Abtak Media Google News

સ્વદેશમાં નિર્માણ પામેલી યુધ્ધતોપ કમોર્ટા અને કિલટન સહિત ચેતક હેલિકોપ્ટર ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ભારતીય નૌસેના અને શ્રીલંકાની નૌસેનાનો સંયુક્ત વાર્ષિક પ્રિપક્ષીય સમુદ્રી અભ્યાસનો આજથી શ્રીલંકાના તટ ત્રિંકોમાલી પર પ્રારંભ થયો છે. આ નૌસેનિક યુધ્ધાભ્યાસને ‘સ્લીનેકસ-૨૦’ નામ અપાયું છે જે આગામી ૨૧મી ઓકટોમ્બર સુધી યોજનાર છે. ‘સ્લીનેકસ-૨૦’ના આ આટમાં સંસ્કરણ શ્રીલંકાનું પ્રતિનિધિત્વ નૌસેનિક જહાજ સાયુરાના અને પ્રશિક્ષણ જહાજ ગજાબહુ  દ્વારા કરવામાં આવી રહ્યું છે. જયારે ભારતનું પ્રતિનિધિત્વ સ્વદેશી યુધ્ધ કમોટા અને કિલટન દ્વારા કરાઇ રહ્યું છે. ભારતીય નૌસેનિક તોપનું પ્રદર્શન એડમીરલ સંજય વાત્સ્યાયનના નેતૃત્વમાં થઇ રહ્યું છે. કમોટો અને કિલટન ઉપરાંત, ભારતીય નૌસેનાના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર અને ચેતક હેલિકોપ્ટર પણ આ યુધ્ધાભ્યાસમાં હિસ્સો લેશે. સ્લીનેકસ-૨૦નો હેતુ બંને દેશો વચ્ચે પરસ્પર આંતર સંચાલન શક્તિ વિકસાવવા તેમજ સંબંધોને વધુ મજબૂત બનાવી એકબીજાની નૌસેનાની સર્વોતમ પ્રથા અને ટેકનોલોજી આદાન-પ્રદાન કરવાનો છે. આ યુધ્ધાભ્યાસમાં ભારત સ્વદેશીરૂપથી નિર્મિત નૌસેનિક જહાજો અને વિમાનોની ક્ષમતાને પ્રદર્શિત કરશે. જે દરમિયાન જમીન પરથી હવાઇ હુમલો, હથિયારો દ્વારા ફાયરિંગ, નાવિક કલા, ક્રોસ ડેક ઉડાન જેવા મહત્વના પરિબળો પર અભ્યાસ કરાશે જણાવી દઇએ કે, આ અગાઉ વર્ષ ૨૦૧૯માં આ યુધ્ધાભ્યસ ભારતના વિશાખા પટ્ટનમ્માં યોજાયો હતો. સ્લીનેકસ અભ્યાસ ભારત-શ્રીલંકાના વ્યાપારી સંબંધોને વધુ મજબુતાઇ આપશે. ભારતની નેઇલરહુડ ફર્સ્ટ એટલે કે ‘પાડોશી પહેલા’ની નિતિથી એશિયા ખંડના દેશો સાથેના આંતરરાષ્ટ્રીય સંબંધો મજબૂત બન્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.