Abtak Media Google News

સંગઠનને વધારે મજબૂત બનાવવા પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઇ દવેની બહેનોને અપીલ

ભારતીય મઝદુર સંઘ રાજકોટ ખાતે તાજેતરમાં ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘનુ ગુજરાત પ્રદેશનુ અધિવેશન હેમલતાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાય ગયુ. જેમા તમામ જીલ્લામાંથી આંગણવાડીના બહેનો બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. આ અધિવેશનમા પ્રદેશમા આવેલ આંગણવાડી બહેનોની સમસ્યાઓ, મુશ્કેલીઓ તથા વહીવટને લગતી તમામ બાબતો અંગે ચર્ચા કરી નિરૂબેન ઉપાઘ્યાયએ વાર્ષિક અહેવાલ રજુ કર્યો અને ફાઇનાન્સ સેક્રેટરી વી.પી. પરમારે આવક જાવક હિસાબ રજૂ કરેલ જે સર્વાનુમતે મંજુર કરેલ છે. કાર્યક્રમનુ સંચાલન શર્મિષ્ઠાબેન જોશીએ કરેલ હતું.

2.Tuesday 2 1

આ સાધારણ સભામા આગામી વર્ષ માટે પ્રમુખ તરીકે નિરૂબેન ઉપાધ્યાય (ગોધરા), હેમલતાબેન પટેલ કાર્યઅધ્યક્ષ (સુરત)અને શર્મીષ્ઠાબેન જોશીની (મહેસાણા) મહામંત્રી તરીકે વરણી કરેલ હતી.આ કાર્યક્રમના સમાપનમા ભારતીય મઝદુર સંઘના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટીટયુટના વાઇસ ચેરમેન હસુભાઇ દવેએ સમારોપ પ્રવચનમા જણાવેલ હતુ કે ગુજરાતમાં આંગણવાડીનું કાર્ય દિવસે વધતુ જાય છે તેમજ તાજેતરમા જે આંદોલન કરેલ અને રાજ્ય સરકારે ભારતીય આંગણવાડી  કર્મચારી મહાસંઘ (બી.એમ.એસ)તથા બી.એમ.એસના પ્રદેશ અગ્રણીઓ સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલે આંદોલન ન થાય અને વાતઘાટ દ્વારા જે ઉકેલો લાવેલ અને કેન્દ્ર સરકારે જેે પગાર વધારો કરેલ તે માન્ય રાખતા રૂ.૬૦૦નો વધારો થયો તેથી આભાર વ્યકત કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.