Abtak Media Google News

ભારતના ૧૬૫ રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાનો ૧૨૬ રને ધબડકો

ભારત અને શ્રીલકા વચ્ચે ટી-૨૦ સિરીઝની પ્રથમ ટી-૨૦ મેચ ભારતે જીતી લીધી હતી. મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્રથમ બેટીંગ કરતા ૧૬૫ રનનુ લક્ષ્યાંક ૫ વિકેટ ગુમાવીને રાખ્યું હતું. શ્રીલંકા એ ૫૦ ના સ્કોરે પહોંચતા જ ૨ વિકેટ ગુમાવી દીધી હતી. શ્રીલંકા ૧૮.૩ ઓવરમાં ૧૨૬ રને સમેટાઇ જતા ભારતનો ૩૮ રને વિજય થયો હતો. ભૂવનેશ્વર કુમારે ૪ વિકેટ ઝડપી હતી જ્યારે દીપક ચહર અને યુઝી ચહલે પણ શાનદાર પ્રદર્શન કરીને ડેથ ઓવર્સમાં શ્રીલંકાના બેટ્સમેનોને બાંધી વિકેટ ચટકાવી ભારતને જીત આપવી હતી.

શિખર ધવનની કેપ્ટનશીપમાં ભારતે ટી-૨૦ શ્રેણીમાં જીત સાથે શરુઆત કરી હતી. ત્રણ મેચની સિરીઝમાં ભારતીય ટીમ તરફથી પૃથ્વી શો અને મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ ડેબ્યૂ કર્યુ હતુ. બંને ખેલાડીઓને ટી-૨૦ આંતરરાષ્ટ્રીય સ્તરે મોકો આપ્યો હતો. ભારતીય ટીમ તરફ થી ડેબ્યૂટન્ટ પૃથ્વી શો તેના ટી-૨૦ આંતરરાષ્ટ્રીય કરિયર અને મેચના પ્રથમ બોલે જ શૂન્ય પર આઉટ થયો હતો.

શ્રીલંક ઓપનર આવિષ્કા ફર્નાન્ડોએ શરુઆત સારી કરવા પ્રયાસ કર્યો હતો. જોકે ઓપનીંગ જોડી ૨૩ રનના સ્કોર પર જ તૂટી ગઇ હતી. પ્રથમ વિકેટના સ્વરુપે મિનોદ ભાનુકા આઉટ થયો હતો. તે ૧૦ રન કરીને પરત ફર્યો હતો. ધનજ્ય ડી સિલ્વા ૪૮ ના સ્કોર પર આઉટ થયો હતો. તેણે ૯ રન ૧૦ બોલમાં બનાવ્યા હતા. આવિષ્કા ત્રીજી વિકેટના રુપે આઉટ થયો હતો. તેમે ૨૩ બોલમાં ૨૬ રન બનાવ્યા હતા. તેની વિકેટ ગુમાવતા જ શ્રીલંકા દબાણમાં આવી ચુક્યુ હતુ.

ચરીથ અસલંકાએ ટીમની જવાબદારી સ્વિકારી રમત રમી હતી. જોકે અસલંકા દિપક ચાહરની જાળમાં ફસાઇ ગયો હતો. તે ૨૬ બોલમાં ૪૪ રન કરીને વિકેટ ગુમાવી હતી. તેણે ૩ સિક્સ લગાવી હતી. હસારંગા શૂન્ય રને જ બોલ્ડ થયો હતો. એશન બંદારા એ ૧૯ બોલમાં ૯ રન કરીને આઉટ થયો હતો. કેપ્ટન દાસુન શનાકા સ્ટમ્પિંગ આઉટ થયો હતો. તેમણે ૧૬ રન બનાવ્યા હતા. ઇસુરુ ઉડાનાએ ૧ રન બનાવ્યા હતા.

ભૂવનેશ્વર કુમારે કમાલની બોલીંગ કરી હતી. તેણે ૪  વિકેટ મેળવી હતી. ભૂવી એ ૩.૩ ઓવર કરીને ૨૨ રન આપ્યા હતા. દિપક ચાહરે ૩ ઓવરમાં ૨૪ રન આપીને ૨ વિકેટ મેળવી હતી. વરુણ ચક્રવર્તીએ ડેબ્યૂ મેચમાં પ્રભાવી પ્રદર્શન કર્યુ હતુ. વરુણે ૪ ઓવરમાં ૨૮ રન આપી ૧ વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે ૪ ઓવરમાં ૧૯ રન ગુમાવી ૧ વિકેટ મેળવી હતી. હાર્દિક પંડ્યાએ ૨ ઓવર માં ૧૭ રન આપી ૧ વિકેટ મેળવી હતી. કૃણાલ પંડ્યાએ ૨ ઓવરમાં ૧૬ રન આપી ૧ વિકેટ ઝડપી હતી.

ભારતની શરુઆત ખરાબ રહી હતી. મેચની શરુઆતના પ્રથમ બોલ પર જ ભારતે પ્રથમ વિકેટ પૃથ્વી શોના રુપમાં ગુમાવી હતી. ભારતે શૂન્ય રને વિકેટ ગુમાવીને મેચને સંજૂ સેમસને ઝડપ થી રમીને સ્કોર બોર્ડને આગળ વધાર્યુ હતુ. જોકે સેમસન ટીમના ૫૧ રનના સ્કોર પર બીજી વિકેટના રુપમાં પેવેલિયન પરત ફર્યો હતો. સેમસને ૨૦ બોલમાં ૨૭ રન કર્યા હતા. સૂર્યકુમાર યાદવે ફીફટી લગાવી હતી. તેણે ૩૪ બોલમાં ૫૦ રન કર્યા હતા. આ દરમ્યાન તેણે ૨ છગ્ગા લગાવ્યા હતા.

કેપ્ટન શિખર ધવન સેટ થયા બાદ મોટો શોટ રમવાના પ્રયાસમાં વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે ૩૬ બોલમાં ૪૬ રન કર્યા હતા. હાર્દિક પંડ્યા ફરી એકવાર મોટી ઇનીંગ રમી શક્યો નહોતો. તે ૧૨ બોલમાં ૧૦ રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. ઇશાન કિશને ૨૦ રન કર્યા હતા. કૃણાલ પંડ્યા ૩ રન કરીને અણનમ રહ્યો હયો

હસરંગાએ શાનદાર બોલીંગ આજે શ્રીલંકા દ્વારા કરી હતી. તેણે ૪ ઓવરમાં ૨૮ રન આપીને ૨ મહત્વની વિકેટ ઝડપી હતી. દશમંથા ચામિરાએ શ્રીલંકન ટીમને શાનદાર શરુઆત કરાવી હતી. તેણે મેચના પ્રથમ બોલે જ વિકેટ ઝડપાવી દીધી હતી. ચામિરાએ ૨ વિકેટ ૨૪ રન ૪ ઓવરમાં ગુમાવી મેળવી હતી. ચામિકા કરુણારત્નેએ ૪ ઓવરમાં ૩૪ રન આપીને ૧ વિકેટ મેળવી હતી. અકીલ ધનંજય આજે ખર્ચાળ રહ્યો હતો. તેણે એક પણ વિકેટ મેળવી નહોતી, જ્યારે ૧૩.૩૦ ની ઇકોનોમીથી બોલીંગ કરી હતી.

ભુવી તો ઠીક ચહર અને યુઝીએ પણ કરી કમાલ

ભારતીય ટીમ તરફે ભુવનેશ્વર કુમારે તો સારું પ્રદર્શન કરીને લંકાની ૪ વિકેટ ચટકાવી જ હતી. સાથોસાથ યુઝવેન્દ્ર ચહલે ૪ ઓવરમાં ફક્ત ૧૯ રન આપીને એક વિકેટ ચટકાવી હતી. જ્યારે દિપક ચહરે પણ ૩ ઓવરમાં ૨૪ રન આપીને ૨ ખેલાડીઓને પેવેલિયન પરત મોકલી દીધો હતો. આ બનેં બોલરોએ ડેથ ઓવરમાં લંકાના બેટ્સમેનોને બાંધી દીધા હતા. જેના કારણે રન નહિ બનતા લંકાના ખેલાડીઓએ માનસીક સંતુલન ગુમાવી દેતા વિકેટ દઇ બેઠા હતા અને પરિણામે ભારતની જીત થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.