ભારતની “પ્રગતિ”થી અમેરિકાના પેટમાં તેલ રેડાયું… કણાની જેમ ખૂંચી રહ્યું છે ભારતનું 600 બિલિયન ડોલરનું ફોરેકસ રિઝર્વ

0
46
recerve bank of india
recerve bank of india

ભારતના અર્થતંત્ર માટે “મેં હું વો ઝીરો જો હીરો હો ગયા” જેવો ઘાટ 

વર્ષ-2014 બાદ ભારતે ફોરેક્સ રિઝર્વ વધારવા પ્રયાસો કર્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધીમાં મનમોહનસિંહ સરકાર કરતાં વધુ ઝડપે ફોરેક્સ રિઝર્વ વધ્યું છે. આવી સ્થિતિમાં ભારતની વાસ્તવિકતા પ્રગતિ અમેરિકાને આંખના કણાની જેમ પહોંચી રહી છે. પરિણામે ભારતને અમેરિકાએ કરન્સી મન્યુપલેટરની યાદીમાં મૂક્યું છે.

વડાપ્રધાન મોદી ની આગેવાની હેઠળ ભારતના આર્થિક વિકાસની સમગ્ર વિશ્વમાં વાહવાહ થઈ રહી છે .વર્તમાન સમયે જે વિકાસ જોવા મળે છે તે ભારતનો વાસ્તવિક વિકાસ છે. ડોલર સામે રૂપિયાને સ્થિર રાખવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પ્રયાસ કરી શકે છે. પરંતુ લાંબા ગાળાના ફાયદાને ધ્યાને રાખીને અત્યારે પગલા લેવાયા નથી ભારતમાં શેરબજારમાં મોટા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ ઠલવાય છે.

આવી સ્થિતિમાં શેરબજાર માં મંદી હોવા છતાં વિદેશી રોકાણકારો વધુ લાભ ખાટી શકતા નથી. દાખલો લઈએ તો એક સમયે જે વિદેશી રોકાણકારો 71 રૂપિયા ડોલરે રોકાણ કર્યું હતું. તે મંદીમાં માલ વેચીને ચાલ્યા ગયા, હવે આજ માલ સ્થાનિક રોકાણકારોએ સસ્તા ભાવે ખરીદ્યું એકંદરે વર્તમાન સમયે જે ડોલરનો ભાવ 75 સુધી પહોંચ્યો છે તે ડોલર એજ રોકાણકારોને આર્થિક નુકસાન પહોંચાડ્યું.

ભારતના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન અમેરિકન ડોલરનુ કદ આપવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ મેપ પર આગળ વધતા અર્થતંત્રની ફૂલ-ગુલાબી અને વાસ્તવિક સધ્ધરતા ને લઈને જગત જમાદાર અમેરિકાના પેટમાં તેલ રેડાયું હોય તેમ ભારતને આર્થિક પ્રવૃત્તિઓને લઈને વોચ લિસ્ટમાં મૂકી દીધું છે.

માર્ચ 2020 ના અવલોકનમાં ભારતની ડોલરની મોટાપાયે ખરીદી સાથે 5 ટકાના વધારાને લઇને દેશના આર્થિક સફળતા અને સામાન્ય રીતે બે ટકાના દરથી અર્થતંત્રને બનાવીને પાંચ ટકાનો વૃદ્ધિદર મેળવવાના પગલે કામ થયું હતું. ભારતનું અર્થતંત્ર જગત જમાદાર અમેરિકા અને નજરમાં આવી ગયું હોય તેમ સતત પણે આર્થિક સ્થિતિ સુધારા પર આગળ વધતા ભારત અને માનસિક અને આર્થિક રીતે રફતાર કેવી કરવા માટે અમેરિકાએ ભારતને લિસ્ટ માં મૂકી દીધું છે.

અમેરિકાએ ભારતને વોચ લિસ્ટ યાદીમાં સામેલ કરી છે 2020માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વૈશ્વિક આર્થિક મંદીમાં નબળા પડેલા ડોલરની મોટા પાયે ખરીદી કરીને અમેરિકા સહિતના વિશ્વને ચોંકાવી દીધું હતું. આરબીઆઈ વિદેશી હૂંડિયામણ ને 11 થી 12 મહિનાના સમયગાળા દરમિયાન 2020 માં મોટાપાયે ખરીદી કરી હતી અને રાજકોષીય ભંડોળનું  600 બિલિયન ડોલર સુધી પહોંચી ગયું હતું.

આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવર્તી રહેલી મંદી વચ્ચે 2020માં ભારતે સૌથી વધુ ડોલરની ખરીદી કરીને રાજકોશ ભંડોળ ઊભું કર્યું હતું. આરબીઆઇના ગવર્નર શક્તિકાન્ત દાસએ વિશ્વમાં સામા પૂરે ચાલી ને ડોલરનો બફર સ્ટોક કરી લીધું હતું. અમેરિકાની તેજોરીમાંથી મોટાપાયે ખરીદી કરીને જાણે કે વિશે જાણકારી મેળવવામાં સફળ થઈ હોય તેવી રીતે અમેરિકાને ભારતની આ પ્રગતિ આંખના કણાની જેમ ખૂંચતી હતી.

અમેરિકા નાણાં વિભાગ દ્વારા ભારતને લિસ્ટમાં મૂકી દીધું છે જોકે વેપાર સચિવનું કહેવું છે કે, ભારતે જેવી રીતે ડોલરની ખરીદી કરી છે તેમાં ક્યાંય આંતરરાષ્ટ્રીય નિયમોનો ભંગ થતો નથી. ચીનની જેમ ભારત પણ આર્થિક રીતે આંતરરાષ્ટ્રીય ધોરણે મજબૂત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. વિદેશી ભંડોળ અનામતમાં ક્યાંય પણ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું નથી. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવેલી તપાસમાં પણ ભારતમાં ક્યાંય પણ ગેરરીતિ થઈ નથી. વૈશ્વિક આર્થિક કટોકટી છતાં ભારતની આર્થિક આવક વધી છે ઉપરાઉપરી સારા વરસાદ અને ચોમાસુ સીઝન સારી રહેતી હોવાથી વિકાસ દર પણ ઉઠ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here