જુનિયર હોકી વિશ્વકપમાં ભારતનો સેમિફાઇનલમાં ધમાકેદાર પ્રવેશ

બડે સો બડે છોટે મિયા સુભાન-અલ્લા

ભારતે બેલ્જિયમને 1-0 થી હરાવ્યું, શારદાનંદ તિવારી નો પેનલ્ટી કોર્નર ભારતને ફળ્યો

હાલ ભુવનેશ્વર ખાતે જુનિયર હોકી વિશ્વકપ રહ્યો છે જેમાં ક્વાર્ટર ફાઇનલમાં ભારતે બેલ્જિયમ ને માત આપી સેમિ ફાઇનલમાં ધમાકેદાર પ્રવેશ કર્યો છે. જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે 1-0થી બેલ્જીયમ સામે વિજય મેળવ્યો હતો. આ મેચમાં  ભારત તરફથી બીજા ક્વાર્ટરમાં, મેચની 21મી મિનિટે શારદાનંદ તિવારીએ ગોલ  ફટકારી ટીમની જીત અપાવી હતી.

હવે ભારત સેમિ ફાઈનલમાં તારીખ 3 ડિસેમ્બર ને શુક્રવારે જર્મની સામે ટકરાશે.  ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી ક્વાર્ટર ફાઈનલમાં ભારતે આક્રમક અંદાજની  યાદગાર જીત હાંસલ કરી હતી. ક્વાર્ટર ફાઈનલની શરૃઆતમાં  ભારતીય ખેલાડીઓએ બરોબર જવાબ આપ્યો હતો અને ફર્સ્ટ ક્વાર્ટરમાં કોઈ ગોલ નોંધાયો નહતો.

જોકે બીજા ક્વાર્ટરમાં ભારતે સૌપ્રથમ પેનલ્ટી કોર્નરની મદદથી ગોલ નોંધાવતા સરસાઈ મેળવી લીધી હતી. જે પછી બેલ્જીયમના મેચમાં પાછા ફરવાના જોરદાર પ્રયાસને ભારતીય ડિફેન્સ અને ગોલકિપરે નિષ્ફળ બનાવ્યા હતા.