Abtak Media Google News

ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશનમાં ૨ વર્ષ સુધી સભ્યપદ જાળવી રાખ્યું

આંતરરાષ્ટ્રીય મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશનમાં આગામી ૨ વર્ષ સુધી સભ્યપદ જાળવી રાખી ભારતે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં દબદબો વધાર્યો છે. અગાઉ આ સભ્યપદ માટે ભારત સામે અનેક પડકારો ઉભા થયા હતા. જો કે, ભારતે ૧૪૪ વોટ મેળવી આ સ્થાન બરકરાર રાખ્યું છે.

ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશનમાં ભારત વર્ષ ૧૯૫૯થી સભ્ય છે. આ ઓર્ગેનાઈઝેશન સીપીંગ અને સમુદ્રી પ્રદુષણ મામલે કામગીરી કરે છે. જેમાં યુએનનો સંપૂર્ણ સહકાર રહે છે. આંતરરાષ્ટ્રીય મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશનમાં જોડાવવા માટે ભારતને ૧૪૪ વોટ મળ્યા છે. જયારે જર્મનીને ૧૪૬ વોટ મળ્યા છે.

ભારતમાં વિશાળકાય દરિયા કિનારો હોવાના કારણે આ ઓર્ગેનાઈઝેશનમાં સ્થાન જાળવી રાખવું ભારત માટે અત્યંત જરૂરી હતું. અગાઉ ભારત સામે આ સભ્યપદ માટે પડકારો ઉભા થયા હતા. પરંતુ ૧૪૪ વોટ મેળવી આ મામલે ભારતે પોતાનું સ્થાન પાકુ કરી દીધુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.