Abtak Media Google News

ગ્રેટ બ્રિટન તરફથી અન્ના માર્ટિને બે ગોલ કર્યા હતા. જ્યારે શર્મિલાએ ભારત તરફથી પેનલ્ટી કોર્નરમાંથી ગોલ ફટકાર્યો: ભારતીય મહિલા હોકી ટીમની સતત ત્રીજી હાર, નિરાશાજનક પ્રદશન યથાવત

ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં ભારતીય મહિલા હોકી ટીમને, બુધવારે બીજી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓઇ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ગ્રેટ બ્રિટને ભારતને 4-1 થી પરાજિત કર્યું હતું. આ ભારતની સતત ત્રીજી હાર છે.આ પહેલાની મેચમાં નેધરલેન્ડ્સે 5-1 થી હરાવી હતી. તે પછી ટીમને જર્મનીથી 2-0 થી હાર મળી હતી. આ સાથે, તેની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની આશાઓ ધૂંધળી થતી લાગી રહી છે. હવે તેણે તેની છેલ્લી બંને મેચોને સારા માર્જિનથી જીતવી પડશે, તો જ ક્વાર્ટર ફાઇનલની તક મળી શકે છે. ગ્રેટ બ્રિટન તરફથી અન્ના માર્ટિને બે ગોલ કર્યા હતા. જ્યારે શર્મિલાએ ભારત તરફથી પેનલ્ટી કોર્નરમાંથી ગોલ કર્યો હતો.

ગ્રેટ બ્રિટને શરૂઆતથી પ્રભુત્વ જમાવ્યું અને પ્રથમ 75 સેકન્ડમાં ગોલ કર્યો. અહીંથી ગ્રેટ બ્રિટને ક્યારેય મેચ પરથી પકડ છોડી નહોતી અને ભારત પર દબાણ જાળવી રાખ્યું હતું. ભારતીય ટીમે મેચમાં પરત ફરવાનો પ્રયાસ કર્યો હતો. તેને પ્રથમ બે ક્વાર્ટરમાં ત્રણ પેનલ્ટી કોર્નર મળ્યાં, જેના પર એક ગોલ કરવામાં સફળતા મળી હતી.ભારતે આ ગોલ બીજા ક્વાર્ટરમાં બનાવ્યો હતો. 23 મી મિનિટમાં ભારતે પેનલ્ટી કોર્નર લીધો હતો. જેમાં ગુરજીત કૌરના શાનદાર શોટ લગાવતા, તેને શર્મિલાએ તેની હોકીના ઇશારાથી ગોલ કરી દીધો હતો.ભારતે ત્રીજા ક્વાર્ટરમાં આક્રમક રીતે શરૂઆત કરી હતી. પ્રથમ મિનિટમાં સતત ત્રણ પેનલ્ટી કોર્નર મેળવ્યા હતા. પરંતુ એક પણને ગોલમાં બદલી શક્યા નહોતા.

ચોથા ક્વાર્ટરમાં સ્કોરને બરાબર કરવાનો ભારતીય ટીમનો પ્રયાસ હતો, પરંતુ તેની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી. નવજોત કૌરને ક્વાર્ટરની શરૂઆતની મિનિટમાં જ યલો કાર્ડ આપવામાં આવ્યું હતું. જેના કારણે ભારતીય ટીમે ફરીથી 10 ખેલાડીઓ સાથે રમવું પડ્યું હતું. આ ક્વાર્ટરમાં ભારતીય ટીમ ગોલ કરી શકી નહોતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.