Abtak Media Google News

આગામી મેન્સ હોકી ભારત-સાઉથ કોરિયા વચ્ચે ર૬મીએ રમાશે

રેગ્નીંગ ચેમ્પીયન ઇન્ડિયા હોકી ટીમે જાપાન સામેની મેચમાં ૮-૦ થી વિકટરી મેળવી જીતની સિકવન્સ જાળવી રાખી હતી. ઇન્ડોનેશીયા અને હોંગકોંગ સામેની મેચ બાદ ટુર્નામેન્ટમાં કુલ પ૧ ગોલનો રેકોર્ડ નોંધાયો હતો. જેમાં ભારતની જીત માટે દિલપ્રીત સિંહે ૧૨માં મનદીસસિંહે ૩રમાં ગોલ કયા હતા. ભારતે ર૩ શોટને ગોલમાં ફેરવ્યા હતા. જેમાં છ ફીલ્ડ ગોલ રહ્યા હતા. જયારે જાપાન ડિફેન્સ તરફ રમી રહ્યું હતું. ત્યારે ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન ખુબ જ આક્રમક રહ્યું હતું. હરમનપ્રીતસિંહના બીલીયન્ટ પાસથી ભારતનો પ્રથમ ગોલ થયો હતો.

૧૨મી મીનીટે દિલપ્રીમસિંહ ભારતને બીજો ગોલ અપાવ્યો તો રમતમાં રલીન ઉપાઘ્યાય અને અક્ષદિપસિંહની જોડીનું પ્રદર્શન સારુ રહ્યું હતું ત્યારબાદ અમીત રોહીદાસે સર્કલ સ્ટ્રાઇલ ક્રોસ પાસ કરતા શોટને ઝડપથી ગોલમાં તબદીલ કર્યો હતો. ગોલ માટે વધુ સંધર્ષતો ત્યારે થયો હતો જયારે ૮મી મીનીટે કન્ટા તેનાકાએ સ્ટ્રોલ શોટ માર્યો હતો તો જાપાની ખેલાડી ગોલકીપર, યુસુકે તાકાનોએ ખુબ જ સારુ પ્રદર્શત કયુ હતું.

ત્યારે ભાતર માટે ટુર્નામેન્ટ જીતવું ખુબ જ મહત્વનું બન્યું હતું પુલ સ્ટેજમાં તમામ મેચ જીતતા હોકી મેન્સ ટીમ સેમીફાઇનલમાં પહોંચી  ચુકી છે. હવે ભારત ૨૬મી ઓગષ્ટે સેમી ફાઇનલમાં સાઉથ કોરિયા સાથે ટકરાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.