Abtak Media Google News

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની દીકરીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન થઈ રહ્યું છે. રવિવારની રમતમાં બોક્સિંગમાં એમસી મેરીકોમ, બેડમિન્ટનમાં પીવી સિંધુ અને ટેબલ ટેનિસમાં મનિકા બત્રાએ પોત-પાતાની રમતમાં જીત મેળવી હતી. જો કે શૂટિંગમાં અને ટેનિસમાં નિરાશા મળી છે. બેડમિન્ટનમાં પીવી સિંધુએ ઈઝરાયલનની પ્રતિદ્વંદી સેનિયા પોલિકારપોવાને હરાવી હતી. તો બીજી બાજુ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પૂલ-એની પુરુષ હોકી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ ૭-૧ના મોટા માર્જિનથી હરાવ્યું હતું.

બોક્સિંગમાં એમસી મેરીકોમે રાઉન્ડ ઓફ ૩૨ની સ્પર્ધામાં ડોમનિકન રિપબ્લિકની ગાર્સિયા હર્નાડેઝને ૪-૧થી હરાવી. ટેબલ ટેનિસમાં મનિકા બત્રાએ ૨૦મી સીડ યૂક્રેનની ખેલાડીને હરાવી હતી. રોઈંગમાં પણ સારા સમાચાર આવી રહ્યા છે. પુરુષોની લાઈડ વેટ ડબલ્સ સ્કલ્સ ઈવેન્ટમાં અર્જુનલાલ અને અરવિંદ સિંહની જોડી રેપચેજ રેસ દ્વારા સેમીફાઈનલમાં ક્વાલિફાઈ થયા છે.

ટોક્યો ઓલિમ્પિક્સમાં મેડલ રાઉન્ડના બીજા દિવસે (૨૫ જુલાઈએ) ભારતની શરૂઆત બહુ સારી રહી નહોતી. મહિલાઓની ૧૦ મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ભારતની મનુ ભાકર અને યશસ્વિની દેસવાલ ફાઇનલ માટે ક્વોલિફાય થઈ શકી ન હતી. ક્વોલિફિકેશન રાઉન્ડમાં મનુ ૫૭૫ પોઈન્ટ સાથે ૧૨મા અને દેસવાલ ૫૭ પોઈન્ટ સાથે ૧૩મા ક્રમે રહી છે. જો કે, રોઇંડ (નૈકાયન) તરફથી એક સારા સમાચાર આવ્યા છે. પુરૂષોની લાઇટવેઇટ ડબલ્સ સ્કલ્સ ઇવેન્ટમાં, અર્જુન લાલ અને અરવિંદ સિંહની જોડીએ રેપચેજ રેસ દ્વારા સેમિ-ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું.

ટોકયો ઓલમ્પિકમાં ભારતીય મહિલાઓનો દબદબો જોવા મળ્યો હતો. પી.વી.સિંધુ, ભારતીય મુકકબાજ મેરી કોમ અને મનિકા બત્રાનું પ્રદર્શન કાબિલે દાદ રહ્યું હતું. જ્યારે મનુ ભાકર જેવી એથ્લેટનું નસીબે સાથ આપ્યું ન હતું.

જ્યારે ટેનિસ મહિલા ડબલ્સ ઇવેન્ટમાં ઈન્ડિયાની સાનિયા મિર્ઝા અને અંકિતા રૈનાએ પહેલા રાઉન્ડમાં સારુ પ્રદર્શન કર્યું હતું. એક સમયે આ બંને ટેનિસ સ્ટાર્સે યૂક્રેનની નાદિયા અને લિયૂડમ્યલા સામે ૬-૦, ૫-૩થી લીડ મેળવી લીધી હતી, પરંતુ ત્યાંથી યૂક્રેનની ટેનિસ પ્લેયર્સે પણ ગેમમાં વાપસી કરી અને સાનિયા-અંકિતાની જોડીને ૦-૬, ૭-૬, ૧૦-૮થી પરાસ્ત કરી હતી.

ઈન્ડિયન જિમ્નાસ્ટ પરિણિતી નાયક આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સના ઓલરાઉન્ડ ઇવેન્ટના ફાઇનલમાં ના પહોંચી શકી. પરિણિતિએ ફ્લોર ઇવેન્ટમાં ૧૦.૬૩૩નો સ્કોર કર્યો હતો, જ્યારે વૉલ્ટમાં એણે ૧૩.૪૬૬, અનઇવન બાર્સમાં ૯.૦૩૩ અને બેલેન્સ બીમમાં ૯.૪૩૩નો સ્કોર કર્યો હતો.

સિંધુએ શાનદાર રમત: ફક્ત ૨૮ મિનિટમાં જ જીત 

બેડમિંટન મેડલની આશા અને રિયો સિલ્વર મેડલ વિજેતા પી.વી. સિંધુએ ગ્રુપ સ્ટેજમાં પોતાનો પ્રથમ મુકાબલો જીત્યો છે. તેણે ગ્રુપ જે. ના મુકાબલામાં ઇઝરાયલની સેનિયા કેસેનીયા પોલિકાર્પોવાને ૨૧-૭, ૨૧-૧૦થી સરળતાથી હરાવી. સિંધુએ મેચ ફક્ત ૨૮ મિનિટમાં સમાપ્ત કરી હતી. આ દરમિયાન તેણે સતત ૧૨ પોઇન્ટ પણ પોતાના નામે કર્યા. ભારતીય બેડમિંટન સ્ટાર અને રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા પી.વી. સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં વિજયી શુભારંભ કરતાં પ્રથમ ગ્રુપ મેચ જીતી લીધી હતી. હવે ગ્રુપ-જેમાં સિંધુનો મુકાબલો હોંગકોંગની ચુન્ગ ન્ગાન યી સામે થશે. આ મેચ તારીખ ૨૮મી જુલાઈએ રમાશે.

મીરાબાઈ ચાનુએ રચ્યો ઇતિહાસ: ઓલમ્પિકના પ્રથમ દિવસે જ મેડલ જીતવાનો મેળવ્યો ખિતાબ

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે પહેલો મેડલ જીતી લીધો છે. વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂ મહિલાઓની ૪૯ કિલોની વેઇટ કેટેગરીમાં કુલ ૨૦૨ કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ જીતી છે. ચીનની હોઉ જિહૂઈએ ૨૧૦ કિલોગ્રામ વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ઈન્ડોનેશિયાની કેન્ટિકા વિન્ડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

ભારતના ઈતિહાસમાં પહેલીવાર ઓલિમ્પિકના પ્રથમ દિવસે જ ભારતે પ્રથમ મેડલ જીતી લીધો છે. આ પહેલાં ૧૯૦૦ની સાલમાં ભારતમાં પોસ્ટેડ બ્રિટિશ અધિકારી નોર્મન પ્રિચાર્ડે ૨૦૦ મીટર દોડ અને ૨૦૦ મીટર વિઘ્નદોડમાં ડબલ સિલ્વર જીત્યા હતા, જે ભારતનો ૧લો ઓલિમ્પિક મેડલ હતો અને તે પણ પહેલા દિવસે તો નહોતો જ આવ્યો. તે પછીના ૧૨૦ વર્ષમાં ભારત કદી ઓલિમ્પિક્સના ૧લા દિવસે મેડલ નથી જીતી શક્યું. આ પહેલીવાર એવું થયું છે કે જ્યારે ઓલિમ્પિક્સના પહેલા દિવસે જ ભારતે કોઈ મેડલ જીત્યું હોય.

ભારતનો આ ઈતિહાસ સર્જવા માટે મીરાબાઈ ચાનુને સમગ્ર દેશમાંથી શુભેચ્છાઓ મળી રહી છે. વડાપ્રધાન મોદીએ પણ મીરાબાઈ ચાનૂને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે ભારત મીરાબાઈ ચાનૂના શાનદાર પ્રદર્શનથી ખૂબ જ ઉત્સાહિત છે. સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન. તેમની સફળતા દરેક ભારતીયને પ્રેરણા આપે છે.

ટોક્યો ઓલિમ્પિકસની રિંગમાં ભારતની સ્ટાર મહિલા બોક્સર મેરીકોમએ જીતથી ખાતુ ખોલ્યુ

રાઉન્ડ ઓફ ૩૨ ની રમતમાં ૬ વખતની વિશ્વ ચેમ્પિયન ડોમેનિક રિપબ્લિકની મહિલા બોક્સરની સામેની ટક્કર જીતી લીધી હતી. આ સાથે જ મેરીકોમના મુક્કાએ ટોક્યોની રીંગમાં ભારત માટે મેડલની આશા લગાવી લગાવી દીધી છે. મેરીકોમ એ મહિલાઓની ૫૧ કિગ્રા શ્રેણીમાં બોક્સીંગ ના રાઉન્ડમાં ૩૨મી ટક્કર ૪-૧ થી જીતી હતી.

ટોકયોની રીંગમાં મેરીકોમ એ પોતાની પ્રથમ મેચની શરુઆત સમજપૂર્વકની રણનીતિ સાથે કરી હતી. તેણે આખીય ટક્કર દરમ્યાન પોતાના અનુભવનો ભરપૂર ઉપયોગ કરીને મેચને જીતી હતી. ૩ રાઉન્ડની મેચમાં મેરીકોમએ પ્રથમ રાઉન્ડ સંભાળીને રમ્યો હતો. આ રાઉન્ડમાં તેણે સંપૂર્ણ ફોકસ પોતાની એનર્જી બચાવી રાખવા પર કર્યુ હતુ. તે ફક્ત મોકો મળવા પર જ વિરોધી પર હુમલો કરતી જોવા મળતી હતી.

મેચના બીજા રાઉન્ડમાં મેરીકોમ થોડી આક્રમક હુમલો કરતી જોવા મળી હતી. જોકે આ ક્રમમાં વિરોધી બોક્સરથી પણ તેને આકરી ટક્કર મળી હતી. ડોમિનિક રિપબ્લિક ની બોક્સર પણ મેરીકોમના હુમલાનો જવાબ બીજા રાઉન્ડમાં ભરપૂર આપ્યો હતો. આ જ કારણ રહ્યુ કે, આ તે રાઉન્ડ સમાપ્ત થયો ત્યરે સ્કોર ફિફટી-ફિફ્ટી રહ્યો હતો. એટલે કે ૨ જજ એ મેરીકોમને ૧૦-૧૦ પોઇન્ટ આપ્યા હતા.

જ્યારે બે એ ડોમિનિક રિપબ્લિકની બોક્સરને પણ ૧૦-૧૦ પોઇન્ટ આપ્યા હતા. બીજો રાઉન્ડ બેશક બરાબરી પર રહ્યો હતો. ત્રીજા રાઉન્ડમાં મેરીકોમ પુરી તરફ હાવી રહી હતી. તેણે વિરોધી બોક્સર પર મુક્કા

વરસાવ્યા હતા. મેરીકોમ એ આ રાઉન્ડમાં આક્રમક બોક્સિંગ અપનાવી હતી. આ રાઉન્ડને જીતવા માટે મેરીકોમે પોતાની પુરી એનર્જી સાથે અનુભવ પણ લગાવી દીધો હતો. તેનુ ફળ પણ તેને ટોક્યો ઓલિમ્પિકની રિંગમાં પ્રથમ જીતના રુપમાં મળી હતી.

ખરા સમયે હથિયાર ન ચાલે તો શું કરવું..

મનું ભાસ્કરને ખરા સમયે હથિયારે દગો દીધો

ભારતની યુવા શૂટર મનુ ભાસ્કર ટોક્યો ઓલિમ્પિકમાં મહિલાઓની ૧૦ મીટર એયર પિસ્ટલ ઇવેન્ટના ફાઇનલમાં ના પહોચી શકી. ક્વોલિફિકેશન રાઉંડ દરમિયાન તેમની પિસ્ટલમાં ખરાબી આવી હતી. મનુ ક્વોલિફિકેશન રાઉંડમાં ૫૭૫ અંક સાથે ૧૨માં સ્થાન પર રહી હતી. મનુને પિસ્ટલમાં ખરાબી હોવાના લીધે પાંચ મિનિટની રાહ પણ જોવી પડી હતી. મનુનાં પિતા ભાસ્કર અને નેશનલ રાઇફલ સંઘના અધિકારીએ પણ મનુની પિસ્ટલમાં ટેકનીકલ ખામી હોવાની વાત સ્વકારી છે.

મનુએ ક્વોલિફિકેશનનાં પહેલા રાઉંડમાં ૯૮ પોઇન્ટ મેળવ્યા હતા. બીજા રાઉન્ડમાં તેમની પિસ્ટલમાં ખરાબી આવી ગઇ. ત્યાર પછી તે ટારગેટ છોડી બહાર આવી અને આશરે ૫ મિનિટ પછી તેની પિસ્ટલ ઠીક થઇ. તેણે બીજા રાઉન્ડમાં ૯૫, ત્રીજા રાઉન્ડમાં ૯૪, ચોથામાં ૯૫, પાંચમામાં ૯૮ અને છઠ્ઠા રાઉન્ડમાં ૯૫ પોઇન્ટ મેળવ્યા હતા. ફાઈનલમાં તે ૨ પોઈન્ટથી પાછળ રહી હતી.

નસીબ ક્યાં સુધી દગો આપશે, હું મેડલ જરૂર મેળવીશ: મનુને હાર મળી પણ હિંમત ન હારી!!

ઓલમ્પિકના બીજા દિવસે સૌથી મોટી આશા વર્લ્ડ નંબર-૨ નિશાનેબાજ મનુ ભાકર પર હતી. પરંતુ ૧૦ મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં મનુનું નસીબ નિશાન પહેલા જ ચૂક્યું. તેની પિસ્તોલનું કોકિંગ લિવર તૂટી ગયું. જોકે ૨૭ અને ૨૯ જુલાઈએ પણ તક મળશે. હાર બાદ મનુએ તેના પિતાને કહ્યું કે, પપ્પા, કદાચ નસીબ નહોતું ઈચ્છતું હતું કે હું જીત મેળવું. તમે ચિંતા ન કરો. નસીબ ક્યાં સુધી દગો આપશે. હું ઓલિમ્પિક મેડલિસ્ટ જરૂર બનીશ. મનુએ ૧૬ શૂટ જ કર્યા પણ તેની પિસ્તોલનું કોકિંગ લિવર તૂટી ગયું.

આ એ હિસ્સો છે કે જ્યાં ડાર્ટ નાખીને પિસ્તોલ ચલાવવાની હોય છે. જ્યારે લિવર તૂટ્યું ત્યારે મનુના ૪૪ શોટ અને ૫૬ મિનિટ બચ્યા હતા. ૧૮ મિનિટ પછી ત્યારે તે પાછી આવી ત્યારે તેણે ૩૮ મિનિટમાં ૪૪ શૂટ કરવાના હતા. ચોથા સ્થાને રહેલી મનુ હવે પાછળ થઈ ગઈ હતી. તેને એક્સ્ટ્રા ટાઈમ પણ ના મળ્યો અને બાકીના સમય સાથે જ ગેમ ખતમ કરવી પડી. તેમ છતાં મનુએ ઓછા સમય સાથે ક્વોલિફાઈ રાઉન્ડ પૂરો કર્યો. ૬૦ રાઉન્ડ પછી ૫૭૫ અંક મેળવ્યા. કટ ઓફ ૫૭૭ હતા. અંતિમ શૂટ ૮ પોઈન્ટ પર લાગ્યો. તે ૧૦ કે ૧૦ પ્લસ હોત તો ફાઈનલમાં પહોંચી હોત.

વિશ્વના નંબર ત્રણ ખેલાડી સામે હાર્યા ભારતના તલવાર બાજ ભવાની દેવી

તલવાર બાજીમાં ભારતનો દમ જોવા મળ્યો હતો. ભારતની સીએ ભવાની દેવીએ ૧૫-૩ થી શાનદાર જીત મેળવી દિવસની શરુઆત કરી હતી.  આ ઉપરાંત આર્ચરીમાં પણ પુરુષ ટીમે કઝાકિસ્તાનને હરાવ્યુ છે અને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યુ છે. ભારત હવે ક્વાર્ટર ફાઇનલમાં કોરિયાનો સામનો કરશે. પહેલીવાર ઓલિમ્પિકમાં રમનાર ભવાની દેવીએ ફ્રાંસના વર્લ્ડ નંબર ત્રણ ખેલાડી મૈનન બ્રુનેટને જોરદાર ટક્કર આપવાની કોશિશ કરી પરંતુ મુકાબલો ૭-૧૫ થી હારી ગયા. હારવા છતા ફેંસિંગમાં ભવાની દેવીએ ઇતિહાસ રચ્યો છે.

માનિકા બત્રાની જોરદાર વાપસી: સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ૪-૩થી જીત 

ભારતીય સ્ટાર મનિકા બત્રાએ ટોક્યો ઓલિમ્પિકની બીજી ગેમમાં પાછળ રહ્યાં બાદ શાનદાર વાપસી કરતા યુક્રેનની મારગ્રેટ પેસોત્સકાને સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ૪-૩ થી માત આપી હતી. આ સાથે મનિક ટોક્યો ઓલિમ્પિકની ટેબલ ટેનિસ ઈવેન્ટના મહિલા સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશી છે. આ સાથે માનિકા ઓલિમ્પિક મેડલ જીતવાથી માત્ર એક ડગલું દૂર છે. માનિકા ટોક્યો ઓલિમ્પિકમાં સતત આગળ વધી રહી છે.

માનિકા બત્રા ૨૯ વર્ષ બાદ ટેબલ ટેનિસની રમતમાં ઓલિમ્પિકમાં સિંગ્લસની મેચ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. હવે ત્રીજા તબક્કામાં આજે તે ઓસ્ટ્રેલિયાની સોફિયા પોલકાનોવા સામે રમશે. જ્યારે પણ મનિકા પાછળ રહી ગઈ હતી, દબાણ હોવા છતાં, તેણે લાંબી રેલીઓ રમી અને પોતાના શોટ પર શાનદાર નિયંત્રણ જાળવ્યું. મનિકાને શરૂઆતમાં લય મેળવવામાં તકલીફ હતી અને યુક્રેની ખેલાડીએ પ્રથમ બે રાઉન્ડ સરળતાથી જીતી લીધા. મનિકા પાસે તેના ફોરહેન્ડ અને સ્મેશનો કોઈ જવાબ નહોતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.