Abtak Media Google News

રિકવરી અને નિકાસ ક્ષેત્રે વૃદ્ધિ થતાં દેશનો વિકાસ દર ઊંચો આવવાનો આશાવાદ નીતિ આયોગના રાજીવકુમાર એ વ્યક્ત કર્યો

ભારત દેશનું અર્થતંત્ર સતત વિકસિત થઇ રહ્યું છે ત્યારે નીતિ આયોગના રાજીવકુમાર એ જણાવતા કહ્યું હતું કે આગામી 2022માં ભારતનો વૃદ્ધિદર ૧૦.૫ ટકા એ જોવા મળશે જેનું મુખ્ય કારણ એ છે કે રિકવરી અને નિકાસ ક્ષેત્રમાં સારી એવી વૃદ્ધિ થઈ છે પરિણામે આશા સેવવામાં આવી રહી છે. એટલું જ નહીં કોરોના ના કપરા સમય બાદ જ્યારે સ્થિતિ સુધરતી જોવા મળી તે સમયે લોકોની ખરીદશક્તિમાં પણ અનેરો વધારો થયો છે પરિણામે જે અર્થતંત્રમાં કરતો હોવો જોઈએ તે સ્થિતિ નિર્માણ થઇ છે.

નીતિ આયોગના રાજીવકુમાર એ માહિતી આપતા જણાવ્યું હતું કે જે અર્થતંત્રમાં જે સ્થિતિ સુધરી રહી છે તેનું મુખ્ય કારણ લોકોની ખરીદશક્તિ નહીં પરંતુ જે વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે થવી જોઈએ અને વૈશ્વિક દેશોમાંથી જે માલનું પરિવહન થવું જોઈએ તે યોગ્ય રીતે ન થતા તમામ સ્થિતિ ઉદભવી થઈ હતી પરંતુ હાલની સ્થિતિએ દેશનું અર્થતંત્ર પુરપાટ દોડી રહ્યું છે.

આગામી વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં પણ મોદી સરકાર અર્થતંત્રને પ્રમુખ મુદ્દો બનાવી ચૂંટણી લડશે જેનું મુખ્ય કારણ એ છે કે કોઈ પણ દેશનો વિકાસ ત્યારે જ શક્ય બને જ્યારે જે તે દેશની અર્થવ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલતી હોય અને લોકોની ખરીદશક્તિ વધુ હોવાના પગલે અર્થતંત્રમાં સતત ફરતો હોય.

બીજી તરફ અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે સરકાર દ્વારા નિકાસ ને વધુ ને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે આગામી નાણાકીય વર્ષ 2023 અને વર્ષ 2024માં દેશનો વિકાસ દર ઊંચો આવે તેના પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે હાલની સ્થિતિએ ભારત દેશ દ્વારા જે વૈશ્વિક ટ્રેડ થવું જોઈએ તે દરમાં થોડા અંશે ઘટાડો જોવા મળ્યો છે સામે ભારતીય ચીજ વસ્તુઓની માંગ પણ સતત વધતી જોવા મળે છે ત્યારે ભારત સરકાર આગામી દિવસોમાં વિકાસને વધુ પ્રાધાન્ય આપશે તેવું સ્પષ્ટપણે માનવામાં આવી રહ્યું છે.

નીતિ આયોગના રાજીવકુમાર એ વધુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે ભારત દેશમાં ગરીબીનું પ્રમાણ પણ સતત વધુ માત્રામાં જોવા મળી રહયું છે ત્યારે આગામી દિવસોમાં જો ભારત સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધુ ભાર મૂકશે તો ભારતની ગરીબી ઘણા ખરા અંશે દૂર થઇ શકશે અને ગરીબી દૂર થતાં આર્થિક વૃદ્ધિ પણ પૂર્ણતઃ શક્ય બનશે જેથી વધુને વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી લોકોને રોજગારી પૂરી પાડવામાં આવે તો આ સ્થિતિમાંથી ભારત દેશ સુચારુ રૂપથી બહાર આવી શકશે. તે જ રીતે ભારતમાં ઓનલાઇન વેપારને પણ વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે માત્ર એટલું જ નહીં મહિલાઓ નો લેબરફોર્સ પણ સતત વધારવામાં આવશે તો ઘણા ખરા પ્રશ્નો જે અટવાયેલા છે તે યોગ્ય રીતે પૂર્ણ થઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.