Abtak Media Google News

અબતક, અબુધાબી

આઇસીસી ટી-20 વિશ્વ કપમાં બે હાર બાદ ભારતનો મુકાબલો અફઘાનિસ્તાન સામે થયો હતો. જેમાં ભારતે અફઘાન ને 66 અને માત આપી તેની ફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. અફઘાનિસ્તાનને ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતીય ટીમને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમની બોડી લેંગ્વેજ અત્યંત પોઝિટિવ જોવા મળી હતી અને બંને મેચમાં જે હાર આક્રમકતા ના અભાવે મળી હતી ત્યારે તે સ્થિતિને ભૂલી બંને ઓપનર બેટ્સમેનોએ પોતાની નેચરલ રમત રમી વિપક્ષી ટીમને હંફાવી દીધી હતી.

ત્યારે ચાલુ વિશ્વ કપમાં અત્યાર સુધી ટીમ દ્વારા ૨૦૦ રનનો લક્ષ્યાંક પાર કરવામાં આવ્યો નથી જે ભારતીય ટીમે માત્ર બે વિકેટ ગુમાવી 210 રનનો સ્કોર ઊભો કર્યો હતો જવાબમાં અફઘાનિસ્તાન ની ટીમે પોતાની સાત વિકેટ ગુમાવી 144 રન જ બનાવી શકી હતી અને પરિણામે ભારતનો 66 રને વિજય પણ થયો હતો. અફઘાનિસ્તાન સામેની જીત બાદ ભારતીય ટીમની નેટ રનરેટ પ્લસમાં પહોંચી ગઈ છે. જે તેમને સેમિફાઇનલ સુધી પહોંચવામાં મદદરૂપ સાબિત થશે. જો ન્યૂઝીલેન્ડની ટીમ બીપી તેનો આગામી મેચ હારે તો ભારતીય ટીમના સેમિફાઈનલમાં પહોંચવા ના ચાન્સ ખૂબ જ વધી થશે એટલું જ નહીં ટીમ પાકિસ્તાન બાદ બીજા ક્રમ પર પણ આવી જશે.

66 રને માત આપી ભારતીય ટીમની નેટ રનરેટ પ્લસમાં 

અફઘાનિસ્તાન સામે જે રીતે ભારતીય ટીમે પોતાની આક્રમક રમત દાખવી વિજય પ્રાપ્ત કર્યો છે તેવી જ રમત અન્ય ટીમો સામે જો ભારત દ્વારા રમવામાં આવી હોત તો કદાચ સ્થિતિ અલગ હોઈ શકત. ઓપનિંગ બેટિંગ કરતા ભારતીય ટીમ તરફથી રોહિત શર્માએ 74 અને રાહુલે ૬૯ રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી ત્યારબાદ હાર્દિક પંડ્યા અને રિષભ પંચ માત્ર 3.3 ઓવર માં 63 રન નોંધાવ્યા હતા અને તેમના સ્કોરને 200 પાર પહોંચાડ્યો હતો. 211 નો લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ 144 રન જ બનાવી શકી હતી જેમાં ભારત તરફથી બુમરા એ એક વિકેટ જાડેજા એક વિકેટ મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ અને આર અશ્વિન એ બે મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમ બેટિંગ બોલિંગ અને ફિલ્ડિંગમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવ્યું હતું જે હવે બાકીના મેચમાં રાખવું અત્યંત જરૂરી છે.

આગામી વર્ષ 2023ના વિશ્વકપને ધ્યાને લઇ ટીમ ઇન્ડિયાના કોચની જવાબદારી રાહુલ દ્રવિડને સોંપાઈ

આગામી વર્ષ ૨૦૩૦ ને ધ્યાને લઇ ટીમ ઈન્ડિયાના હેડ કોચ ની જવાબદારી બીસીસીઆઈએ રવિ શાસ્ત્રી ના બદલે રાહુલ દ્રવિડને સોંપી છે એટલું જ નહીં તેમને આગામી વિશ્વ કપમાં મજબૂત ટીમ બનાવવા માટેનો લક્ષ્યાંક પણ આપવામાં આવ્યો છે. એવી જ રીતે હાલ ભારતના અત્યાર સુધીના તમામ હેડ કોચ ની સેલેરી જોવા મળતી હતી તેનાથી અનેક અંશે એટલે કે દસ કરોડ આસપાસ રાહુલ દ્રવિડની સેલેરી નિર્ધારિત કરવામાં આવી છે. આ પૂર્વે રાહુલ દ્રવિડ દ્વારા પણ તેમના હેડ કોચ બનવા ની એપ્લિકેશન બીસીસીઆઈને કરી હતી જે અંગેની વાતચીત દુબઈ ખાતે પ્રમુખ સૌરવ ગાંગુલી અને જય સા વચ્ચે થઈ હતી ત્યારબાદ જ રાહુલ દ્રવિડને હેડ કોચ બનાવવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ રવિ શાસ્ત્રીની આગેવાની હેઠળ ભારતીય ટીમે અનેક શિખરો સર કર્યા છે અને પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન પણ જારી રાખ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.