સમજે છે કે જળવાયુ પરિવર્તનનો સામનો કેવી રીતે કરવો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.