ભારતની પ્રથમ ટેસ્ટમાં જીત નિશ્ચિત

ભારતની જીત માત્ર 3 વિકેટથી જ દૂર, મેચ જીતી ભારત સિરીઝ ઉપર પોતાનું પ્રભુત્વ ઊભું કરી લેશે

બુમરાહની ત્રણ અને શમી-સીરાજની બે-બે વિકેટ

હાલ ભારત-આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ પેકિંગ પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ રહ્યો છે જેમાં ભારત જીતથી માત્ર 3 વિકેટ જ દૂર છે. આજે મેચ જીતવા શરૂઆતમાં જ ભારતીય બોલરોએ એલગરને આઉટ કરવો જરૂરી હતો જો કે 77 રનના સ્કોર પર જ બુમરાહે એલગરને એલ.બી.ડબ્લ્યુ કરી પેવેલિયન ભેગો કરી દીધો હતો. ભારતની જીત હવે નિશ્ચિત છે. અત્યાર સુધીના જે દિવસે મેચ રમાયા છે તેમાં ભારતનું પ્રભુત્વ અનેરૂ રહ્યું છે અને ભારતના બોલરોએ ઘાતક બોલિંગ કરી આફ્રિકાને બેકફૂટ પર ધકેલી દીધું છે.

ત્યારે ચોથા દિવસના અંતે પણ ભારતે આફ્રીકાની ચાર મહત્વપૂર્ણ વિકેટો પાડી મેચ ઉપર પ્રભુત્વ સ્થાપિત કરી આજે પણ પ્રારંભિક તબક્કે જ 3 વિકેટો ઝડપી હતી. જસપ્રીત બુમરાએ 3 મહત્વપૂર્ણ  વિકેટ લીધી હતી. આ ઉપરાંત શમી અને સીરાજે પણ બે-બે વિકેટ ઝડપી હતી

બીજી તરફ પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે વરસાદ પણ વિઘ્નો રૂપી સાબિત થયો હતો જેના પગલે બીજા દિવસથી રમત પણ ધોવાઇ ગઇ હતી ત્યારે બાકી રહેલા દિવસોમાં બંને ટીમ તરફના બોલરો દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે નિર્ણાયક દિવસ ખૂબ મહત્ત્વનો બને તે માટે બની રહેશે જેમાં આફ્રિકા ડ્રો કરાવવા માટે મહેનત કરશે તો સામે ભારત પ્રથમ ટેસ્ટમાં જીત હાંસલ કરી સિરીઝ પર પોતાનું પ્રભુત્વ જમવાવ હવે 3 વિકેટ જ દૂર છે.