Abtak Media Google News

વામન કદના આ ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ મશીનની કિંમત માત્ર રૂપિયા ૪૦૦૦ છે.

ભારતીય વિજ્ઞાનીઓએ ક્રેડિટ કાર્ડની સાઇઝનું ઇસીજી મશીન બનાવ્યું છે. જેની કિંમત ફક્ત રૂપિયા ૪૦૦૦ છે. આ વામન કદના ઇસીજી મશીનને ટેલિ-ઇસીજી નામ આપવામાં આવ્યું છે.

ભારતીય વિજ્ઞાનીઓનું એક જૂથ જે સામાન્ય રીતે ન્યુક્લીઅર વેપન અંગે રીસર્ચ કરે છે તેમણે થોડુ હટકે સંશોધન કર્યુ છે. માત્ર ક્રેડીટ કાર્ડની સાઇઝનું ઇસીજી મશીન વિકસાવ્યું છે. આ એક ગુડ ન્યુઝ છે. કેમકે, આ વામન કદનું મશીન સહુ કોઇને પરવડે તેવુ છે. કેમકે, તેની કિંમત માત્ર ને માત્ર રૂપિયા ૪,૦૦૦ છે. આ એક લાઇફ સેવિંગ ડિવાઇસ છે. ભારતમાં હૃદય રોગીઓની સંખ્યા સતત વધી રહી છે. એક અંદાજ પ્રમાણે શહેરી વિસ્તારમાં આસાનીથી ઇસીજી મશીન એટલે કે ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ મશીન અથવા હાર્ટ સ્પેશીયાલીસ્ટ મળી જાય છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં આ સુવિધા દુર્લભ છે. પરંતુ હવે ફીકર કરવાની જ‚ર નથી. કેમકે ભારતીય વિજ્ઞાનીઓએ ઇસીજી મશીન સાવ ટચુકડા કદનું અને કિફાયતી ભાવનું બનાવ્યું છે જે હરકોઇ વ્યક્તિ વિકસાવી શકે છે.

ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર ખાતે થયુ સંશોધન.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર ખાતે આ ક્રેડિટ કાર્ડની સાઇઝનું ઇસીજી મશીન સંશોધિત કરવામાં આવ્યું હતું. જે મોબાઇલ ફોન સાથે આસાનીથી ટ્રાન્સમિટ કરી શકાય છે. રેગ્યુલર ઇમ્પોર્ટેડ ઇસીજી મશીન કદમાં ખાસ્સા મોટા કદમાં મોટા વજનમાં ભારે અને ૧૦ ગણા વધુ મોંઘા હોય છે. આ ટચુકડા ઇસીજી મશીનનો મુંબઇમાં ટેસ્ટ કરાયો હતો. વિજ્ઞાની વિનીત સિંહાએ આ મશીન બનાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.