Abtak Media Google News

રાઇફલ/પિસ્તોલ સિરીઝમાં ભારતને શૂટર જીતુ રાય અને હિના સિધ્ધુની જોડીએ પ્રથમ મેડલ અપાવ્યો છે. અઝરબૈઝાનનાં ગબાલામાં ચાલી રહેલી સ્પર્ધામાં 10 મીટર એર પિસ્તોલની મિક્સ સ્પર્ધામાં હિના અને જીતુએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ જોડીએ વર્ષના શરૂઆતમાં દિલ્હી આયોજીત આઇએસએસએફ વિશ્વકપમાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

મિક્સ્ડ ટીમ એર પિસ્તોલને નવી ઈવેન્ટને 2020 ટોક્યો ઓલોમ્પિકમાં સામેલ કરવામાં આવી છે. સંજીવ રાજપૂત પુરુષોના 50 મીટર રાઇફલ પ્રોન ઇવેન્ટમાં ક્વોલિફાય કરી શક્યો નહતો. 2012 ઓલોમ્પિકમાં ગોલ્ડ મેડાલિસ્ટ ગગન નારંગ 25માં સ્થાને રહ્યો હતો. 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં જીતુ રાય 12માં સ્થાને રહ્યો હતો.

વિશ્વકપમાં કુલ 45 દેશોના 430 શૂટરોએ પ્રતયોગિતામાં ભાગ લઈ રહ્યા છે. ભારતના કુલ 23 સભ્યો આ વિશ્વકપમાં ભાગ લઈ રહ્યું છે. જેમાં 12 મહિલાઓ અને 11 પુરુષ ખેલાડી છે. રાઇફલ અને પિસ્તોલ શૂટર્સ માટે ISSF વિશ્વકપની ફાઇનલમાં સ્થાન બનાવવા માટે છેલ્લી તક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.