ભારતીય બોક્સર લવલીનાએ મેડલ પર મહોર લગાવી

તિરંગાબાજીમાં દીપિકા કુમારી મેડલની રેસમાંથી બહાર: પીવી સિંધુની ગેમ શરૂ

ભારતીય બોક્સર લવલીના બોરગોહેએ દેહ માટે વધુ એક મેડલ પર મહોર લગાવી છે. તો બીજી તરફ તિરંગાબાજીમાં દીપિકા કુમારી મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. તો બેડમિન્ટનમાં પીવી સિંધુની ગેમ શરૂ થઈ છે.

ટોક્યો ઓલ્મ્પિકમાં ગુરુવારનો દિવસ ભારત માટે આર્ચરી ,હૉકી, બેડમિન્ટનમાં સારો રહ્યો હતો. બોક્સિંગમાં ભારતીય ફેન્સને ઝટકો મળ્યો હતો. સ્ટાર બૉક્સર મેરી કોમ રાઉન્ડ ઑફ ૩૨માંથી બહાર થઇ છે. જો કે પીવી સિંધુ , અતનુ દાસ અને સતીશ કુમારે મુકાબલો જીતી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મેળવી છે. જો કે ૩૦ જુલાઇનો દિવસ પણ ભારત માટે ઘણો મહત્વપૂર્ણ રહેશે. જેમાં ભારતીય રમતવીરો મેડલ નજીક પહોંચી રહ્યા છે.

ટોક્યો ઓલિમ્પિકમાં શુક્રવારે ભારત માટે શાનદાર સમાચાર આવ્યા છે. મહિલા બોક્સર લવલિના બોરગોહેને ૯૬ કિલોગ્રામ વેઇટ કેટેગરીની સેમીફાઈનલમાં સ્થાન મેળવીને દેશ માટે વધુ એક મેડલ કન્ફર્મ કરી દીધું છે. જો કે અન્ય એક મહિલા બોક્સર સિમરનજીત કૌર ૬૦ કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં હારી જતાં બહાર થઈ ગઈ છે.

બીજી તરફ તીરંદાજમાં દીપિકા કુમારી ક્વાર્ટર ફાઈનલમાં હારી ગઈ છે. જ્યારે, મહિલા હોકી ટીમે આયરલેન્ડને ૧-૦ થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની આશા કાયમ રાખી છે. શનિવારે ભારતનો સામનો સાઉથ આફ્રિકા સામે થશે. ત્યારબાદ નક્કી થશે કે મહિલા હોકી ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચે છે કે નહીં.

ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારત માટે વધુ એક મેડલની પુષ્ટિ થઈ છે. ભારતીય મહિલા બોક્સર લવલીના બોરગોહેને ચીનની તાઈપે કી ચેન નિએનને હરાવી ૬૯ કિલોગ્રામ વજન કેટેગરીની સેમી-ફાઇનલમાં પહોંચી ગઈ છે. ત્રણેય રાઉન્ડમાં, લવલીનાએ હરીફ બોક્સરને ટકવા દીધી ન હતી. પ્રથમ રાઉન્ડમાં ૫ માંથી ૩ જજોએ લવલીનાની તરફેણમાં ફેંસલો આપ્યો છે.

બીજા રાઉન્ડમાં પણ તમામ ૫ જજોએ લવલીનાને વિજેતા તરીકે જોઇ હતી. ત્રીજા રાઉન્ડમાં ૪ જજોએ લવલીનાને વધુ સારી રીતે બતાવી હતી. અન્ય એક ભારતીય મુક્કાબાજી સિમરનજિત કૌરે ૬૦ કિલો વજનની કેટેગરીમાં થાઇલેન્ડની સુદાપોર્ન સિસોંડી સામે ૫-૦થી હારી ગયા બાદ પ્રથમ રાઉન્ડમાં બહાર થઇ હતી. આ રીતે લવલીનાએ ૪-૧થી મુકાબલો જીત્યો હતો.