Abtak Media Google News

પ્રાઈઝ બેન્ડ 5ની ફેસ વેલ્યુ ધરાવતા ઈક્વિટી શેર દીઠ 530 થી 550 ઈક્વિટી શેર્સની ઓફરમાં એમ્પલોયી રીઝર્વેશન પોર્શન કર્મચારીઓ માટે 25નું ડિસ્કાઉન્ટ

ભારતમાં અગ્રણી નોન-બેંક વેલ્થ સોલ્યુશન્સ કંપનીઓ પૈકીની એક આનંદ રાઠી વેલ્થ લિમિટેડના ઇક્વિટી શેરનો આઈપીઓ (ઓફર) 2 ડિસેમ્બર, 2021ને ગુરુવારે ખુલશે, જે 6 ડિસેમ્બર, 2021ને સોમવારે બંધ થશે. ઓફરની પ્રાઇસ બેન્ડ રૂ.5ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરદીઠ રૂ.530થી રૂ.550 નક્કી કરવામાં આવી છે.

આઈપીઓમાં આનંદ રાઠી ફાઇનાન્શિયલ સર્વિસીસ, આનંદ રાઠી, પ્રદીપ ગુપ્તા, પ્રીતિ ગુપ્તા, સુપ્રિયા રાઠી, રાવર ફેમિલી ટ્રસ્ટ જે રાકેશ રાવલ દ્વારા કામ કરે છે, જુગલ મંત્રી અને ફીરોઝ એઝીઝ (વિક્રેતા શેરધારકો)ના રૂ.5ની ફેસ વેલ્યુ ધરાવતા 1,20,00,000 ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે.

સેબી આઈસીડીઆરના નિયમનો મુજબ, કંપની અને વિક્રેતા શેરધારકો બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચાવિચારણા કરીને એન્કર રોકાણકારોની ભાગીદારીનો વિચાર કરે છે, જેમની ભાગીદારી બિડ/ઓફર ખુલવાની તારીખના એક દિવસ અગાઉ એટલે કે 01 ડિસેમ્બર, 2021ને બુધવારે કરાઈ છે. ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) નિયમો, 1957, સમયે સમયે સુધારા મુજબ, નિયમ 19(2)(બી)ને સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 મુજબ રજૂ કરવામાં આવી છે. ઓફર સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 6(1) સાથે બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા રજૂ કરવામાં આવી છે, જેમાં ચોખ્ખી ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો ક્વોલિફાઇડ સંસ્થાગત ગ્રાહકો માટે, મહત્તમ 15 ટકા હિસ્સો બિનસંસ્થાગત રોકાણકારો માટે અને મહત્તમ 35 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત રોકાણકારો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કંપનીએ નાણાકીય વર્ષ 2001-02માં કામગીરી શરૂ કરી હતી અને એએમએફઆઈ રજિસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ વિતરક છે તથા વિવિધ ગ્રાહકોને વેલ્થ સોલ્યુશન્સ, નાણાકીય ઉત્પાદનના વિતરણ અને ટેકનોલોજી સોલ્યુશન્સ દ્વારા સંશોધિત સોલય્શન પ્રદાન કરતી કંપની તરીકે પરિવર્તિત થઈ છે. કેર એડવાઇઝરી રિસર્ચ મુજબ, કંપની નાણાકીય વર્ષ 2020-21, નાણાકીય વર્ષ 2019-20 અને નાણાકીય વર્ષ 2018-19માં કુલ કમિશનની આવક દ્વારા ભારતમાં ટોચની ત્રણ નોન-બેંક મ્યુચ્યુઅલ વિતરકો પૈકીની એક છે.

31 માર્ચ, 2019થી 31 ઓગસ્ટ, 2021 સુધી કંપનીની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) 22.74 ટકાના સીએજીઆર પર વધીને રૂ.302.09 અબજ થઈ છે. 31 ઓગસ્ટ, 2021 સુધી કંપનીના મુખ્ય પ્રાઇવેટ વેલ્થ વર્ટિકલે દેશભરમાં 6,564 એક્ટિવ ક્લાયન્ટ ફેમિલીને સેવા આપી હતી. એના ક્લાયન્ટમાં 50 ટકાથી વધારે 3 વર્ષથી વધાર સમયથી આનંદ રાઠી વેલ્થ લિમિટેડ સાથે સંકળાયેલા છે. કંપનીએ નાણાકીય વર્ષ 2020-21માં 50 ટકાના દરે ડિવિડન્ડ ચુકવ્યું છે અને ઓગસ્ટ, 2016 અને જુલાઈ, 2021માં બોનશ શેર ઇશ્યૂ કર્યા હતા.

પ્રાઇવેટ વેલ્થ વર્ટિકલ ઉપરાંત કંપની બે અદ્યતન ટેકનોલોજી સંચાલિત બિઝનેસ વર્ટિકલ એટલે કે ડિજિટલ વેલ્થ (ડીડબલ્યુએમ) અને ઓમ્નિ ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ (ઓએફએ) ધરાવે છે. ડીડબલ્યુએમ વર્ટિકલ એક ફિન-ટેક એક્ષ્ટેન્શન છે, જે કંપની ટેકનોલોજી સાથે માનવીય ઇન્ટરફેસ સંચાલિતના સમન્વય દ્વારા વેલ્થ સોલ્યુસન સાથે સમૃદ્ધિ વર્ગને સેવા આપે છે તથા ઓએફએ વર્ટિકલ ટેકનોલોજી પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સ્વતંત્ર નાણાકીય સલાહકારો દ્વારા ક્લાયન્ટને સેવા આપવા વેલ્થ મેનેજમેન્ટની કામગીરી માટે વ્યૂહાત્મક એક્ષ્ટેન્શન છે.

ભારત ઊંચી વૃદ્ધિ ધરાવતા વેલ્થ મેનેજમેન્ટ માર્કેટના ચાવીરૂપ ઘટકો ધરાવે છે તથા વર્ષ 2028 સુધી દુનિયામાં ચોથી સૌથી મોટું પ્રાઇવેટ વેલ્થ બજાર બનવા અગ્રેસર છે. કાર્વી ઇન્ડિયા વેલ્થ રિપોર્ટ 2020 મુજબ, નાણાકીય વર્ષ 2024-25 સુધી નાણાકીય અસ્કયામતો અને ભૌતિક અસ્કયામતો અનુક્રમે 14.27 ટકા અને 8.14 ટકાના સીએજીઆર પર વધીને રૂ.512 ટ્રિલિયન અને રૂ.299 ટ્રિલિયન થવાની અપેક્ષા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.