Abtak Media Google News

સરહદે ભારત અને ચીન વચ્ચે શીત યુધ્ધ ચાલી રહ્યું છે. વિદેશ વેપારનાં મામલે પણ આત્મ નિર્ભરના નારા સાથે ભારતે ચીન સાથે આડકતરો જંગ છેડ્યો છે. પણ ટેકનોલોજી, ઇ-કોમર્સ અને ઍપ ડાઉનલોડનાં નવતર બિઝનેસમાં પણ હવે ભારત અને ચીન વચ્ચે ઘમાસાણ યુધ્ધ ચાલી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં ભારતે આ ક્ષેત્રે પણ જાણે આત્મનિભર થવાનો સંકળ્પ કર્યો હોય તેમ સમયાંતરે સુરક્ષાના કારણોસર સંખ્યાબંધ ચાઇનીઝ ઍપ પર પ્રતિબધ લાદવા માંડ્યા છે. જેના પરિણામે દેશમાં ભારતીય ઍપનો કારોબાર સતત વધી રહ્યો છે.

છેલ્લા દોઢ વર્ષમા દેશે કોયેલા લોકડાઉનનાં કારણે મોબાઇલ અને ઇન્ટરનેટ ઉપર ભારતીયોના સ્પેન્ડ ટાઇમમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ ક્ષેત્રે ભલે હજુ ચીન પ્રથમ ક્રમાંકે છે પણ ભારત બહુ ઝડપથી આગળ વધીને હાલમાં ચીન બાદ બીજા નંબરે પહોંચ્યું છે. 2021 નાં ત્રીજા ત્રિમાસિકમાં આવેલા આંકડા પ્રમાણે ભારતીયો દરરોજ ઍપ ઉપર 4.8 કલાક જેટલો સમય વિતાવે છે. 2020 નાં પ્રથમ ત્રિમાસિક પછી સૌ પ્રથમ વાર ભારતીયોનો સ્પેન્ટ ટાઇમ 4.0 કલાકથી વધારે થયો છે. 2020 ના વર્ષમાં વૈશ્વિક સ્તરે ભારતીય ઍપ ડાઉનલોડ કરવાનાં કેસમાં 28 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે જે વધીને 24 અબજે પહોંચ્યો હતો.

લોકડાઉનનાં ટાઇમમાં ભારત વિશ્વ ભરમાં મોસ્ટ- મોબાઇલ ફર્સ્ટ માર્કેટ બન્યું છે. સરકાર આ મુવમેન્ટ ઉપર ચાંપતી નજર રાખતી હતી એટલે  જ કદાચ ભારતમાં સ્ટાર્ટ પ્રમોશનની સાથે સાથે વિદેશી એપ ઉપર પ્રતિબંધ મુકીને સ્થાનિક વિકલ્પો શોધવાનાં પ્રયાસ શરૂ થનલડ યા છે. ભારતીયો ખાસ કરીને ગેમ, સોશ્યલ ઍપ, મનોરંજન, તથા ઇ-કોમર્સ કે ટ્રાવેલ સેક્ટરનાં ઍપ ડાઉન લોડ કરવામાં લોકોને વધારે રસ પડે છે. યુ-ટ્યુબ, વોટસ્ઍપ, ફેસબુક, ગત વર્ષે મોસ્ટ પોપ્યુલર રહ્યા હતા. ખાસ કરીને એન્રોઇડ એપ્લીકેશન ધરાવતા ભારતીયોએ જ 2020 માં મોબાઇલ ઍપ તથા ગેમ ડાઉનલોડ કરવામાં 651 અબજ કલાક વાપર્યા હતા.  એક વર્ષમાં યુ-ટ્યુબ તથા વોટ્સઍપ બન્નેની ડાઉનલોડ મિનીટસમાં 33 અબજનો વધારો જોવા મળ્યો હતો. આપણા દેશમાં ઍપનાં કારોબારમાં વધારા માટે એનરોઇડ એપ્લીકેશન તથા લોકડાઉનનો 80 ટકા જેટલો ફાળો હોવાનું સર્વેક્ષણનું તારણ છે. આ ઉપરાંત વિશ્વમાં ડાઉનલોડ થતા દર પાંચ ગેમ એેપ માં એક ભારતમાં હોય છે જે ભારતમાં ગેમ ઍપના ક્રેઝનો અંદાજ આપે છે. 2021 ના પ્રથમ છ મહિનામાં જ ભારતમાં ગેમ ડાઉનલોડનાં 4.8 અબજ હિટ્સ નોંધાયા હતા. ભારત એ ગેમ ડાઉનલોડનાં બિઝનેસમાં વિશ્વમા પ્રથમ ક્રમાંકે છે. લુડો કિંગ, ફૌ-જી, કેરમ-પુલ જેવી ગેમ અગ્રક્રમે છે. આ  ગેમ ડાઉનલોડનાં આંકડા કહે છે કે ભારતમાં મોબાઇલ ગેમનાં માર્કેટમાં કેટલી વિશાળ તકો રહેલી છે. લોકડાઉનનાં સમયમાં આઇ.ટી સેક્ટરમાં કામ કરનારી યુવા પેઢીને કમાણી ચાલુ હતી પણ ખર્ચ કરવા માટે અવકાશ નહોતો, આ સમયમાં શેરબજારમાં ટ્રેડિંગ કરવા માટેનાં ઓનલાઇન એકાઉન્ટમાં લાખોનો વધારો થયો હતો.

આ સમયગાળામાં ભારતનાં ટોપ પાંચ ટ્રેડિંગ ઍપ ઉપર ટાઇમ સ્પેન્ટમાં 65 ટકાનો વધારો જોવા મળ્યો છે. યાદ રહે કે વૈશ્વિક સ્તરે સરેરાશ ટાઇમ સ્પેન્ટ 55 ટકાનો હોય છે. ફનટેક કંપનીઓના ઍપ ઉપર ટાઇમ સ્પેન્ટમાં એક વર્ષમાં પાંચ ગણો વધારો જોવા મળ્યો છે. મતલબ કે ગેમ્સની જેમ ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ એવું સેક્ટર છે જેમાં ઍપ આધારિત કારોબારની વિશાળ તકો રહેલી છે.  આ ઉપરાંત ક્રિપ્ટો કરન્સી, યુનિફાઇડ પેમેન્ટ, તથા બેંક ટ્રાન્ઝક્શનમાં પણ હવે ઍપનો ઉપયોગ વધી રહ્યો છે.

એપનાં કારોબારમાં ભારતે કરેલો વધારો તો ઠીક પણ આ વધારો ચીનનો હિસ્સો આંચકીને વધારાયો હોવાનો સૌથી મોટો લાભ ભારતને થયો છે. છેલ્લા બે વર્ષમાં ભારતે ચીનનાં આશરે 300 જેટલા ઍપ પ્રતિબંધિત કર્યા છે.  વી-ચેટ, ટિકટોક અને પબ-જી, તથા અલી એક્સપ્રેસ જેવા એપ આઉટ થઇ ગયા છે. માર્ચ-2020 બાદ ચિનગારી રોપશો, જિઓ સ્વીચ, મિત્રોં, શૈર ચેટ અને હેલો પ્લે જેવા ભારતીય ઍપ આપણા મોબાઇલમાં સ્થાન લઇ રહ્યા છૈ. ભારત સરકારનાં આ ગુગલીનાં કારણે ચીન ધુંધવાયું છે. કારણ કે ચાઇનનાં ઍપનાં ધંધા ઠપ્પ થવા માંડ્યા છે. ખુદ ચાઇના ઇન્ટરનેટ રિપોર્ટ-2021 કબુલે છે કે 2017 માં ભારતમાં ચાઇનીઝ ઍપનો હિસ્સો 41 ટકા હતો જે 2018 માં વધીને 44 ટકા થયો હતો. પરંતુ આ વધતા હિસ્સા ઉપર ભારત સરકારની તલવાર વિંઝાઇ છે અને 2020 માં ચાઇનીઝ ઍપનો હિસ્સો ઘટીને 29 ટકા થઇ ગયો છે.

એક સમયે ટિકટોકનાં 1190 લાખ સબસ્ક્રાઇબર્સ હતા હવે ભારતીય બજારમાંથી આઉટ છૈ. પબ-જી એ ભારતીઐ યુવા પેઢીને વ્યસન લગાડ્યું હતું. દરરોજ 340 લાખ ભારતીય આ ગેમ રમતા હતા. તથા ડાઉનલોડ હિટ 1750 લાખ થી વધારે હતી. આજે પબ-જી ચીનમાં પોઢી ગયા છૈ. જે વધતા બજાર વચ્ચે સંખ્યાબંધ ચાઇનીઝ કંપનીઓ ભારતના બજાર ઉપર ડોળો માંડીને નવા મુડીરોકાણ સાથે ભારતમાં આવવાનાં પેંતરા કરતી હતી તે તમામ હવે પોતાના પ્લાન પાછા ઠેલી રહી છે. તેમના મુડીરોકાણ ફડચામાં જઇ રહ્યા છૈ. શું આજ કારણ છે કે સરહદે ચીની ડ્રેગન ફૂંફાડા મારી રહ્યો છે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.