Abtak Media Google News

લોકોના સ્વાસ્થ્ય અને રોકાણોને લઈ ઔદ્યોગિક વસાહતો બહાર ખસેડવા ‚પાણી સરકારનો નિર્ધાર

ક્ષ ઔદ્યોગિક એકમ શહેરની બહાર ખસેડવા ઈચ્છુક ઉદ્યોગપતિને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહનો અપાશે: શહેરી વિસ્તારની અંદર નવા ઔદ્યોગિક એકમોની મંજૂરી ઉપર રોક

મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીની સરકારે લોકોના સ્વાસ્થ્ય અને મુડી રોકાણોને લઈ ઔદ્યોગીક વસાહતો મામલે સંવેદનશીલ નિર્ણય લીધો છે. હવે શહેરી વિસ્તારોમાં સ્થપાયેલા ઔદ્યોગીક ઝોનને બંધ કરવામાં આવશે. આ તખતો અત્યારે અમદાવાદથી ઘડાઈ ચૂકયો છે. હવા, પાણી અને જમીન પર પ્રદુષણનું પ્રમાણ ઘટાડવા માટે પ્રદુષણ ઓકતા ઔદ્યોગીક એકમોને શહેરથી દૂર ખદેડવામાં આવશે. ટાઉન પ્લાનીંગ એકટમાં આ માટે જોગવાઈ કરવામાં આવી છે. ઈન્ડસ્ટ્રીયલ ઝોનને શહેરી હદથી બહાર લઈ જવા સરકાર ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરશે.

અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરત સહિતના શહેરોમાં પ્રદુષણનું પ્રમાણ ટોચે પહોંચ્યું હતું. જો કે, લોકડાઉનના સમયગાળામાં આ શહેરોમાં પ્રદુષણ નોંધપાત્ર ઘટ્યું પણ હતું. પરંતુ હવે લોકડાઉન ધીમીગતિએ ખુલી જતાં ફરીથી પ્રદુષણ વધવા પામ્યું છે. સુત્રો પાસેથી મળતી વિગત મુજબ એક તરફ શહેરના સીમાડા સતત વિસ્તૃત થઈ રહ્યાં છે. ત્યારે શહેરની વચ્ચો-વચ્ચ સ્થપાયેલા ઔદ્યોગીક એકમો ઝેરી પ્રદુષણ ઓકતા હોવાનું સામે આવે છે. પ્રદુષણના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર જોખમ ઉભુ થાય છે. ટાઉન પ્લાનીંગ એકટની જોગવાઈ મુજબ ઔદ્યોગીક વસાહતને શહેરની બહાર ખસેડાશે.

જે ઉદ્યોગપતિ પોતાના ઔદ્યોગીક એકમને શહેરમાંથી બહાર ખસેડશે તેને તંત્ર દ્વારા આકર્ષક પ્રોત્સાહન પણ આપવામાં આવશે. જે ઉદ્યોગ શહેરની બહાર ચાલ્યો જશે તેની જમીન તંત્ર માટે કિંમતી બની રહેશે. આ જમીનો પર એફોર્ડેબલ હાઉસીંગ કે કોમર્શીયલ કોમ્પલેક્ષ સ્થપાશે. સરકાર અને ઉદ્યોગપતિને એકંદરે ફાયદો થશે અને લોકોના સ્વાસ્થ્ય પણ બગડતા અટકશે. આ ઉપરાંત હવેથી શહેરી વિસ્તારોમાં પ્રદુષણ ઓકતા ઔદ્યોગીક એકમોને નવી મંજૂરી પણ અપાશે નહીં.

વધુ વિગતો મુજબ શહેરી વિસ્તારમાં ડેવલોપમેન્ટ ડ્રાફટમાં ઈન્ડસ્ટ્રી ઝોનને જગ્યા નહીં અપાય જે ડેવલોપમેન્ટ ડ્રાફટ અમલમાં છે તેમાં પણ ઈન્ડસ્ટ્રીયલ ઝોનને નોન ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવાના પ્રયાસો થશે. એકંદરે સરકાર ગ્રીન ફલોર સ્પેસ ઈન્ડેક્ષ (જીએફએસઆઈ)નો કોન્સેપ્ટ અમલમાં મુકશે જેના માધ્યમથી ઉર્જા બચાવતા પ્રોજેકટમાં ઉદ્યોગપતિને પ્રોત્સાહન અપાશે. ગોલ્ડ, સીલ્વર અને પ્લેટીનીયમના ધોરણે કેટેગરી પાડવામાં આવશે. સરકારના આ પ્રયાસથી શહેરી વિસ્તારોમાં પ્રદુષણનું પ્રમાણ ઘટશે.

નોંધનીય છે કે, રાજ્યમાં પ્રદુષણનું પ્રમાણ ઘટાડવા માટે વિજયભાઈ ‚પાણી સરકારે સંવેદનશીલ નિર્ણયો લીધા છે. આ નિર્ણયોની તબક્કાવાર અમલવારી પણ થઈ રહી છે. વર્તમાન સમયે અમદાવાદ સહિતના શહેરોમાં પ્રદુષણનું પ્રમાણ ખુબ ઉંચુ હોવાના કારણે નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર જોખમ તોળાઈ રહ્યાં છે. દર વર્ષે લાખો લોકો ફેફસા, દમ અને કીડનીની બીમારીનો ભોગ બને છે. મસમોટી બીમારીઓ પાછળ પ્રદુષણનું વધતું પ્રમાણ કારણભૂત છે.

શહેરોની અંદર ઔદ્યોગિક

એકમો ડેડ ઇન્વેસ્ટમેન્ટ

અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરી વિસ્તારોની અંદર અનેક ઔદ્યોગીક એકમો સ્થપાયેલા છે. સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં જમીન કે મિલકતના ભાવ સ્ટેબલ રાખવા પ્રયત્ન થાય છે. શહેરના હાર્દસમા વિસ્તારોમાં ઈન્ડસ્ટ્રીયલ એકમ હોવાથી તે સ્થળે ઈન્વેસ્ટમેન્ટ ડેડ થઈ જતાં હોય છે. કરોડો ‚પિયાનું ઔદ્યોગીક એકમ શહેરી વિસ્તારના વિકાસ માટે કોઈ ભાગ ભજવતું નથી. મસમોટી જમીન લોકો માટે ઉપયોગી નિવડતી નથી. ઈન્ફાસ્ટ્રકચરનો વિકાસ થાય છે તો તે લોકોને સીધી રીતે અસર કરતો નથી.

ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ભારણ છતાં લોકોને

વસવાટ માટે જવું પડે છે દૂર

શહેરમાં લોકોની સુખાકારી માટે ઈન્ફાસ્ટ્રકચર વિકસાવવા ઝડપી પ્રયાસો થાય છે. અલબત જો વિસ્તારમાં ઔદ્યોગીક એકમો સ્થપાયેલા હોય તો કરોડો ‚પિયાના ખર્ચે  લોકો માટે ઉભા કરાયેલા ઈન્ફાસ્ટ્રકચર નકામા ઠરે છે. શહેરી વિસ્તારમાં આ ઈન્ફાસ્ટ્રકચરનો લાભ લોકો લઈ શકતા નથી. ઈન્ડસ્ટ્રીઝ ઝોન માટે આ ઈન્ફાસ્ટ્રકચર વધુ મહત્વના નથી.  જેથી જો ઔદ્યોગીક એકમો શહેરની બહાર મોકલી દેવાય તો તે જમીન પર ઈન્ફાસ્ટ્રકચરનો અસરકારક વિકાસ થઈ શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.