ઇન્ડિયન લાયન્સ વાયબ્રન્ટના નવ નિયુકત ટીમનો કાલે શપથ ગ્રહણ સમારોહ

ઇન્ડિયન લાયન્સ વાયબ્રન્ટ રાજકોટ ના વર્ષ 2022-2023 ના નવ – નિયુકત પ્રમુખ  એભલભાઈ કે . ગરૈયા અને તેમની ટીમની સાથે શનિવારના રોજ સાંજે 7:00 કલાકે સમ્રાટ હોટેલ ખાતે શપથ ગ્રહણ કરશે.

શૈક્ષણીક જગતના પ્રતિષ્ઠીત અને ખુબ જ બહોળો મિત્ર વર્તુળ ધરાવતાં  એભલભાઈ કે. ગરૈયા હાલ રાજકોટ કાળીપાટ મુકામે આવેલ  બી.જી. ગરૈયા હોમીયોપેથીક કોલેજ અને આર્યુવેદીક કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી છે . તેમજ અનેક શૈક્ષણીક સંકુલ સાથે જોડેલ છે.

ઇન્ડિયન લાયન્સ નેશનલના ચીફ પેટુનહિતેષભાઈ પંડયા અને કમલેશભાઈ જોષીપુરા  (પૂર્વ કુલપતિ સૌરાષ્ટ્ર યુની .) ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે.

હાલ , ઇન્ડિયન લાયન્સના પાસ્ટ નેશનલ ચેરપર્સન આશાબેન પંડયા , વાઈસ ચેરમેન વનરાજભાઈ ગરૈયા ,  શોભનાબા ઝાલા  કૌશિકભાઈ ટાંક ,  મૌલીકભાઈ આસોડીયા,  પીયષભાઈ સોલંકી , સ્ટેટ પ્રેસીડેન્ટ સરેશભાઈ કટારીયા ,  વિજયાબેન કટારીયા ,  મથુરભાઈ પાટડીયા (સોની ) આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે.

દિપ પ્રાગટય સૌરાષ્ટ્ર યુનીવર્સિટીના પૂર્વ કુલપતી અતુલભાઈ પંડીત (નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ ચેરોન )  હસ્તે રહેશે. નવ – નિયુકત પ્રમુખ  એભલભાઈ ગરૈયાને નેશનલ ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી   મૌલીકભાઈ આસોડીયા શપથ ગ્રહણ કરાવશે તેમજ ઇન્ડિયન લાયન્સના પાસ્ટ નેશનલ ચેરપર્સન  આશાબેન પંડયા આશિર્વચન પાઠવશે.

શપથ ગ્રહણ કાર્યક્રમને સફળ બનાવવા જીજ્ઞેશભાઈ રામાવત , પ્રશાંતભાઈ લાઠીગ્રા , હુસેનભાઈ બદાણી , રાજેશભાઈ સોલંકી , પરેશભાઈ ખોખર , દેવેનભાઈ સોની , ચિરાગભાઈ ખોખર અક્ષયભાઈ અજાગીયા , મનોજભાઈ મિયાત્રા , રવિભાઈ આહીર , જયેશભાઈ જાની , જગદીશભાઈ મિસ્ત્રી પ્રાગજીભાઈ ગડારા , વજુભાઈ સોલંકી , હસૂભાઈ ગણાત્રા , જાગૃતભાઈ ઝીંઝુવાડીયા , જયભાઈ કાચા , જીતેન્દ્રભાઈ ઉપાધ્યાય , હસમુખભાઈ કાચા , જોહરભાઈ કપાસી , ભગવાનભાઈ ચાવડા , જહેમત ઉઠાવી રહયા છે .