Abtak Media Google News

એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થતા એપ્રિલથી જૂન માસમાં કંપનીને 1992 કરોડનો નેટ લોશ થયો !!!

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એટલે કે આયોસી એ પેટ્રોલ અને ડીઝલમાં લીટર દીઠ 10 રૂપિયા અને 14 રૂપિયાની નુકસાની કરી છે. નુકસાની પાછળનું મુખ્ય કારણ ક્યાંક ને ક્યાંક રિટેલ ક્ષેત્રે જે માર્જિન ઘટ્યું છે તે સામે આવે છે. આઈઓસીએ તેના પ્રથમ ક્વાર્ટર માં જે નેટ નુકસાની કરી છે તે ગત બે વર્ષ ની સૌથી મોટી છે. એપ્રિલથી જૂન મહિનાની જો સરખામણી કરવામાં આવે તો કંપનીએ 1992 કરોડ રૂપિયાની નુકસાની વેઠી હોવાનું સામે આવ્યું છે. તારે ગત એપ્રિલથી જૂન માસમાં કંપનીએ આશરે 6,000 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ રળયો હતો.

હાલ કંપની દ્વારા જે નુકસાની નો સામનો કરવામાં આવ્યો છે તેનો સરવાળો જો કરવામાં આવે તો આશરે 1500 કરોડથી લઈ 1600 કરોડ સુધીની નુકસાની થઈ હોવાનું સામે આવ્યું છે અને એક કારણ એ પણ ઉજાગર થઈ રહ્યું છે કે જે રીતે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થયો છે તેના કારણે કંપનીએ આ નુકસાની વેઠવી પડી છે. હાલની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈ ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા જે ભાવ છે તે હોલ્ડ ઉપર રાખવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશમાં ગત વર્ષે જે ચૂંટણી યોજાઈ તે પૂર્વે ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ તેના ભાવને રિવાઇઝ કરવાનું બંધ કરી દીધું હતું. તુજ નહીં રશિયા યુક્રેન ની સ્થિતિને ધ્યાને લઈ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે જે પણ એક કારણ સામે આવ્યું છે. મે મહિનામાં સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો પરંતુ તેનું ભારણ લોકો ઉપર આવ્યું હતું નહીં કે જે નુકસાની થઈ તેમાં સરભર કરવા માટે.

પરંતુ હાલ જે વાત સામે આવી રહી છે તેનાથી એ વાત સ્પષ્ટ છે કે આગામી હજુ પણ એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થયો હોવાથી પેટ્રોલ ઉત્પાદન કરતી કંપનીઓને નુકસાની નો સામનો કરવો પડશે અને સરકાર આ મુદ્દે જો ગંભીરતાથી ધ્યાન નહીં દે તો તેની માઠી અસરનો સામનો લોકોએ પણ કરવો પડશે.  અને આગામી મહિનાઓમાં જ ગુજરાત વિધાનસભા ની ચૂંટણી યોજાવવા જઈ રહી છે આ મુદ્દાને પણ સરકાર ગંભીરતાથી ધ્યાને લઈ ક્યાંક વક્રતા કંપનીઓને ફાયદો પણ કરાવશે તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.