રાજયના પોલીસ વડા આશિષ ભાટીયા કોરોના સંક્રમીત

ડાયરેકટર જનરલ સિવિલ ડીફેન્ટ અને કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડસના ટી.એસ. બિસ્ટ ઇન્ચાર્જ ડી.જી.પી.

રાજયમાં ત્રીજી લહેરની શરુઆતન થઇ ચુકી છે. જેમાં રાજકારણી, સનદી અધિકારી, તબીબો અને પોલીસ સ્ટાફ સહતિ સઁક્રમીત થયા છે ત્યારે આજે રાજયનજા ડી.જી.પી. આશિષ ભાટીયાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. અને તેમનો આજે ટી.એસ. બિસ્ટને સોંપવામાં આવ્યો છે.

વધુ વિગત મુજબ રાજયમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે જેમાં રોજબરોજ નવા દર્દીઓનો ઉમેરો સાથે રાજકારણી, તબીબો અને પોલીસ કર્મચારીઓને કોરોનાએ ઝપટે લીધા છે. જેમાં બન્ને પક્ષના ધારાસભ્ય, આઇ.એ.એસ. ઓફીસર, કોરોના વોરિયર્સ સહીત અનેક જાણીતા ચહેરમાંનો રિપોર્ટ પોઝીટીવ આવતા વહીવટી તંત્રમાં ચિંતામાં વધારો થયો છે.

રાજના પોલીસ વડા આશીષ ભાટીયાને છેલ્લા બે દિવસથી શરદી અને ઉઘરસ હોવાથી આજે તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. રિપોર્ટમાં કોરોનાના સામાન્ય લક્ષણો હોવાથી તેમને તબીબ નિરીક્ષણ હેઠળ હોમ આઇસોલેટ થયા છે. અને આ માહીતી તેમણે ટવીટર દ્વારા જાણકારી આપવામાં આવી છે.તેમણે છેલ્લા પાંચ દિવસ દરમિયાન ગૃહ વિભાગમાં કરાયેલી  બેઠકોમાં તેમની સાથે સંપર્કમાં આપેલા તમામ અધિકારી અને કર્મચારીઓએ રિપોર્ટ કરવવા અપીલ કરી છે.

આશિષ ભાટીયા હોમ આઇસોલેટ થતા તેમના સ્થાને 1985 બેંચના આઇ.પી.એસ. અને હાલ ડાયરેકટર જનરલ સીવીલ ડીફેએન્સ અને કમાન્ડ જનરલ હોમગાર્ડમાં ફરજ બજાવતા ટી.એસ. બિસ્ટને તેમનો ચાર્જ હાલ પુરતો સોંપવામાં આવ્યો છે.

બપોર સુધીમાં શહેરમાં કોરોનાના 110 કેસ

ગઇકાલે દિવસ દરમિયાન શહેરમાં કોરોનાના 319 કેસ નોંધાયા બાદ આજે બપોરે 12 વાગ્યા સુધીમાં વધુ 110 કેસ નોંધાતાં કુલ કેસનો આંક 45,000ને પાર થઇ ગયો છે. કોર્પોરેશન દ્વારા આજે બપોરે કરવામાં આવેલી સત્તાવાર જાહેરાતમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે ગઇકાલે સાંજથી આજે બપોરે 12 વાગ્યા સુધીમાં શહેરમાં કોરોનાના નવા 110 કેસ નોંધાયા છે.

આ સાથે અત્યાર સુધીમાં કુલ કેસનો આંક 45021 પહોંચી જવા પામ્યો છે. આજ સુધીમાં કુલ 42,882 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રિક્વરી રેટ 95.37 ટકા જેવો રહેવા પામ્યો છે. ગઇકાલે દિવસ દરમ્યાન 4648 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં 319 પોઝીટીવ કેસો મળી આવ્યા છે. પોઝીટીવીટી રેટ 6.86 ટકા જેવો છે. ગઇકાલે 168 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. શહેરમાં દિનપ્રતિદિન સંક્રમણ વધી રહ્યું છે.