પિતૃઓને મોક્ષગતિ આપતી ઈન્દ્ર એકાદશી….દેવરાજ ઈન્દ્ર અને ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી છે પૌરાણિક કથા

આજે પિતૃઓ ને મોક્ષ ગતિ આપતી ઇન્દ્ર એકાદશી ( ઈન્દિરા એકાદશી ) પિતૃદોષને શાંત કરતી ઈન્દિરા એકાદશી .. તા .21.9.22 ને બુધવારે પિતૃદોષને શાંત કરતી અને પિતૃઓને મોક્ષ ગતિ આપતી ઈન્દિરા એકાદશી છે . અને આ દિવસે સાથે પુષ્ય નક્ષત્ર પણ છે. દેવરાજ ઈન્દ્રએ આ એકાદશીનું વ્રત કરી અને વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કર્યા હતા અને પોતાના માતા – પિતાને મોક્ષ અપાવેલ હતું તેથી તેની યાદ અપાવતી ઈન્દ્રએકાદશી છે .

આ એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓને મોક્ષ ગતિ મળે છે અને વાજપેય યજ્ઞનું ફળ મળે છે , વ્રતની વિધી: …બુધવારે સવારે વહેલા ઉઠી અને નિત્ય કર્મ કરી પહેલા પિતૃઓને પગે લાગવું , ત્યારબાદ પૂજા પાઠ કરી બ્રાહ્મણ ભોજન કરાવવું અને દિવસ દરમ્યાન શાલીગ્રામની પૂજા કરી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ બોલવા , પીપળે પાણી રેડવું , દિવો કરવો , પ્રદક્ષિણા ફરવી . આમ કરવાથી પિતૃને મોક્ષ ગતી મળે છે અને પિતૃઓ આશીર્વાદ આપે છે .

આ દિવસે સાથે બ્રાહ્મણ ભોજન કરાવી શકાય છે અને તર્પણ પીંડદાન પણ કરાવી શકાય છે . રાત્રીના 12 વાગ્યા સુધીનું જાગરણ કરવું . પુરાણોમાં જણાવ્યા અનુસાર જે આપણને દેવતા આશીર્વાદ આપી શકતા નથી તે પિતૃઓ આપણને આપી શકે છે તેમ શાસ્ત્રી રાજદીપ જોષી(વેદાંત રત્ન)એ જણાવ્યું હતું.