Abtak Media Google News

દેશમાં હાલની પરિસ્થિતી જોતા બધી બાજુ ઓક્સિજનની ઉણપ વર્તાય છે. ઓક્સિજનને પૂરતી માત્રમાં હોસ્પિટલમાં પોહ્ચાડવા માટે અનેક નવી સેવા શરૂ કરાય છે. એક જગ્યાએ થી બીજી જગ્યા પર ઓક્સિજનના પરિવહન માટે ભારતીય વાયુ સેનાએ આગળ આવી હતી. આ કામમાં હવે ભારતીય રેલવે પણ જોડાય ગયું છે.

 


ગુરુવારે સવારે લખનૌથી ઉપડેલી ઓક્સિજન એક્સપ્રેસ રાત્રે લગભગ 18 કલાકના સફર પછી બોકારો પહોંચી હતી. રાત્રે ટેન્કરો ઉતારીને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(સેલ) પ્લાન્ટમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રથમ ઓક્સિજન ટેન્કર સવારે નવ વાગ્યે ભરીને બોકારો સ્ટેશન પરત ફર્યો હતો. જ્યારે બીજા ટેન્કરને સવારે 10 વાગ્યે અને ત્રીજાને સવારે 11 વાગ્યે રિફિલ કરાયા બાદ તમામ ટેન્કરને ફરી પાછા રેલવે પર પોહ્ચાડવામાં આવ્યા.

ઓક્સિજન એક્સપ્રેસ દીન દયાળ ઉપાધ્યાય નગર(જૂનું)ના રસ્તેથી વારાણસી અને સુલતાનપુર થઈને, ઉથેરિયા ટ્રાન્સપોર્ટ નગર, આલમનગર બાયપાસ થઈને શનિવારે સવારે લખનઉ ચારબાગ પોહચી હતી. 20-20 હજાર લીટરની ક્ષમતાનું ટેન્કર ચારબાગ રેલ્વે સ્ટેશનની સાઇડિંગમાં પહોંચ્યું. ત્યાં પહેલેથી જ RPF ફોર્સના જવાનો તૈનાત હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.