Abtak Media Google News

મુખ્યમંત્રી સાથે તેમણે ખાસ કરીને ગુજરાત માં ઇઝરાયેલના સહયોગ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણાથી શરુ થયેલી આઇક્રિયેટ દ્વારા યુવા શક્તિના ઇનોવેશન્સ અને નવિન શોધ સંશોધનને મળી રહેલા પ્રોત્સાહન અંગે વિસ્તૃત પરામર્શ કર્યો હતો.

મુખ્યમંત્રીએ પણ તાજેતરમાં આ આઇક્રિયેટની તેમણે લીધેલી મુલાકાત ત્યાં હાથ ધરાયેલી પ્રવૃત્તિઓથી માહિતગાર કર્યા હતા.

ઇઝરાયેલ રાજદૂતે ગુજરાત સાથે કૃષિ ક્ષેત્રમાં સેન્ટર ઓફ એકસ્લન્સ સહિતની જે ઇઝરાયેલ ભાગીદારી છે તેને વધુ વ્યાપક બનાવવા પણ તત્પરતા વ્યક્ત કરી હતી

ઇઝરાયેલ રાજદૂતે ઇઝરાયેલની ડી સેલીનેશન પ્લાન્ટ ટેક્નોલોજી દ્વારા સમુદ્રના ખારા પાણીને પીવાલાયક મીઠા બનાવવાની સફળતાના ગુજરાતમાં પણ પ્રયોગ અંગે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રીએ તેમને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી આકાર પામેલી વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા પણ આમંત્રણ આપ્યું હતું.

આ સૌજન્ય મુલાકાતમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી,ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યા હતા

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.