ભારતની ‘આર્થિક સુવર્ણ યુગ’ ભણી મક્કમ આગેકુચ !!!

મધ્ય યુગમાં ભારતની ઓળખ સોનાની ભૂમિની હતી. વિશ્ર્વના સાહસીકો, યાત્રાળુઓમાં કોલમ્બસ હોય કે માર્કોપોલો તમામે ભારતની ભૂમિની શોધખોળ માટે ઘરના ઉંબરા વળોટ્યા હતા. ચીનના વૈશ્ર્વિક પ્રવાસી ચેન ઝીંગની અનુભવગાથામાં પણ ભારતને સોનાની ભૂમિ તરીકે વર્ણવવામાં આવી છે. પ્રાચીન ભારતનું ભારત વર્ષ અને મુગલોના સમયમાં શાહજહાનું શાસન આર્થિક યુગ તરીકે ઈતિહાસમાં સ્થાન પામ્યું હતું. ભારતની આ સમૃદ્ધિ અને જાહોજલાલી અને કિર્તીથી અંજાયેલા મોહમદ ગજની જેવા વિદેશી આક્રમણખોરોને ભારત પર ચઢાઈ કરવા પોરસ ચડાવ્યું હતું. આર્થિક ઉતાર-ચઢાવ અને કાળના સપાટામાં ભારતનું અર્થતંત્ર અનેકવાર વિખાયું, ફરીથી આબાદ થયું. રાજાશાહી અને અંગ્રેજોના શાસનમાં ભારતનું બેફામ આર્થિક શોષણ થયું. પરતંત્ર દેશની સમૃધ્ધિને ખાઈ ગયું હતું. ફરીથી લોકતાંત્રીક રીતે સ્વતંત્ર થયેલા ભારતનું અર્થતંત્ર બેઠુ થઈ જવા પામ્યું છે. હવે ફરીથી ૨૧મી સદીના વિશ્ર્વમાં ભારત આર્થિક રીતે સબળ અને સૌથી ચડિયાતુ બની રહેવા માટે આગળ વધી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું વિરાટ કદ આપવા માટેનું લક્ષ્ય રાખ્યું છે. પરંતુ ભારતના કૃષિ, ઔદ્યોગીક, શૈક્ષણિક અને વિજ્ઞાન તેમજ ટેકનોલોજીના તમામ ક્ષેત્રો જે રીતે વિકાસની હરણફાળ ભરી રહ્યાં છે. તે જોતા પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ મેળવવું એ ભારતના અર્થતંત્ર માટે પઘડે ઘા જેવું આસાન બની રહેશે. ભારતની સવા સો કરોડની વસ્તી અભિષાપના બદલે હવે આર્શિવાદ બની રહી છે. આત્મનિર્ભર ભારત અને વેપાર વિશ્ર્વમાં ભારતના કૃષિ ક્ષેત્રના મહાયોગદાનથી ભારતના કણે-કણમાં મણ-મણ સોનુ ઉપજે એવી શક્તિથી ભારત ફરી એકવાર આર્થિક મહાસત્તા બનવા તરફ ડગ માંડી રહી છે. અત્યારે વિશ્ર્વમાં સૌથી સમૃધ્ધ અને સત્તા અને ટેકનોલોજીના બાદશાહ ગણાતા અમેરિકા પર પણ ભારતનું ૧.૫૦ લાખ કરોડનું દેવુ બોલે છે. અમેરિકા અનેક વિકાસશીલ અને વિકસીત દેશોને લોન આપી-આપીને બૌદ્ધિ રીતે તાબે કરી રહ્યું છે. ભારતમાં પરિસ્થિતિ અલગ છે. ભારત પર અમેરિકાનું દેવુ નથી અમેરિકા ભારતનું કરજદાર બન્યું છે. યુરોપીયન સંઘો પણ ભારત સાથે હાથ મિલાવીને પોતાની આર્થિક મુશ્કેલીઓનું નિવારણ લાવવા માટે પ્રયત્નશીલ બન્યા છે. ફરી એકવાર સમગ્ર વિશ્ર્વની નજર ભારતની આર્થિક સમૃધ્ધિ તરફ વળી છે. થોડા જ દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે યુરોપિયન સંઘની ગોલમેજી પરિષદ જેવી બેઠક યોજાશે.

ભારતની વિશાળ જનસંખ્યા અને છુટક બજાર વિશ્ર્વની તમામ કહેવાતી મલ્ટીનેશનલ કંપનીઓ માટે લાભના તાશક બની ર્હયાં છે. વિશ્ર્વના કોઈપણ દેશોને પ્રગતિ અને આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરવી હોય તો તેને ભારતનું પાલવ પકડવા સીવાય છુટકો નથી. ચીનની સામ્યવાદી નીતિ અને સામ્રાજ્યવાદી રણનીતિને પણ ભારતની આર્થિક સમૃધ્ધી પાસે નમતુ જોખવું પડ્યું છે. તાજેતરમાં જ ગરવાન ઘાટીમાં ઉભી થયેલી સૈન્ય કટોકટીમાં ચીને બિનશરતી રીતે પોતાનું લશ્કર પાછુ હટાવવા સહમતી દર્શાવી દીધી છે. ભારત આર્થિક તંત્ર, કૃષિ ક્ષેત્ર અને ધાર્મિક સંસ્થાઓની સમૃધ્ધી વિશ્ર્વના કોઈપણ દેશના અર્થતંત્ર કરતા સવાયી બનવા જઈ રહી છે. જે સોમનાથ મહાદેવની સમૃધ્ધિ લૂંટવા માટે મોહમદ ગજનીએ ૧૭ વાર આક્રમણ કર્યું હતું અને ભારતીય સંસ્કૃતિ રક્ષા કરવા જ્યાં સવા મણ જનોઈ જેટલું બલીદાન લેવાયું હતું. આ જ સોમનાથ મંદિર જેવા ધર્માલયો ફરીથી સોનેથી મઢાવવાનું શ‚ થઈ ચૂક્યું છે. એક સમય એવો હતો કે, ભારતના અર્થતંત્ર પર વિદેશી કરજનો બોજ હતો. હવે ભારતનું અર્થતંત્ર વિદેશમાં આર્થિક સહાય જેટલું સધ્ધર બની રહ્યું છે. અમેરિકા જેવા અમેરિકા પર પણ ભારતનું ૧.૫૦ લાખ કરોડનું કરજ બોલે છે અને યુરોપીયન દેશો પણ ભારતના સહારે આર્થિક મુશ્કેલીની નાવ પાર કરવા મથામણ કરી રહ્યાં છે. ભારત ફરી એકવાર સોનાની ભૂમિ અને આર્થિક સુવર્ણ યુગ તરફ મકકમપણે આગળ વધી રહ્યું છે તેમ કહેવામાં જરાપણ અતિશયોક્તિ નથી.