Abtak Media Google News

અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે આપણા દેશે દુનિયાને દંગ કરી દે એવી સિધ્ધિ હાંસલ કરી છે હવે ચંદ્રયાન મીશન પ્રતિ મહત્વાકાંક્ષી ઉડાન:સફળતા માટે સોમનાથ મહાદેવની પૂજા: પરમેશ્વરી શકિતની પ્રભુતાનો એકરાર !

રાજકારણીઓ-રાજકર્તાઓ રાજકીય લાભાલાભની શતરંજ ખેલવાનો સંભવ! આ મીશન યુગાવતાર લાવી શકે તો દેશભરમાં જબરા પરિવર્તન ખૂલશે ક્ષિતિજો!

પૃથ્વીનું સર્જન કરતી વખતે સર્જનહારે એને સુંદરમાં સુંદર બનાવવામાં કશીજ કમી ના રાખી નહોતી એ વાત હવે સારી પેઠે જાણીતી બની ચૂકી છે. આવી સુંદરતાસભર પૃથ્વીને માનવજાતના હાથમાં સોપતી વખતે એવી ભાવના દર્શાવી હતી કે, તમે આને વધુ સુંદર બનાવજો ! પરંતુ માનવજાત સર્જનહારની આ ભાવનાને ચરિતાર્થ બનાવવામાં સારી પેઠે ઉણી ઉતરી છે. એની સ્વાર્થાન્ધતાએ પૃથ્વીને ક્રમે ક્રમે અસુંદર બનાવ્યા કરી છે. અને હાલની બિહામણી હાલતમાં ધકેલી છે.

જોકે, આ પૃથ્વી પર કેટલાક મનુષ્યો એવા પણ પરમાર્થી, નિ:સ્વાર્થી અને ઉમદા પ્રકૃતિના નીકળ્યા છે. કે તેમણે આ પૃથ્વીને અસુંદર બનતી અટકાવવાનો જબરદસ્ત પુરૂષાર્થ કર્યા જ કર્યો છે…

આને લગતુ એક અજબ એવું ઉદાહરણ અહી ટાંકવા જેવું છે.

સને ૧૯૧૭ની સાલની આ વાત પરદેશની છે. ગર્ભશ્રીમંત ધનાઢ્ય પરિવારમાં નાની ખુબસુરત દીકરી કિલકિલાટ કરીને હસતી રમતી આનંદ કરતી હતી નામ એનું હતુ ગિયાની એક દિવસ અચાનક તેના પેટમાં ભયંકર દુ:ખાવો શરૂ થયો અસહ્ય દર્દથી તે ચિકત્કારી રહી તેનો કિલકિલાટ હવામાં ઓગળી ગયો તેના પિતા ગેસ્લિનીએ તેના દુ:ખાવાના અનેક ઉપચાર કરાવ્યા પરંતુ દર્દ જીવલેણ સાબિત થયું. વ્હાલસોઈ પુત્રી અંતિમ શ્વાસ લઈ રહી હતી તેણે અંતિમ સંદેશ આપતી હોય તેમ પિતાને નજીક બોલાવી કાનમાં કહ્યું કે: ‘પપ્પા ! હું તો તમારો ખૂબ પ્રેમ હોવા છતા પ્રભુનાં દરબારમાં જાઉ છું પણ નાના ભૂલકા બાળકો, કિશોરો, ગરીબોના પુત્રો, પુત્રીઓને અનાથ છે તેને હુ ઘણી ચાહુ છું મારી ચાહનાની કદર કરીને પપ્પા, તમે ભગવાનની હજાર હાથે આપેલી ધન દોલતનો તેઓનાં ભલા માટે તેઓના દર્દોને દફે કરવા કાજે સદઉપયોગ કરજો અને મને સાચી અંજલી આપજો !

પુત્રીનાં આ અંતિમ વેણ પિતાના હૃદયમાં કોતરાઈ ગયા. કાળજાના કટકાની અચાનક વિદાયથી પડેલો કારમો ઘા સહન કરીને થોડા સમય પછી પિતાએ પુત્રીનાં અંતિમ સંદેશને દ્દઢ સંકલ્પથી અમલમાં મૂકયો પુત્રીના સ્મારક તરીકે માનવતાની અમૃતધારા વહાવતી બાળકોની સારવાર કરતી ઈસ્પિતાલ સોળ કરોડના ખર્ચે એમણે સાકાર કરી. પાંચ લાખ ચોરસ ફૂટ જેટલી વિશાળ જગ્યામાં સોળ વર્ષ સુધીનાં બાળકોનાં સ્વાસ્થ્યનું જતન નિ:શુલ્ક ભાવે થાય તેવી વ્યવસ્થાનું ભવ્ય વહીવટી તંત્ર એમણે ઉભુ કર્યું જે ઈસ્પિતાલને નામ આપ્યું સિટી ઓફ પિટી સંખ્યાબંધ તબીબઓ અને પરિચારીકાઓ રાત દિવસ બાળકોની સેવા સુશ્રુષા કરી રહ્યા છે. માનવતાની મહેક પ્રસરાવતી આ સંસ્થા એક કિશોરીના અંતિમ સ્મારકરૂપે વિશાળ જનસમાજને પ્રેરણારૂપ બની રહી છે.

ગૃહે જન્મેલો છોકરો પોતાની બુધ્ધિશકિતથી અને આત્મશ્રધ્ધાથી આગળ વધીને સને ૧૮૬૧માં અમેરિકાનો રાષ્ટ્ર પ્રમુખ બને છે. જે એક સુશિક્ષીત રાષ્ટ્રની યોગ્ય વ્યકિત પરત્વેની કદરદાની જ કહેવાય. જે દેશના લોકોએ પોતાને સર્વોચ્ચ સ્થાને સ્થાપિત કરવાની કદરદાની દાખવીએ મહાનુભાવ હતા અબ્રાહ્મ લિંકન જેણે પોતાના સમર્થ નેતૃત્વમાં ઉતમ લોકશાહી કેવી હોય તેવું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરૂ પાડયું હતુ.

અમેરિકાની પ્રજાને રાષ્ટ્ર પ્રમુખ તરીકેના સર્વોચ્ચ પદે સ્થાપિત કરીને અબ્રાહ્મ લિંકનની કદરદાની કરી એવી જ કદરદાની એમણે રાષ્ટ્રને માટે ઉતમ કામ કરે તેવા મંત્રીઓની પસંદગી કરવામાં દાખવી એ પણ એમના સુશાસનના ઈતિહાસના સુવર્ણ પ્રકરણ સમી હકિકત છે. આજે આપણા દેશમાં કે દુનિયાના મોટાભાગના દેશોમાં વરિષ્ઠ હોદાઓ ઉપર લાગવગના જોરે જ નિયુકિતઓ થાય છે. ત્યારે અબ્રાહ્મ લિંકને ઉચ્ચ હોદાઓ ઉપર નિયુકિત કરવામાં લાગવતનો લેશમાત્ર ઉપયોગ નહોતો કર્યો દેશને માટે સંરક્ષણ મંત્રી જેવા મહત્વપૂર્ણ હોદા ઉપર કોઈ ખાસ મહાનુભાવની નિયુકિત કરવાનો સમય આવ્યો ત્યારે એમણે પોતાની વિરોધી એવી વ્યકિતને એ સ્થાન આપ્યું ત્યારે ભારે ચકચાર મચી જવા પામી હતી. અમેરિકાની કોંગ્રેસની પોતાની રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ એમના આ કાર્યની ભારે ટીકા કરી હતી. પરંતુ લિંકને એ વાતમાં મચક આપી નહોતી બધા સાંસદોએ એમને રજૂઆત કરેલી કે સંરક્ષણ મંત્રી પદે આપ જેમને નિયુકિત આપી રહ્યા છો એ માણસ તો તમારી જાહેરમાં પણ ટીકા કરે છે ! પરંતુ લિંકન સાહેબે એ સહુને સ્પષ્ટ શબ્દોમાં સુણાવી દીધેલું કે આ મામલો અંગત રાગદ્વેષનો નથી આ મામલો રાષ્ટ્રના હિતનો છે એથી જે વ્યકિત રાષ્ટ્રનું હિત સારી રીતે જોઈ શકે તેને વરિષ્ટ હોદા ઉપર બેસાડી શકાય. આ રીતે યોગ્ય વ્યકિતને યોગ્ય નિમણુંક આપવામાં એમની કદરદાનીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો અને સમય જતા તે પ્રશંસાને પાત્ર પણ બન્યા હતા.

આ દ્રષ્ટાંતે એવું માનવા પ્રેરે છે કે પૃથ્વીપરની સમૂળગી માનવજાત સર્જનહાર પ્રત્યે નગુણી બની નથી.

આવી પરિસ્થિતિ વચ્ચે ભારતે પૃથ્વીના ગ્રહથી તદન નજીકમાં આવેલા ચંદ્રના ગ્રહભણી મહત્વાકાંક્ષી ચંદ્રયાન મીશન હાથ ધરીને સમગ્ર વિશ્વને દંગ કર્યું છે!

આ અંગે એમ કહેવાયું છે કે દેશ સહિત વિશ્ર્વભરમાં ઉત્સુકતા જગાવનાર ભારતનું ચંદ્રયાન ૨ મધરાત્રે ૨.૧૫ મીનીટે ચંદ્રની યાત્રાએ રવાના થયું હતુ જે સૌ કોઈ ભારત વાસીઓ માટે ગૌરવની ઘડી હતી પ્રથમ વાર અમજનતો આ તકે ગેલેરીમાં બેસીને ચંદ્રયાન ૨ના લોન્ચીગનો લાઈવ નજારો જોવા મળ્યો હતો.

કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવ્યા બાદ વ્હેલી પરોઢે ચંદ્રયાનને લોંચ કરી દેવામાં આવ્યુ હતુ વહેલી પરોઢે ૨.૫૧ મીનીટે ચંદ્રયાનને લોંચ કરી દેવામાં આવ્યા બાદ ૫૨ દિવસ પછી ચંદ્રયાન ૨ ચંદ્રની સપાટી ઉપર ઉતરશે ભારતીય અંતરીક્ષ સંસ્થા ઈસરોના આ મહત્વકાંક્ષી મિશન તરીકે છે આના ઉપર ૬૦૦ કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવી ચૂકયો છે.

આઈઆઈટી કાનપૂરમાં ભણાવતા પ્રોફેસર કેએ વેંકટેશ અને પ્રોફેસર આશીષ દત્તાએ મળીને અનેક વર્ષોની મહેનતથી આ પ્રોજેકટ તૈયાર કર્યો છે. પ્રોફેસર ચંદ્રયાન ૨ ચાંદ પર પહોચતાની સાથે જ મોશન પ્લાનીંગનું કામ શરૂ થઈ જશે. ભારત આ મિશનની સફળતાની અંતરીક્ષ અભિયાનમાં અમેરિકા, રશિયા અને ચીનના સમુહમાં આવી જશે.

સ્પૂતનિકે કહ્યું કે ચંદ્રયાન ૨નો કુલ ખર્ચ લગભગ ૧૨.૪ કરોડ ડોલર છે. જેમાં ૩.૧ કરોડ ડોલર લોન્ચનો ખર્ચો છે અને ૯.૩ કરોડ ડોલર ઉપગ્રહનો ખર્ચ છે. આ ખર્ચો એવેન્જર્સ બનાવતા લાગેલા ખર્ચનાઅડધાથી પણ ઓછો છે. આ ફિલ્મનું અંદાજે બજેટ ૩૫.૬ કરોડ ડોલર છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં પણ મૂકનાર વિશ્ર્વનું ભારતનું ચહદ્રયાન ૨ હશે. ઈસરો જયારે ઈતિંહાસ રચવા જઈ રહ્યું છે. ત્યારે ભારત દેશની આ ઐતિહાસીક પહેલ સફળ થાય તે માટે સમગ્ર ભારતવાસીઓ રોમાંચિત છે.

પ્રભાસતીર્થ સોમપુરા બ્રહ્મ સમાજના પ્રમુખે જણાવ્યા મુજબ સોમ એટલે ચંદ્ર અને અમારો સમુદાય ભગવાન ચંદ્ર અને અમરો સમુદાય ભગવાન ચંદ્રના વંશજ તરીકે હોય અને ભારત દેશ આજે ચંદ્રયાન ૨નું ઐતિહાસીક પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. ત્યારે ચંદ્રદેવ એવા સોમનાથ મહાદેવને આ ઐતિહાસીક મિશનમાં સફળતા પ્રાપ્ત થાય તે માટે ખાસ વિશેષ પૂજા કરવામાં આવી હતી.

દેશના પ્રથમ જયોતિલિંગ એવા સોમનાથ મહાદેવ જયાં બિરાજે છે તે પ્રભાસ તીર્થની પાવન ભૂમિ પર સોમપુરા બ્રહ્મસમુદાયના ભુદેવો દ્વારા ઈસરોના ચંદ્રયાન ૨ના સફળ પરીક્ષણ માટે સોમનાથ મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવી હતી. પ્રાર્થનાઓ અવશ્ય ફળે છે, વહેલી કે મોડી… કોઈપણ માણસે કે કોઈ પણ સંસ્થાએ, કે કોઈપણ રાજકર્તાએ શુભ હેતુસર કરેલો પુરૂષાર્થ ખાલી જતો નથી. એનુંજ એક બીજુ નામ ‘તપ’ છે. તપસ્વીઓથી જ આ જગત અને આ સમાજ ઉજળા છે.

Indias-Chandrayaan-Mission-Will-Give-Many-Khamas-But-Will-It-Bring-The-Yugavtar
indias-chandrayaan-mission-will-give-many-khamas-but-will-it-bring-the-yugavtar

‘ઈસરો’ માટે અને તેના તપસ્વી વૈજ્ઞાનિકો માટે પણ એમ જ કહી શકાય.

છેલ્લા એક અહેવાલ મુજબ, આ ચંદ્રયાન મીશનને પરમેશ્ર્વરે કસોટીમાં મૂકયું છે.

આજે ગ્રહણ છે અને તે પણ ચંદ્રગ્રહણ છે.

આ મીશનને ટેકનીકલ બ્રેક લાગી છે અને તે ખોરંભે પડયું હોવાનું જણાવાયું છે.

સોમનાથ મહાદેવ એની વહારે ચઢશે જ.

અહી એક એવો પ્રશ્ન જાગે છે કે, કરોડો ડોલરનાખર્ચે અવકાશમાં મોકલાયેલ આ ચંદ્રમીશન ચંદ્રમાં ઉપર ભારતભૂમિ ઉપર પગલાં માંડશે તે પછી અહીં યુગાવતાર થશે ખરો? અને કરોડો ગરીબોના જીવનમાં પરિવર્તન લાવશે ખરો ?

ગૂરૂપૂર્ણિમાના આજના અવસરે અસંખ્ય ચમત્કારો થતા રહ્યા છે. આ મીશનને સફળતા દ્વારા એક વધુ ચમત્કાર થાય એવું કોઈ નહિ ઈચ્છે ? અને કોણ સદ્ગુરૂ ભગવાનને પ્રાર્થના નહિ કરે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.