Abtak Media Google News

છઠ્ઠા બોલર તરીકે વિરાટ કોહલીએ બોલિંગ કરી જ્યારે રોહિત શર્માએ તેનું ફોર્મ પરત મેળવ્યું

આઇસીસી ટી-20 વિશ્વકપ ચાલુ થઈ ચૂકયો છે ત્યારે ભારતનો વોર્મઅપ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમાયો હતો જેમાં કિન્નરોના સારા પ્રદર્શન ના પગલે ભારતે ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. પ્રથમ ડોઝ રીતે ઓસ્ટ્રેલિયા ટીમે બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ તેમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી અને સ્પિનરો નો દબદબો સતત જોવા મળ્યો હતો. ટોસ જીતીને બેટીંગ પસંદ કરનારા ઓસ્ટ્રેલિયાની શરૃઆત કંગાળ રહી હતી.

વોર્નર ૧ અને મિચેલ માર્શ ૦ રને અશ્વિનનો શિકાર બન્યા હતા. ફિન્ચ ૮ રન જ બનાવી શક્યો  ત્યારે એક સમયે  ઓસ્ટ્રેલિયાનો સ્કોર ૧૧/૩ થઈ ગયો હતો. ટીમની સ્થિતિ સાંભળતા સ્મિથે  ૪૮ બોલમાં ૭ ચોગ્ગા સાથે ૫૭ રન ફટકાર્યા હતા. તેણે મેક્સવેલ ૨૮ બોલમાં ૩૭ રનની ઈંનિંગ રમી હતી.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી રોહિત શર્માએ ફોર્મ બતાવી ૬૦ રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.ત્યારે  પ્રેક્ટિસ મેચમાં ૧૩ બોલ બાકી હતા, ત્યારે ભારતે આઠ વિકેટથી જીત હાંસલ કરી લીધી હતી. જીતવા માટેના ૧૫૩ના ટાર્ગેટને ભારતે માત્ર ૧૭.૫ ઓવરમાં જ બે વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. ભારતે આ સાથે બંને પ્રેક્ટિસ મેચો જીતી લીધા છે. ત્યારે આગામી ૨૪મી ઓક્ટોબરને રવિવારે પાકિસ્તાન સામે ભારત ટી-૨૦ વર્લ્ડ કપના પહેલા મુકાબલામાં ઉતરશે.

ઓલરાઉન્ડર હાર્દિક ટી-૨૦ વિશ્વ કપમાં બોલિંગ કરવા તૈયાર

ટી-૨૦ વિશ્વ કપ માટે ભારતીય ટીમનું જ્યારે ચયન કરવામાં આવ્યું હતું ત્યારે એ વાત સતત સામે આવતી હતી કે શું હાર્દિક પંડ્યા ટીમનો ભાગ બનશે કે કેમ જેનું મુખ્ય કારણ એ છે કે આઈપીએલમાં પણ હાર્દિક મુંબઇ ઇન્ડિયન્સ તરફથી એક પણ વખત બોલિંગ કરી શક્યો ન હતો હાલની સ્થિતિને ધ્યાને લઇ હાર્દિક પંડ્યા ફીટ હોવાના પગલે વિશ્વ કપમાં તે બોલિંગથી પોતાનો જાદુ પ્રસરાવશે અને ટીમને વિજય તરફ દોરી જશે તો નવાઈ નહીં આ અંગે ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ પણ આશા વ્યક્ત કરી હતી. ભારતીય બોલિંગમાં છઠ્ઠા બોલર તરીકે હાર્દિક પંડ્યા નો ઉપયોગ કરવામાં આવશે તો નવાઈ નહીં કારણકે વોર્મઅપ મેચમાં તથા બોલર તરીકે વિરાટ કોહલીએ બોલિંગ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.