Abtak Media Google News

પાછલા વર્ષે માર્ચ મહિનામાં, કોરોના વાયરસના મહામારીને કારણે થયેલા લોકડાઉનને કારણે, અચાનક હવાઈ સેવા બંધ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં, ઘણા મુસાફરો દ્વારા પહેલેથી બુક કરાયેલ ટિકિટ રદ કરવામાં આવી હતી અને મુસાફરોના ભાડાના પૈસા અટવાઈ ગયા હતા. હવે ધીરે-ધીરે તમામ એરલાઇન્સે મુસાફરોને આ નાણાં પરત આપવાનું શરૂ કરી દીધું છે. ઈન્ડિગોએ બુધવારે જાહેરાત કરી હતી કે, વર્ષ 2020માં અચાનક બંધ કરાયેલી હવાઈ સેવાને કારણે રદ કરાયેલી તમામ ટિકિટોની કુલ રકમમાંથી તેઓ લગભગ 99.5% પાછા આપ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગયા વર્ષે કોરોના મહામારીને કારણે લોકડાઉનને લાદવાને ભરનારા મુસાફરોને તેમની ટિકિટ માટે પૂરા પૈસા પરત આપવાના હતાં.

માર્કેટ શેર દ્વારા દેશની સૌથી મોટી એરલાઈન્સ કંપની ઈન્ડિગોએ જણાવ્યું હતું કે, મે-2020માં લોકડાઉન ખતમ થયા બાદ, કંપની સતત એવા ગ્રાહકોને તેમના બાકી નાણાની ચૂકવણી કરી રહી છે કે, જેમની ફ્લાઇટ્સ લોકડાઉન દરમિયાન રદ કરવામાં આવી હતી.

એરલાઇન્સના પ્રવક્તાએ કહ્યું કે,”એરલાઇએ મુસાફરોને આશરે 1,030 કરોડ રૂપિયા પરત કર્યા છે, જે કુલ રકમના આશરે 99.95% છે. રિફંડ સંબંધિત બાકી મોટાભાગના વ્યવહાર રોકડના છે,જેમાં ઈંડિગો ગ્રાહકોની બેંક ટ્રાન્સફર વિગતોની રાહ જોઈ રહી છે.

મુંબઇ સ્થિત, મુંબઇ ગ્રાહક પંચાયતના પ્રમુખ એડવોકેટ શિરીષ દેશપાંડેએ જણાવ્યું હતું કે, એરલાઇન્સ વિરુદ્ધ ફરિયાદોની સંખ્યામાં ઘટાડો થતાં પરિસ્થિતિ ખરેખર સુધરી રહી છે.

ઇંડિગોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, રોનજોય દત્તાએ કહ્યું કે,”કોવિડ-19ની અચાનક શરૂઆત અને પરિણામે લોકડાઉનથી માર્ચ, 2020ના અંત સુધીમાં અમારી કામગીરી સંપૂર્ણપણે અટકી ગઈ. ટિકિટના વેચાણ દ્વારા અમારી પાસે આવતા રોકડ પ્રવાહને અસર થઈ. અમે રદ થયેલી ફ્લાઇટ્સ માટે તરત જ રિફંડ આપવાની પ્રક્રિયા કરવામાં અસમર્થ હતા. જોકે, કામગીરી ફરી શરૂ થવા અને હવાઈ મુસાફરીની માંગમાં સતત વધારો થવાની સાથે, અમારી ક્રેડિટ શેલની માત્રમાં ઝડપથી વધારો થયો છે. અમને તે શેર કરવામાં ખુશી છે કે અમે 99.95% નાણાં ચૂકવ્યાં છે અને બાકીના ગ્રાહકો પાસેથી જરૂરી વિગતો મેળવતાં જ બાકીની ચૂકવણી પૂર્ણ કરીશું.

દેશપાંડેએ કહ્યું કે,રિફંડ સંબંધિત થોડીક ફરિયાદો છે. છેલ્લા આઠ દિવસોમાં અમને કોઈ ફરિયાદ મળી નથી. જોકે,એ તપાસવાની જરૂર છે કે શું એરલાઇન્સ તેમને વ્યાજની રકમ ચુકવસે. જેવું તેમને સુપ્રીમ કોર્ટ તરફથી જણાવાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.