Abtak Media Google News

8.25 લાખના લક્ષ્યાંક સામે ચાર વર્ષમાં 425714 લોકોએ જ કાર્ડ કઢાવ્યા

કેન્સર, હૃદયરોગ સહિતના ગંભીર અને ખર્ચાળ રોગની સારવાર માટે રાજ્ય સરકારે આયુષમાન કાર્ડની યોજના શરૂ કરી છે. આ કાર્ડ થકી રૂ. 5 લાખ સુધીની સારવાર નિ:શુલ્ક થઈ જતી હોવા છતાં સુરેન્દ્રનગર જિલ્લામાં લોકો આ કાર્ડ કઢાવવામાં ‘આગ લાગે ત્યારે કૂવો ખોદવા’ જેવું કરે છે. જિલ્લામાં સુરેન્દ્રનગર સહિત 100થી વધુ સ્થળે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા કરાઈ છે. આમ છતાં જાગૃતિના અભાવે જરૂર પડે ત્યારે જ કાર્ડ કઢાવવાની નીતિને કારણે રોજ 50થી 70 લોકો જ કાર્ડ કઢાવે છે.

જિલ્લામાં ગંભીર બીમારી વળગે ત્યારે કાર્ડ કઢાવવાનું પ્રમાણ વધુ છે. આ કારણે 4 વર્ષમાં કાર્ડ કઢાવવાની માત્ર 50 ટકા જ કામગીરી થઈ છે અને લક્ષ્યાંક પૂરો કરવા માટે હજુ 4 વર્ષ લાગી જાય તેમ છે. જિલ્લામાં 23 સપ્ટેમ્બર, 1918થી આ યોજના અમલમાં મુકાઈ હતી. એ સમયે કુલ 8.25 લાખ લોકોને કાર્ડ ઇશ્યુ કરવાનો લક્ષ્યાંક આરોગ્ય વિભાગને અપાયો હતો. જિલ્લા આરોગ્ય વિભાગે લોકોને જાગ્રત કરવા 324થી વધુ કેમ્પ કર્યા હોવા છતાં 4 વર્ષ બાદ જિલ્લામાં માત્ર 425714 લોકોનાં જ કાર્ડ કાઢી શકાયાં છે.

કાર્ડ કઢાવવા શું કરવું પડે

વર્તમાનમાં અનેક લોકોને ઇમરજન્સી સારવારની જરૂરિયાતો ઊભી થઈ રહી છે ત્યારે કાર્ડ કઢાવવા માટે એસીસસમાં નામ હોવું જોઈએ. તેમજ આધાર કાર્ડ, રાશન કાર્ડ અને આવકનો દાખલો સહિતના દસ્તાવેજી કાગળોની જરૂરિયાત પડે છે. અને આ અંગે હોસ્પિટલ સહિતના સ્થળોએ તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઇ.

આ કારણોથી કાર્ડ ઓછાં નીકળે છે

લોકોમાં જાગૃતિનો અભાવ પૂરતા દસ્તાવેજોનો અભાવ પરિવારમાં કોઈ બીમાર ન હોવાથી આળસવૃત્તિ બીમારી વખતે તાત્કાલીક આયુષ્યમાન કાર્ડ કાઢી અપાતાં હોવાથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.