ભારતના ‘વસુધૈવ કુટુમ્બકમ્’ના સૂત્રથી અમેરિકા ખુશખુશાલ વડાપ્રધાન મોદીની G-20 સમિટમાં અહમ ભૂમિકા!!

ભારતનો વિશ્વ ભરમાં વાગ્યો ડંકો!!

જી-20 કોન્ફરન્સમાં ભારતની ભૂમિકા પર અમેરિકાને ગર્વ: વડાપ્રધાન મોદીના ખુલ્લેઆમ વખાણ

ઇન્ડોનેશિયામાં તાજેતરમાં પૂર્ણ થયેલ જી-20 સમિટ પછી ભારતે ’બાલી ઘોષણા’ સંબંધિત વાટાઘાટોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વ્હાઇટ હાઉસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ નિવેદનની પ્રશંસા કરી છે જેમાં તેમણે કહ્યું હતું કે- ’આજનો યુગ યુદ્ધનો નથી’.  ઉપરાંત, વ્હાઇટ હાઉસના એક ટોચના અધિકારીએ કહ્યું કે 2022 ભારત-અમેરિકા સંબંધોના ઇતિહાસમાં એક મોટું વર્ષ રહ્યું છે. અધિકારીએ કહ્યું કે વર્ષ 2023 માં બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ થવાના છે.

યુએસ ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઈઝર (એનએસએ) જ્હોન ફાઈનરે તાજેતરમાં જ પૂર્ણ થયેલ જી-20 સમિટ દરમિયાન સંયુક્ત નિવેદન પર સર્વસંમતિ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી હતી.

વોશિંગ્ટનમાં ભારતીય-અમેરિકનોના એક કાર્યક્રમને સંબોધતા ફાઇનરે કહ્યું છે કે, જ્યારે અમેરિકા અને તેના પ્રમુખ જો બિડેન વિશ્વભરમાં આવા ભાગીદારોની શોધ કરે છે. જે ખરેખર જવાબદારીઓ નિભાવવામાં મદદ કરી શકે છે અથવા તે ખરેખર વૈશ્વિક કાર્યસૂચિને આગળ વધારવામાં મદદરૂપ થઈ શકે છે પછી ભારત અને તેના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ યાદીમાં ટોચનું સ્થાન આપવામાં આવ્યું છે.

ફિનરે કહ્યું, અમે આ હકીકત જી-20 સમિટમાં જોઈ જ્યાં વડા પ્રધાન મોદીએ સંયુક્ત નિવેદન પર અલગ-અલગ સ્થિતિ ધરાવતા દેશોના જૂથ વચ્ચે સર્વસંમતિ બનાવવા માટે મુખ્ય ભૂમિકા ભજવી હતી.  અમે પરમાણુ મુદ્દા પર વધતા જોખમને ઉજાગર કરવા માટે વડાપ્રધાન મોદી અને ભારત સરકારના અન્ય સભ્યોની ક્રિયાઓ અને ટિપ્પણીઓમાં પણ આ હકીકત જોઈ છે.

આ કાર્યક્રમમાં અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુએ કહ્યું કે, વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ બિડેન ભારત-અમેરિકાના સંબંધોને આગળ વધારી રહ્યા છે, જે 15 થી વધુ વખત મળ્યા છે. બંને નેતાઓ છેલ્લે ગયા અઠવાડિયે બાલીમાં યોજાયેલી જી-20 સમિટમાં મળ્યા હતા.

ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિના સમકાલીન સ્વરૂપને દર્શાવવામાં આવ્યું હતું. દિવાળીથી લઈને હનુક્કાહ સુધી, ઈદથી લઈને બોધિ દિવસ સુધી અને ગુરપુરબથી લઈને ક્રિસમસ સુધી વિવિધ ધર્મોના તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

પ્રખ્યાત અમેરિકન ચેનલ સીએનએનએ તેના એક સંપાદનમાં ભારતને એશિયામાં નવી ઉભરતી શક્તિ ગણાવ્યું છે. સીએનએનએ પોતાના સંપાદનમાં લખ્યું છે કે જી-20 સંમેલનમાં તમામ દેશોએ એકસાથે સંયુક્ત નિવેદન જારી કરીને રશિયા દ્વારા યુક્રેન પર થયેલા હુમલાની નિંદા કરી છે. આમાં એક જાણીતું વાક્ય પુનરાવર્તિત થયું – “આજનો યુગ યુદ્ધનો નથી.”

ચેનલે લખ્યું છે કે આ એ જ વાક્ય છે જે ભારતના વડાપ્રધાન મોદીએ આ વર્ષે સપ્ટેમ્બરમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં કહ્યું હતું.  વિશ્લેષકોનું કહેવું છે કે પીએમ મોદી એક એવા નેતા તરીકે ઉભરી રહ્યા છે જેનું તમામ પક્ષો દ્વારા સન્માન કરવામાં આવે છે. પીએમ મોદીએ ભારતને આંતરરાષ્ટ્રીય લવાદ તરીકે મજબૂત બનાવ્યું છે.

ભારત અમેરિકાનો શ્રેષ્ઠ ભાગીદાર: નરેન્દ્ર મોદીને અપાયું ટોચનું સ્થાન!!

વોશિંગ્ટનમાં ભારતીય-અમેરિકનોના એક કાર્યક્રમને સંબોધતા ફાઇનરે કહ્યું છે કે, જ્યારે અમેરિકા અને તેના પ્રમુખ જો બિડેન વિશ્વભરમાં આવા ભાગીદારોની શોધ કરે છે. જે ખરેખર જવાબદારીઓ નિભાવવામાં મદદ કરી શકે છે અથવા તે ખરેખર વૈશ્વિક કાર્યસૂચિને આગળ વધારવામાં મદદરૂપ થઈ શકે છે પછી ભારત અને તેના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ યાદીમાં ટોચનું સ્થાન આપવામાં આવ્યું છે.

‘આજનો યુગ યુદ્ધનો નથી’: વડાપ્રધાનના નિવેદનની વિશ્વ  આખામાં પ્રશંસા

ઇન્ડોનેશિયામાં તાજેતરમાં પૂર્ણ થયેલ જી-20 સમિટ પછી ભારતે ’બાલી ઘોષણા’ સંબંધિત વાટાઘાટોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વ્હાઇટ હાઉસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ નિવેદનની પ્રશંસા કરી છે જેમાં તેમણે કહ્યું હતું કે- ’આજનો યુગ યુદ્ધનો નથી’.  ઉપરાંત, વ્હાઇટ હાઉસના એક ટોચના અધિકારીએ કહ્યું કે 2022 ભારત-અમેરિકા સંબંધોના ઇતિહાસમાં એક મોટું વર્ષ રહ્યું છે. અધિકારીએ કહ્યું કે વર્ષ 2023 માં બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ થવાના છે.

વિશ્વ ભરમાં સર્વસંમતિ સાધવા વડાપ્રધાન મોદીની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ: અમેરિકા

અમેરિકન એનએસએ ફિનરે કહ્યું, અમે આ હકીકત જી-20 સમિટમાં જોઈ જ્યાં વડા પ્રધાન મોદીએ સંયુક્ત નિવેદન પર અલગ-અલગ સ્થિતિ ધરાવતા દેશોના જૂથ વચ્ચે સર્વસંમતિ બનાવવા માટે મુખ્ય ભૂમિકા ભજવી હતી.  અમે પરમાણુ મુદ્દા પર વધતા જોખમને ઉજાગર કરવા માટે વડાપ્રધાન મોદી અને ભારત સરકારના અન્ય સભ્યોની ક્રિયાઓ અને ટિપ્પણીઓમાં પણ આ હકીકત જોઈ છે.