Abtak Media Google News

18 વિદ્યાર્થીઓ સહિત 21 લોકોના મોત નિપજ્યા : અમેરિકાના પ્રમુખ જો બીડને પણ આ દર્દનાક ઘટનાને વખોડી 

અમેરિકાનું ગન કલ્ચર ખૂબ જ વખોડાયું છે. તારે વધુ એક શરમજનક ઘટના સામે આવી છે જેમાં સગીર દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં ૧૮ વિદ્યાર્થીઓ સહિત 21 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. ટેક્સાસના સીનેટરમાં બનેલી આ ઘટનામાં કુલ 21 લોકો ઘાયલ થયા છે. હુમલાખોરનું પોલીસની જવાબી કાર્યવાહીમાં મોત થઈ ગયું છે. ટેક્સાસના ગવર્નર ગ્રેટ એબોટે પ્રાથમિક સ્કૂલની અંદર થયેલી આ ઘટના અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે હુમલાખોરની ઉંમર 18 વર્ષ હતી.
પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે હુમલાખોર શખ્સ જૂનો વિદ્યાર્થી છે. આ ઘટના સૈન એન્ટોનિયોથી 80 કિલોમીટર પશ્ચિમમાં આવેલા એક નાનકડા વિસ્તાર ઉવાલ્ડેની છે. હુમલાખોર શખ્સે ઘટના પહેલા પોતાની કાર સ્કૂલની બહાર મૂકી હતી. પછી સ્કૂલમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ શરુ કર્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલાખોર પાસે હેન્ડગન પણ હતી. આ દર્દનાક ઘટના ને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ એ પણ બાકોડી હતી અને ભારે હૃદય સાથે કહ્યું હતું કે આ પ્રકારની ગતિવિધિ સહેજ પણ ચલાવી લેવામાં નહીં આવે અને જે પણ પડદા પાછળના લોકો હશે તેને પણ નહીં આપવામાં આવે. તે વિદ્યાર્થી દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેને પણ પોલીસે આ મારી દેવાયો છે પરંતુ ગન કલચારના કારણે 18 વિદ્યાર્થીઓ સહિત 21 માસુમ લોકોએ કે જેનો કોઈ જ વાંક નહોતો તેઓએ પોતાનો જીવ ગુમાવવો પડયો છે.
અમેરિકામાં ગન કલચર વધતા ગોળીબારીની ઘટનાઓ સતત વધી રહી છે. ગત સપ્તાહે ન્યૂયોર્કના બફેલો શહેરના એક સુપરમાર્કેટમાં ભારે ગોળીબારી થયો હતો. ત્યારબાદ  દક્ષિણી કેલિફોર્નિયામાં  ચર્ચમાં પણ  ફાયરિંગની ઘટના સામે આવી હતી. આ પછી હ્યુસ્ટનના એક વ્યસ્ત બજારમાં પણ ગોળીબારી થઇ હતી. આ હુમલાને નસ્લીય હિંસા તરીકે જોવામાં આવ્યો હતો.ફેબ્રુઆરી 2018માં ફ્લોરિડાના પાર્કલેન્ડમાં માર્જોરી સ્ટોનમેન ડગલસ હાઇસ્કૂલમાં શૂટિંગ પછી ટેક્સાસમાં આ સૌથી મોટી ઘટના છે. તે સમયે 18 લોકોને નિશાન બનાવ્યા હતા.  2012માં ન્યૂટાઉનના કનેક્ટિકટ એલીમેન્ટ્રી સ્કૂલમાં એક બંદુકધારીએ 26 લોકોની હત્યા કરી દીધી હતી. હાલની આ પ્રક્રિયાને ઝડપે નિવારવા માટે સરકારે કોઇ નક્કર અને યોગ્ય પગલાં લેવા ખૂબ જ જરૂરી છે જેથી કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ન જાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.