Abtak Media Google News

સયુંકત રાષ્ટ્રસંઘ ( યુનાઇટેડ નેશન્સ ) એન્વાયર્નમેન્ટ એજન્સી નવા વિચારો દ્વારા પર્યાવરણીય પડકારોના નિરાકરણ માટે કામ કરવાવાળા લોકોને યંગ ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ આપે છે. તેના બધા જ વિજેતાઓના ભારતના એક નાગરિકને પણ આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

તે ભારતીય નાગરિક વિદ્યુત મોહન છે. 29 વર્ષીય વિદ્યુત મોહનના પ્રયત્નોની પ્રશંસા કરતાં સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે હવામાન પરિવર્તનને રોકવા માટે નવા વિચાર સાથે યુવા જનરેશન આગળ વધી રહી છે તેના સકારાત્મક પરિણામો ભવિષ્યમાં જોવા મળશે.

યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (યુએનઇપી) એ એક નિવેદનમાં જણાવવ આવ્યું છે કે ‘ટેકાચાર ‘કંપનીના સહ-સ્થાપક અને વ્યવસાયે એન્જિનિયર વિદ્યુત મોહને ખેડૂતોને તેમના સામાજિક મહેનત દ્વારા પાકનો કચરો ન સળગાવવો એટલું જ નહીં, આ કચરોનો ઉપયોગ કરીને, તેમણે વધારાના આવક કેવી રીતે વધારવી તેની જાણકારી આપી. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે રોગચાળા દરમિયાન સમાજની સમસ્યાઓ વધી છે અને અર્થતંત્રને પણ અસર થઈ છે. આવી સ્થિતિમાં આપણે પ્રકૃતિને થતાં નુકસાન માટે તાત્કાલિક પગલાં ભરવા પડશે. ‘યંગ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ’ લોકોને આ દિશામાં પ્રેરણા આપવા અને દબાણ કરવા માટે કામ કરી રહ્યું છે.

અત્યાર સુધીમાં 30,000 ટન કચરો નિકાલ કરવામાં આવ્યો છે

યુએનઇપીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઇંગર એડરસને કહ્યું કે જૈવવિવિધતાથી થતા નુકસાન માટેના અર્થપૂર્ણ ઉકેલો માટે યુવાનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. વિદ્યુત મોહનની કંપની ‘ટેકાચાર ‘ અનાજનો ભૂસો , નાળિયેરની છાલ લઈને તેને ચારકોલમાં ફેરવે અને ખેડુતોને કચરો બાળવા માટે રોકે છે. કંપનીની શરૂઆત ૨૦૧૮માં કરવામાં આવી હતી. મોહન અને કંપનીના સહ-સ્થાપક કેવિન કુંગે લગભગ 4500 ખેડૂતો સાથે મળીને કામ કર્યું છે અને અત્યાર સુધીમાં 30,000 કચરાનો નિકાલ કર્યો છે.

વાતાવરણને સ્વચ્છ બનાવવામાં મદદ કરશે

યુએનઇપીના અર્થતંત્ર વિભાગમાં ઊર્જા અને આબોહવા શાખાના વડા માર્ક રાડકા એ જણાવ્યું હતું કે, કૃષિ અવશેષોને બાળી નાખવાથી વિશ્વના ભાગોમાં વાયુ પ્રદૂષણ ફેલાય છે.’ ટેકાચાર’ ની આધુનિક ટેકનોલોજી પર્યાવરણને સ્વચ્છ બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. વિદ્યુત મોહને કહ્યું કે 2030 સુધીમાં ‘ટેકાચાર’ મોટી સંખ્યામાં ખેડૂતોને અસર કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.