- તા. 12 થી 14 સપ્ટેમ્બર દરમિયાન લિંકન સેન્ટર ફોર ધ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે ભારતીય સંગીત નાટ્ય ફેશન રાંધણ કળા અને પરંપરા નું વૈશ્વિક મંચ પર થશે પ્રદર્શન
શ્રીમતી નીતા મુકેશ અંબાણી સાંસ્કૃતિક કેન્દ્ર ન્યુયોર્ક શહેરમાં પ્રથમ વખત નીતા મુકેશ અંબાણી સાંસ્કૃતિક કેન્દ્ર ઇન્ડિયા વીકએન્ડ’નું આયોજન કરી રહ્યું છે. આ ઇવેન્ટ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનો ભવ્ય ઉત્સવ બનશે. આ ઐતિહાસિક કાર્યક્રમ 12 થી 14 સપ્ટેમ્બર, 2025 દરમિયાન અમેરિકાના પ્રખ્યાત લિંકન સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ ખાતે યોજાશે. મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય કલા, હસ્તકલા, સંગીત, નૃત્ય, ફેશન અને ખોરાકના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક મંચ પર રજૂ કરવાનો છે. આ કાર્યક્રમ વિશ્વ સમક્ષ ભારતની મહાનતા અને વિવિધતા દર્શાવશે. આ ત્રણ દિવસીય મહોત્સવમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે, જેમાં સંગીત પ્રસ્તુતિઓ,થિયેટર પ્રદર્શન, ફેશન શો, ભારતીય ભોજનનો , પરંપરાગત હસ્તકલાના ખાસ આ કાર્યક્રમમાં 100થી વધુ કલાકારો ભાગ લેશે, જેઓ ભારતીય કલા અને સંસ્કૃતિને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરશેઆ પહેલ ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક પ્લેટફોર્મ પર રજૂ કરવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહી છે. નીતા અંબાણી ભારતીય કલા અને નૃત્ય પ્રત્યે ખૂબ લગાવ ધરાવે છે અને આ સાંસ્કૃતિક કેન્દ્ર તેમના માટે એક ડ્રીમ પ્રોજેક્ટ રહ્યો છે. ભારત અને વિશ્વભરના સમુદાયોને એકસાથે લાવીને પ્રતિભાને પ્રોત્સાહિત કરવાનો છે,આ પ્રસંગે એનએમએસીસીના સ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણીએ જણાવ્યું, અમે ન્યૂયોર્ક શહેરમાં પ્રથમ વખત એનએમએસીસી ઇન્ડિયા વીકએન્ડ લાવવા માટે ઉત્સાહિત છીએ ! આ કાર્યક્રમ ભારતની સાંસ્કૃતિક વિરાસત – અમારી કળા, હસ્તકળા, સંગ સંગીત, નૃત્ય, ફેશન અને ખોરાકની વૈશ્વિક ઉજવણી માટે રચાયેલ છે. એનએમએસીસીનું વિઝન હંમેશા વિશ્વનું શ્રેષ્ઠ ભારતને અને ભારતનું શ્રેષ્ઠ વિશ્વને રજૂ કરવાનું રહ્યું છે. આ ખાસ વીકએન્ડ એ દિશામાં પ્રથમ પગલું છે, જે લિંકન સેન્ટર જેવા વિશ્વના પ્રતિષ્ટિત મંચ પર ભારતભાવનાની ઉજવણી કરશે. કાર્યક્રમની વિશેષતા વીકએન્ડની શરૂઆતમાં 12 સપ્ટેમ્બરે ડેવિડ એચ. ફિરોઝ અબ્બાસ ખાન દ્વારા નિર્દેશિત આ પ્રોડક્શનમાં અજય-અતુલ (સંગીત), મયૂરી ઉપાધ્યાય, વૈભવી મર્ચન્ટ, સમીર અને અર્શ તન્ના (મૃત્યસંયોજન) અને મનીષ મલ્હોત્રા (પોશાક ડિઝાઈન) જેવા પ્રતિષ્ઠિત કલાકારોનો સહયોગ છે. આ નાટકની પાંચ ખાસ પર્ફોર્મન્સ થશે.12 સપ્ટેમ્બરે ખાસ આમંત્રિત મહેમાનો માટે ’ગ્રાન્ડ સ્વાગત’ રેડ કાર્પેટ ઇવેન્ટ વોજાશે, જેમાં મનીપ મલ્હોત્રા દ્વારા કયુરેટેડ ’સ્વદેશ કેશન શો વરજૂ થશે. આ શો ભારતના પરંપરાગત વણાટ અને હસ્તકલાકારોની કુશળતાને ઉજાગર કરશે. આ સાંજે મિશેલિન-સ્ટાર શેફ વિકાસ ખન્ના દ્વારા પ્રાચીનથી આધુનિક ભારતની રાંધણકળાનું વિશેષ પ્રદર્શન થશે. 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન ઉમરોશ પાર્કમાં ’ગ્રેટ ઇન્ડિયન બજાર’ યોજાશે, જે ભારતીય ફેશન, ટેક્સટાઈલ, રાંધણકળા, નૃત્ય, યોગ અને સંગીતનો અનુભવ આપશે. સંગીત પર્ફોમન્સ 12 અને 13 સપ્ટેમ્બરે થશે બુકિંગ ટૂંક સમયમાં શરૂ થશે વધુ માહિતી માટે સંપૂર્ણ કાર્યક્રમ વધુ વિગત માટે WWW.NMAC.COM-INDIA WEEKEND પર માહિતી મેળવી શકાશે.
એનએમએસીસીનો ધ્યેય: ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું જતન
નીતા મુકેશ અંબાણી સાંસ્કૃતિક કેન્દ્ર એ મુંબઈમાં આવેલું એક અત્યાધુનિક, બહુ-શિસ્ત સાંસ્કૃતિક અને પ્રદર્શન સ્થળ છે. આ કેન્દ્ર નીતા મુકેશ અંબાણીના દ્રષ્ટિકોણનું પરિણામ છે, જેઓ ભારતીય કલા અને સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. ઉદ્ઘાટન 31 માર્ચ, 2023 ના રોજ થયું હતું. આ ઉદ્ઘાટન સમારોહમાં બોલિવૂડ અને હોલીવુડના અનેક પ્રખ્યાત કલાકારો અને હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા. નીતા અંબાણીનો આજીવન સ્વપ્ન રહ્યો છે કે ભારતીય કલા અને સંસ્કૃતિને વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવે અને તે દરેક માટે સુલભ બને. ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાનો અને તેને પ્રોત્સાહન આપવાનો છે. આ કેન્દ્ર કલાકારો અને દર્શકો વચ્ચે ગાઢ સંબંધ સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે ભારતીય સંસ્કૃતિ અને કલાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે, જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કલાકારોને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.