Abtak Media Google News

નાના કરતે પ્યાર તુમ હી સે કર બેઠે…

ચાર મુખ્ય બેન્કોએ ક્રિપટોકરન્સી ટ્રેડીંગ પ્લેટરફોર્મ પૂરું પાડવા ગ્રાહકો શોધવાનું શરુ કર્યું

નાના કરતે પ્યાર તુજીસે કર બેઠે.. આ ઉક્તિ ભારતીય બેંકો માટે સાર્થક થઈ છે. કારણ કે બેન્કોએ નનૈયો ભણતા ભણતા જ બીટકોઈન પાછળ દોડવાનું શરૂ કરી દીધું છે. ચાર મુખ્ય બેન્કોએ ક્રિપ્ટોકરન્સી ટ્રેડીંગ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ગ્રાહકો શોધવાનું શરૂ કરી દીધું છે.

બે વર્ષ અગાઉ રિઝર્વ બેંકના આદેશથી ટોચની બેંકોએ ક્રિપ્ટોકરન્સી એકસચેંજને મારફત તેના ગ્રાહકોનો વહીવટ બંધ કયો હતો. પણ હવે ફરી બે બેંકોએ કિપ્ટોકરન્સી લેવડદેવડ કરવા માટે મંજૂરી આપી છે.

ટોચની એસબીઆઈ, એચડીએફસી, તથા આઈસીઆઈસીઆઈ બેંકે પોતાના ગ્રાહકોને ક્રિપ્ટોકરન્સી વહીવટ માટે મંજૂરી આ છે.

આ ઉપરાંત બેંકો પણ ક્રિપ્ટોકરન્સી એકસચેંજ માટે ગ્રાહકોને વિવિધ સુવિધાઓ આપી રહી છે. જોકે આ અંગે બેંકોએ કોઈ પ્રતિભાવ આપ્યો નહતો.

બેંકોએ ૨૦૧૮માં બીટકોઈન એકસચેંજ અને કંપનીઓનાં કેટલાયક ખાતા બંધ કરી દીધા હતા.

૨૦૧૮માં ભારત સરકારે અને રિઝર્વબેંકે ક્રિપ્ટોકરન્સીનાં વહીવટ સામે ચેતવણી ઉચ્ચારી હતી.ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૮માં રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાનાએક પરિપત્રને પડકારતી અરજીસુપ્રીમ કોર્ટે સ્વીકારી હતીઅને ક્રિપ્ટોકરન્સી મામલે નિર્ણય લીધો હતો જેમાં વર્ચ્યુલી કરન્સી મારફતે ક્રિપ્ટોકરન્સીમાં લેવડદેવડ ઉપર લગાવવામાં આવેલી રોક હટાવી લીધી હતી ભારતની કેન્દ્રીય બેંક આરબીઆઈએ એપ્રીલ ૨૦૧૮માં ક્રિપ્ટોકરન્સી મારફતે બેંકોને લેવડદેવડ નહી કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે ડીજીટલ કરન્સી ધરાવતા ૫૦ લાખ યુર્ઝસ હોવાના અહેવાલ મળ્યા હતા.પરંતુ સુપ્રીમના નિર્ણય બાદ આ યુઝર્સને મોકળુ મેદાન મળ્યું હતુ અને હવે બેંકો પણ મેદાને આવતા ક્રિપ્ટોકરન્સીની દુનિયાની ચારે દિશાઓખૂલી છે.પટોકરન્સી ટ્રેડીંગ પ્લેટરફોર્મ પૂરૂં પાડવા ગ્રાહકો શોધવાનું શરૂ કર્યું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.