કોવિડ હોવા છતાં ઝડપથી વિકસતું ભારતનું અર્થતંત્ર: ગૌતમ અદાણી

અદાણી એન્ટરપ્રાઇઝની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ

આપણું જગત વર્તમાન સમયમાં  અજાણ સ્થિતિમાંથી પસાર થઇ રહયું છે એમ કહેવું એ અલ્પોક્તિ હશે. વિસ્તૃત ફુગાવો, અન્ન પુરવઠામાં અવરોધ, માનવીના વિસ્થાપનમાં વધારો, ખુલ્લી આરોગ્યસંભાળની પ્રથા, સ્થગિત થયેલું શિક્ષણનું સ્તર, ચલણની અસ્થિરતા અને રોજગારીનું નિરાકરણ એ તમામ બાબતો બહુ-સ્તરીય કટોકટીની હાનીકારક અસરોના સંકેતો છે જે દરેક રાષ્ટ્રની સ્થિતિસ્થાપકતાની કસોટી કરી રહી  છે.

ચર્ચા કરવાનો જ્યારે હંમેશા અવકાશ હોય ત્યારે તાજેતરની ઘટનાઓ તરફ નજર કરીએ તોએ વાતનો કોઈ ઇનકાર શકે નહીં કે મોટાભાગના દેશો કરતાંભારત કોવિડ -19નીમહામારીનું સંચાલન કરવામાં વધુ સારી રીતે અલગ તરી આવ્યું છે. માત્ર છેલ્લાં દોઢ મહિનામાંભારતે બસ્સો કરોડ રસીના ડોઝ આપ્યા છે જેઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને યુરોપ એ ત્રણ ખંડોની સંયુક્ત વસ્તી કરતાં વધુ છે.ગૌતમ અદાણી મુજબ દુનિયા આ બાબતને  ઐતિહાસિક શિખ તરીકે જોશે. આ ઐતિહાસિક સિધ્ધિ અજોડ છે અને કોઇપણ પરિસ્થિતિમાંથી બહાર આવવા ભારત સક્ષમ છે તેનો આ પૂરાવો છે. ભારતની સ્થિતિસ્થાપક્તાને તે યોગ્ય ઠરાવે છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ભારતે તેની ગરિમાને મજબૂતીથી જાળવી રાખવા સાથે તેનું વલણ પણ પકડી રાખ્યું છે. ભારતનો રાજદ્વારી દરજ્જો તેના આત્મવિશ્વાસની નિશાની છે અને કોઇનો પક્ષ લેવા માટે વૈશ્વિક દબાણ હોવા છતાં આપણે જે રીતે આપણી જાતને સંભાળી છે તેના પર ભારતના દરેક નાગરિકે ગર્વ અનુભવવો જોઈએ. આત્મવિશ્વાસથી ભરપૂર એક નવા ભારતની આ નિશાની છે અને બહુધ્રુવીયતાની દુનિયામાં ભારતને આગામી વર્ષોના અગ્રદૂતની ભૂમિકામાં જોવાની આપણે અપેક્ષા રાખવી જોઈએ.

જ્યારે ઘણા વિકસિત દેશોએ રીન્યુએબલ એનર્જીના લક્ષ્યો તરફ આગળ વધવાની બાબતને વિરામ આપ્યો છે.2015થી ભારતની રિન્યુએબલ એનર્જીની ક્ષમતા લગભગ 300% વધી છે.હકીકતમાં 20-21 ની સરખામણીમાં ગત વર્ષમાં રીન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં મૂડી રોકાણમાં 125%નો આશ્ચર્યજનક વધારો જોવા મળ્યો હતો. ભારતની જરૂરિયાતના 75% થી અધિક વધારાની માંગ રીન્યુએબલ એનર્જીના ઉત્પાદનના ઉમેરા દ્વારા પૂરી થવાની અપેક્ષા હોવાના કારણે આ ક્ષેત્રમાં ભારત હવે અટકશે નહી

આ સંદર્ભમાં આપણી સરકારે જે રીતે તેની ભૂમિકા અદા કરીને સર્વાંગી સંતુલન કાર્યનું સંચાલન કર્યું છે તેનો યશ સરકારને આપવો જ જોઈએ. ઉપરાંત જ્યાં અન્ય ઘણી મોટી અર્થવ્યવસ્થાઓ મંદીના વલણોનો સામનો કરી રહી છે ત્યારે કોવિડની કટોકટીમાંથી બહાર આવીને એવા ભયાવહ વાતાવરણમાં આપણે સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની ગયા છીએ. અમારા વ્યવસાયોમાંથી અમે જે સંકેતો જોઈ રહ્યા છીએ તે જોતાં મને શ્રધ્ધા છે કે આ વર્તમાન વર્ષમાં ભારતનો અંદાજિત જીડીપી વૃદ્ધિનો 8%નો આંક ઘણો હાંસલ કરી શકાય તેમ છે.

કંપની વિશે  2021-22નું વર્ષ અદાણી સમૂહ માટે બીજું બ્રેકઆઉટ વર્ષ હતું.ગૌતમ અદાણીના કહ્યું છે કે અમારા ભૂતકાળમાંની અમારી માન્યતા ભવિષ્યમાં વિશ્વાસ કરવાની અમારી  ક્ષમતાને વ્યાખ્યાયિત કરે છેે જેનું રુપાંતર હાલમાં અમે જે મોટા સાહસ કરીએ છીએ તેમાં થઇ રહ્યું છે. ના તો અમે ક્યારેય ભારતમાં  રોકાણ કરવાથી દૂર ગયા નથી કે કદાપી  અમારા રોકાણને અમે ધીમું કર્યું નથી.અમે માનીએ છીએ કે અમારું કદ,અમારો વૈવિધ્યસભર વ્યવસાય અને અમારા દેખાવના દરજ્જાનો ટ્રેક રેકોર્ડ બજારની વિવિધપરિસ્થિતિઓમાં સારો કારોબારચાલુ રાખવા માટે અમોને ખૂબ તાકાતવાન બનાવે છે.