Abtak Media Google News
  • હજારો લોકોની હાજરીમાં માફી માંગવાની હિંમત એક સાચો જનસેવક જ કરી શકે
  • મારા સમગ્ર પરિવારની નસેનસમાં કોંગ્રેસ વસે છે પણ હું દોરવાઈ ગયો હતો તેવું કહીને પોતે આજીવન કોંગ્રેસી બની રહેશે તેવું વચન આપ્યું
  • ખુદ રાહુલ ગાંધીને ઇન્દ્રનીલ રાજગુરુની આ સરળતા સ્પર્શી ગઈ, જીત માટે આપી શુભેચ્છા

કોઈ વ્યક્તિ ભૂલ કરે એ સમજી શકાય પણ પછી આ ભૂલ બદલ માફી અમુક લોકો જ માગી શકતા હોય છે. અને તેમાં પણ જો ભૂલ કરનાર રાજકીય વ્યક્તિ હોય તો તો માફી માંગવાનો કોઈ સવાલ જ આવતો નથી પણ આ બધામાં રાજકોટ-પૂર્વ વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરુ જુદા તરી આવ્યા છે. ઇન્દ્રનીલ રાજગુરુએ ગઈ કાલે રાહુલ ગાંધીની જાહેરસભામાં જાહેરમાં હજારો લોકોની વચ્ચે પોતે થોડો સમય આપમાં જોડાયા હતા તે બદલ માફી માગી હતી અને હવે પોતે આજીવન કોંગ્રેસી બની રહેશે તેવું વચન પણ આપ્યું હતું. ઇન્દ્રનીલ રાજગુરુની આ સરળતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને સ્પર્શી ગઈ હતી અને આવી નિખાલસતા બતાવવા બદલ ઇન્દ્રનીલ રાજગુરુને અભિનંદન પણ આપ્યા હતા.

Img 20221121 Wa0379

ઇન્દ્રનીલ રાજગુરુ થોડા સમય પહેલા આપમાં જોડાયા હતા અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી બન્યા હતા. તેમણે આપનો પ્રચાર પણ કર્યો હતો પરંતુ પછી કેજરીવાલ અને અન્ય નેતાઓની વાસ્તવિકતા જાણી જતા તેઓએ આપમાંથી રાજીનામું આપી દીધું હતું.આપ છોડ્યા પછી થોડા સમય પહેલા તેઓ ફરી કોંગ્રેસમાં સામેલ થઇ ગયા હતા અને કોંગ્રેસે પણ તેમનામાં વિશ્વાસ મુકીને તેમને રાજકોટ-પૂર્વની મહત્વની ટીકીટ પણ આપી હતી. હાલમાં ઇન્દ્રનીલ રાજ્ગુરુનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે અને આ વિસ્તારમાં 2012નું પુનરાવર્તન થાય તેવો માહોલ સર્જાયો છે.

ગઈ કાલે રાજકોટમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ સભા સંબોધી હતી.આ સભામાં  સ્ટેજ પર સૌરાષ્ટ્ર કોંગ્રેસના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉમેદવારો ઉપરાંત કેન્દ્રીય નેતાઓ અને પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઈન્દ્રનીલ રાજગુરુને ભાષણ આપવાની તક મળી હતી.

Dsc 1618 1

હંમેશા વિવાદ નહી પણ સકારાત્મક વાતો કરતા ઇન્દ્રનીલ રાજગુરુએ  શરૂઆતમાં જ કોંગ્રેસની અને રાહુલ ગાંધીણી  માફી માગી હતી. તેમણે કહ્યું કે, હું ખોટી જગ્યાએ ભટકી ગયો હતો.  લોકોની વચ્ચે હું કોંગ્રેસની માફી માંગુ છું. વર્ષોથી મારી પેઢીઓ કોંગ્રેસ સાથે હતી. વચ્ચે હું આમ આદમી પાર્ટીમાં ચાલ્યો ગયો હતો ત્યાં જઈ ખબર પડી કે, વો કટ્ટર ઈમાનદાર નહિ હૈ, વો કટ્ટર ભ્રષ્ટાચારી હૈ. વો કટ્ટર દેશ ભક્ત નહી હૈ, વો દેશ વિરોધી હૈ.

ઇન્દ્રનીલ રાજગુરુની આટલી નિખાલસતા સ્ટેજ ઉપર બેઠેલા નેતાઓ અને તેમણે સાંભળી રહેલા હજારો લોકોને સ્પર્શી ગઈ હતી. ખુદ રાહુલ ગાંધીએ પણ આનંદ વ્યક્ત કરી ઇન્દ્રનીલને અભિનંદન આપ્યા હતા અને જીત માટે શુભેચ્છા આપી હતી.

આ પ્રસંગે સ્ટેજ પર પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, રઘુ શર્મા, સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત હતા અને તમામેં  ઇન્દ્રનીલ રાજગુરુને શુભેચ્છા આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.